'હારા વહી જો લડા નહિ'Success
achieved through struggle
ઇન્ટરવ્યૂમાંપ્રશ્ન
પૂછ્યો.
"તમને અંગ્રેજી નથી આવડતું તો પ્રશાસન કેવી રીતે
ચલાવશે...?"
તેનો જવાબ વાંચો પોસ્ટ ની અંદર જ
તમે ધોરણ-12માં ફેઈલ થયા હો, ભણવામાં સાવ ઠોઠ હો, અંગ્રેજી આવડતું ન હોય, ગરીબ હો, અનેક અભાવો વચ્ચે જીવતા
હો... છતાં તમે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશ્નર બની શકો છો... એ તમને ખબર છે... !!???
હા, આજે મારે તમને 'મડદું પણ બેઠું થઈ જાય' એવી એક અદ્દભુત, રોમાંચક, રહસ્યમય અને વાસ્તવિક
સ્ટોરી કહેવી છે.
મધ્યપ્રદેશનો ચંબલ
વિસ્તાર ત્યાંના ડાકુઓ અને બંદૂકની ધણધણાંટીથી કુખ્યાત છે. એ બૂંદેલખંડ, એ જમનાનો કિનારો અને એ ચંબલ... ત્યાં ઘેરઘેર બંદૂક મળે.
કટ્ટા તો તમને પાણીના ભાવે મળે. પોલીસ હોય કે ડાકુ... જેની પહેલી બંદૂક ચાલે તે જ
સર્વોપરિ હોય. પરંતુ પીઠ પાછળ ઘા કરનારને ત્યાંના લોકો બહુ અપમાનની નજરે જુએ છે. જે
કરવું તે સામી છાતીએ કરવું એ આ પ્રદેશના લોકોની ખુમારી છે.
આ જ પ્રદેશના એક યુવાને નવો-નોખો ચિલો ચાતરી
કશુંક નવું અને નક્કર કરી દેખાડવાના જોમ અને જુસ્સાથી એવી તો ક્રાંતિ કરી કે આખા
દેશનું મીડિયા તેના ઉપર ઓળઘોળ થઈ ગયું.
વાત કંઈક એવી છે કે
સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશ્નર રહેલા અનુરાગ પાઠકે પોતાના મિત્રના
જીવન ઉપર એક બુક લખી છે, જેનું નામ છે...
'ટવેલ્થ ફેલ'
ટાઈટલની નીચે એક વાક્ય
લખ્યું છે.
'હારા વહી જો લડા નહિ'
હિન્દી ભાષાના બેસ્ટ
સેલર આ ઉપન્યાસે હાલ ચારેબાજુ તહેલકો મચાવી દીધો છે. કારણ કે આ નવકલથા એક
નિષ્ફળતામાંથી સફળતાને વરેલ વ્યક્તિના જીવનની સંઘર્ષકથા છે.
મધ્યપ્રદેશના મુરૈના
જિલ્લાના જૌરા તાલુકાનું એક નાનકડું બીલગાવ નામે ગામ. આ ગામમાં એક સાધારણ
પરિવારમાં જન્મેલો મનોજ બાળપણથી જ ભણવામાં ઠોઠ. ધોરણ-9, 10, 11માં ચોરી કરીને માંડ
થર્ડ કલાસમાં પાસ થનાર મનોજને એમ કે જો બાર પાસ થઈ જવાય તો ટાઈપ વગેરે કાંઈક
શિખીને રોજીરોટી મેળવી શકાય.
દરેક વખતની જેમ આ વખતે
પણ મનોજે (કોપી કરવાની) પૂરતી તૈયારી કરી. પરંતુ આ વખતે ત્યાં નવા આવેલા SDM એ નક્કી કરેલું કે
ચોરીનું દુષણ દૂર કરવું જ છે. તેઓ પેપર શરૂ થાય તે પહેલાં જ આવી પહોંચ્યા. પેપર
પૂરું થયું ત્યાં સુધી રોકાઈને બિલકુલ ચોરી ન થવા દીધી. અને આખી સ્કૂલના બાળકો
ધોરણ-12માં નાપાસ થયા. જેમાં મનોજ પણ હતો.
SDMનો રુઆબ અને રૂતબો જોઈ મનોજને થયું કે પ્રિન્સિપાલ
સહિતના લોકો જેની આગળપાછળ ફરે છે તે નક્કી બહુ મોટા સાહેબ હોવા જોઈએ. અને મનોજે
ત્યારે જ એ સાહેબની જેમ SDM બનવાનું નક્કી કરી લીધું. પરંતુ ધોરણ-12માં જ ફેલ થઈ ગયો હતો.
હવે શું કરવું..!?
મનોજને ઘરના લોકો પણ
ભણવામાં બહુ સપોર્ટ નહોતા કરતા. આર્થિક સ્થિતિ પણ ખરાબ. મનોજ લોટ દળવાની ચક્કીમાં
પણ નોકરી કરતો.
એક તો ભણવામાં નબળો, કુટુંબની આર્થિક
પરિસ્થિતિ પણ ખરાબ, અંગ્રેજી પણ આવડે નહિ... અને અધૂરામપુરો ધો-12માં હિન્દી સિવાય બધા
વિષયમાં નાપાસ થયો. જેથી ભાઈ સાથે ટેમ્પો ચલાવવા લાગી ગયો.
એક દિવસ પોલીસે તેનો
ટેમ્પો પકડ્યો. ટેમ્પો છોડાવવાની ભલામણ કરવા SDM
પાસે પહોંચેલા મનોજે ટેમ્પોની વાત
પડતી મૂકી સાહેબને પૂછ્યું...
'સાહેબ, તમે SDM બનવા કેવી રીતે તૈયારી કરતા...?' સાહેબ પાસેથી વિગતો જાણી
રોમાંચ પામી મનોજે MPSCની પરીક્ષા પાસ કરી SDM
બનવાનું નક્કી કર્યું.Dy.S.P. બનવાનું સપનું પણ
સેવેલું.
સપના સાકાર કરવા અને આગળ
અભ્યાસ કરવા મનોજ ગ્વાલિયર જઈ પહોંચ્યો. રહેવા-જમવાના તો કાંઈ ઠેકાણા નહોતા.
ત્રણ-ચાર દિવસ તો એક મંદિરની બહાર ભિખારીઓ સાથે સુઈ રહેવું પડયું. ક્યારેક તો
જમવાનું પણ ન મળ્યું.
આ સમય દરમિયાન મનોજને એક
લાઇબ્રેરીમાં પટાવાળા કમ ચોકીદારની નોકરી મળી ગઈ. ત્યાં મધ્ય ભારતીય સાહિત્ય સભા
દ્વારા વિવિધ સાહિત્યિક કાર્યક્રમો યોજાતા. કવિ સંમેલનો પણ થતા. મનોજ તેમાં પાથરણા
પાથરતો અને મહેમાનોની ચા-પાણીની વ્યવસ્થા કરતો. બધા ચાલ્યા જાય પછી લાઇબ્રેરી બંધ
કરી મનોજ માઈકની સામે કલાકો સુધી બોલવાની અને સ્ટેજ પાવર મેળવવાની પ્રેક્ટિસ કરતો.
કારણ કે ગ્રેજ્યુએશન સુધી તેણે કોઈ સ્ટેજ ઉપર ચડી સ્પીચ આપી હોય એવું ક્યારેય
નહોતું બન્યું.
લાઇબ્રેરીમાં કામ કરતા
કરતા મનોજ ડાયરી પણ લખતો. તેને એમ થતું કે કોઈ વ્યક્તિ મારા જીવનમાં આવશે. મારી આ
ડાયરી વાંચશે. મારી સમસ્યાઓ જાણશે. મને સમજાવશે... મને હૂંફ આપશે...
રજાઓમાં ઘરે ગામડે જતો
તો લોકો તેની મજાક ઉડાવતા. 'શહેરમાં ભણીને શું કરીશ. ?પાછું અહીં ગામડે આવી
કામે લાગવું જ પડશે.'
ગ્વાલિયરની લાઈબ્રેરી
મનોજના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. મેક્સિક ગોરકી અને અબ્રાહમ લિંકન જેવા
મહાનુભાવો અને તેમના કાર્યો તથા વિચારોનો પરિચય વાંચવા મળ્યો.
આ લાઈબ્રેરીમાં નોકરી
દરમિયાન એક ઘટના બની. લાઇબ્રેરીયને જૂના છાપાની પસ્તી વેચવા કાઢી. જેની જવાબદારી
મનોજને સોંપવામાં આવી. મનોજે પસ્તી વેચી તેની કિંમતના 5000 રૂપિયા લાઇબ્રેરીયનના
હાથમાં મૂક્યા. લાઈબ્રેરીયને કહ્યું પસ્તી તો વધુ હતી..! સાતેક હજાર આવવા જોઈએ.
આટલા જ પૈસા કેમ..? નક્કી બે હજાર રૂપિયા તું ખાઈ ગયો.
'જ્યાં પ્રામાણિકતાની કદર ન થતી હોય ત્યાં કામ કરવાનો
કોઈ મતલબ નથી.' એમ કહી મનોજે તરત જ એ નોકરી છોડી દીધી.ગ્વાલિયરથી UPSCની તૈયારી માટે તે
દિલ્હી આવી ગયો.
મનોજ પણ કશુંક કરી
દેખાડવાની ભાવના સાથે દિલ્હી આવી નહેરુનગરમાં એક નાનકડી રૂમમાં રહે છે.
રહેવા-જમવાનો ખર્ચ કાઢવા મનોજ કામ શોધવા લાગ્યો. બાજુમાં મુખરજીનગરમાં રહેતા અમીર
લોકોના કૂતરાને ફેરવવાની નોકરી તેને મળી ગઈ. એક કુતરાના 300-400 રૂપિયા મળી રહેતા.
મનોજે 4-5 ઘરના કૂતરા ફેરવવાનું કામ રાખી લીધું અને સાથે UPSC ની તૈયારી આદરી.
દરમિયાન દ્રષ્ટિ
એકેડમીના વિકાસ દેવકીર્તિ નામના સર મળ્યા. જેમણે મનોજને ફી વગર કોચિંગ આપી ખૂબ મદદ
કરી.
વચ્ચેના સમયગાળામાં
મનોજે પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત નેટ JRF અને Ph.D. પણ પૂરું કર્યું. દેશના પ્રસિદ્ધ પત્રકારોમાંથી
પ્રેરણા મેળવી મનોજે જર્નાલીઝમમાં ડૉક્ટરેટ કર્યું.
પરંતુ ગોલ UPSC જ હતો. જોરદાર તૈયારી
કરી તેણે પ્રથમ પ્રયત્ને જ પ્રિલીમ અને મેઇન્સ પાસ કરી બતાવી. પણ મૌખિક
ઇન્ટરવ્યૂમાં ન નીકળી શકાયું.
UPSC માં સફળ થયેલા એક વિદ્યાર્થીની પાર્ટીમાં મનોજ ગયો તો
ત્યાં પણ તેની ખૂબ બેઇજ્જતિ થઈ.
'ધોરણ-12 નાપાસ'નું લેબલ તેનો પીછો છોડતું નહોતું. મનોજે નક્કી કર્યું
કે ધોરણ-12 ફેઈલનું લેબલ હટાવવા કશુંક નક્કર કરી બતાવવું પડશે.
તમને જાણીને આશ્ચર્ય થશે
કે અંગ્રેજીમાં નબળા હોવાથી UPSCના મૌખિક ઇન્ટરરવ્યુ માટે મનોજને ટ્રાન્સલેટર સાથે
રાખવાની સુવિધા મળેલી. ચયન સમિતિના એક સભ્યોએ મનોજને પૂછ્યું કે,
"તમને અંગ્રેજી નથી આવડતું તો પ્રશાસન કેવી રીતે
ચલાવશે...?"
મનોજ શર્મા થોડા નાસીપાસ
થયા. પેલા સભ્યોએ તેમને પાણી પી લેવા કહ્યું. મનોજ શર્માએ પાણી પીવાની ના પાડી.
પેલા સભ્યોએ કારણ પૂછ્યું તો મનોજ શર્માએ કહ્યું કે આ કાચના ગ્લાસની જગ્યાએ
સ્ટીલના ગ્લાસમાં પાણી આપો તો હું પીઉં. સભ્યનો પિત્તો ગયો. કહ્યું કે પાણી કાચના
ગ્લાસમાં હોય કે સ્ટીલના ગ્લાસમાં.. પાણી તો પાણી જ છે. મનોજ શર્માએ પણ કહ્યું કે
સર, હું
પણ એ જ કહેવા માગું છું. ભાષાનું માધ્યમ ગમે તે હોય. મારામાં કામ કરવાની કાબેલિયત
તો છે જ ને...! તેમના જવાબથી સભ્યો ખુશ થઈ ગયા.
એક સભ્યોએ બીજો પ્રશ્ન
પૂછ્યો.
"અહીં IIM અને IIT ના બેસ્ટ સ્ટુડન્ટ અમને ઉપલબ્ધ છે. તો પછી અમે તમારી
પસંદગી શા માટે કરીએ...?"
મનોજ શર્માએ જવાબ આપ્યો
કે "12 ફેઈલ વિદ્યાર્થી અહીં સુધી પહોંચી ગયો તો તેનામાં કૈક
તો આવડત હશે ને..!"
ઇન્ટરવ્યૂમાં છેલ્લો
સવાલ એ પૂછવામાં આવ્યો કે આ તમારો અંતિમ પ્રયાસ છે. જો તમને સિલેક્ટ કરવામાં ન આવે
તો..?
મનોજ શર્માએ જવાબ આપ્યો
કે, તો
હું બીજું ગમે તે કામ કરીશ.
મનોજ શર્માની આ
પોઝિટિવિટી સભ્યોને સ્પર્શી ગઈ અને તેનું સિલેક્શન થયું.
પછી તો મસૂરીમાં
ટ્રેનીંગ શરૂ થઈ. એક વખત રાત્રિના બાર વાગ્યે મનોજ પોતાને વિનામૂલ્યે કોચિંગ આપનાર
વિકાસસરના ઘેર ગયા અને દરવાજો ખખડાવ્યો. સરે દરવાજો ખોલ્યો. મનોજ શર્માએ તેમના ચરણસ્પર્શ
કરી 500 રૂપિયાની નોટ તેમના ચરણોમાં મુકતા કહ્યું કે આજે મારો
પ્રથમ પગાર થયો છે...
2005માં જ મનોજ અને શ્રધ્ધાના લગ્ન થયા. આજે આ દંપતિને
માનસ નામે એક પુત્ર પણ છે.
મનોજ શર્માએ ટ્રેનીંગ
પુરી કરી મહારાષ્ટ્રના ગઢચિરોલી, ચન્દ્રપુર, કોલ્હાપુર, નાગપુર વગેરે શહેરોમાં SP તરીકે ફરજ બજાવી. સાઉથ
મુંબઈના DCP તરીકે અને ત્યારબાદ જોઈન્ટ પોલીસ કમિશ્નર અને હાલ DIG તરીકે ફરજ બજાવી રહ્યા
છે.
મનોજ શર્માના સંઘર્ષના
સાથી અને અભ્યાસ દરમિયાન 15 વર્ષ રૂમપાર્ટનર રહેલા અનુરાગ પાઠકે(તેઓ પણ હાલ GSTના ડેપ્યુટી કમિશ્નર
છે.) મનોજ શર્માના જીવન સંઘર્ષ ઉપર એક નવલકથા લખી છે. જેનું નામ છે 'ટવેલ્થ ફેલ' હારા વહી જો લડા નહિ.
આ પુસ્તક હાલ બેસ્ટ સેલર
બુક તરીકે બજારમાં ધૂમ મચાવી રહ્યું છે.
વિવિધ tvઇન્ટરવ્યૂમાં UPSC ની તૈયારી કરતા યુવાનો
માટે પ્રેરણાદાયી વાત કરતા મનોજ શર્મા જણાવે છે કે,
-પોતાની જાતને ઈમાનદાર બનાવો, ડરો નહિ.
-સફળતા માટે જોખમ ખેડવું જરૂરી છે. જે રિસ્ક લેતા નથી
તે ક્યારેય જીતતા નથી.
-સારા મિત્રો બનાવો,
સારા વાતાવરણમાં રહો, સારા માહોલમાં તૈયારી
કરો. કઠોર પરિશ્રમ કરો, લડતા શીખી જાઓ... તમારી જીત નક્કી જ છે.
-25 મિનિટનો પ્રશ્ન લખવાનો હોય તો બે મિનિટ તેની હાઈલાઈટ
લખવામાં બગાડો. પેપર જોનાર વ્યક્તિને જવાબ
વાંચવા માટે મજબૂર કરી દો.
-સાહસ, માર્ગદર્શન અને ઈમાનદારીથી તમે ચોક્કસ સફળતા મેળવી શકો
છો.
-સરળ ભાષામાં સરળ રીતે વાત સમજો અને સમજાવો.
-આપણે જીવનમાં કશુંક કરવાની યાત્રા આરંભીએ છીએ. ટાર્ગેટ
પૂરો થતાં તે યાત્રા પુરી થાય છે. આ અસફળતાથી સફળતા તરફની યાત્રા છે.
-જીવનમાં સંશય ન હોવો જોઈએ. સંઘર્ષ કરો અને જીતો.
તમે દ્રઢ નિશ્ચય સાથે
તૈયારી કરો છો ત્યારે તમારામાં અસીમ ઉર્જા અને ગજબની તાકાત આવી જાય છે. જંગ
જીતવાનો વિશ્વાસ હોય છે. દ્રઢ સંકલ્પ કરો અને જંગ જીતી બતાઓ.
-તમે જે નિર્ણય કરો તેને વળગી રહો. કનફાર્મ રહો. પછી
તમે કેટલું ઉડો છો તે મહત્વનું નથી. પરંતુ ઉડતા ઉડતા તમારી પાંખો ચોક્કસ મજબૂત થાય
છે. આ UPSC ની લડાઈથી પાંખોને મજબૂત કરવાની લડાઈ છે.
-500 રૂપિયાની નોટ આપી એક અમીર અને એક ગરીબ બાળકને શાકભાજી
લેવા મોકલીએ તો ગરીબ બાળક વધારે શાકભાજી લાવશે. કારણ કે તે સંઘર્ષ જાણે છે.
-જાત સાથે વફાદાર અને ઈમાનદાર બનો. નબળાઈ દૂર કરવાનું
સાહસ હોવું જરૂરી છે. જાત અને દેશને વફાદાર રહો.
-પાસ કે નાપાસનું એક રિઝલ્ટ કાં તો વ્યક્તિને એકદમ
યોગ્ય બનાવી દે છે અથવા નકામો બનાવી દે છે. કોઈ પરીક્ષામાં સફળ ન થઈએ તો જિંદગી
કાંઈ ખતમ નથી થઈ જતી. તમારું મેળવેલું જ્ઞાન તમને દરેક વિષયમાં કામ આવે છે.
-મને ગણિત કે અંગ્રેજી ભલે નહોતું આવડતું. પરંતુ માણસ
ઓળખતા આવડતું'તું.
-વ્યક્તિની ભણવાની ઉંમર હોય છે તે જ ઉંમર પ્રેમ કરવાની
પણ હોય છે. આ સમસ્યા છે. પરંતુ એ પ્રેમને તમે તમારી નબળાઈ બનાવો છો કે તાકાત તે
તમારા ઉપર નિર્ભર છે.
-પ્રેમને આપણે જે રીતે જોઈએ છીએ તેના કરતાં તે ઘણો મહાન
હોય છે. જો તમારી સાથે પોઝિટિવ વ્યક્તિ જોડાય તો સામેની વ્યક્તિને પણ સકારાત્મક
ઊર્જા મળે છે.
-પત્ની મિત્ર બની જાય પછી આરોપ કે પ્રત્યારોપ રહેતા
નથી. માટે પહેલા મિત્રો બનો પછી પ્રેમ કરો અને પછી લગ્ન કરો.
મિત્રો,
મનોજ શર્માની આ યાત્રા
શૂન્યમાંથી શિખરે પહોંચવાની યાત્રા છે. નાપાસ થનારા કે નાસીપાસ થનારા દરેક
વ્યક્તિના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરનાર મનોજ શર્મા જેવા તો અનેક સંઘર્ષવીરો છે
જે સમાજને સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.
સલામ છે આવા યોદ્ધાઓને.
મિત્રો મારી આ પોસ્ટ
આપને કેવી લાગી તે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો અને મિત્રો સાથે શેર કરજો.
મિત્રો, આભાર.
''If you are not fighting,you will
notfight,'i said in aninterview.
"If you don't know
English, how will the administration run...?"
Read the answer within the post
If
youfailed in, Class , XII,were, not, poor,
living in a state of many shortcomings. You can
still become the Joint Commissioner of Police in Mumbai. You know that...???
Yes,, today I want to 'tell
you a' wonderful,, exciting,, mysterious
and real story that will evensit down.
The Chambal area of Madhya Pradesh is
notorious for its bandits and gun-and-gun, gangs.
That is the bank of jamna and the chambal... There was a
gun. You will get a hard drink at the price of water. Police or robbers... The
first gun was the supreme one. But the people there see the back-to-back as a
disgrace. What to do is the loss of the people of this region.
A young man from the same region
revolutionized the media with the zeal and zeal of making something new and
concrete.
Something is happening that Anurag Pathak,
deputy commissioner of sales tax department, has written a book on the lifeof his, named...
'Twealth Fail'
A line is written under the title.
'If not fighting'
The best-seller of Hindi has already created a
stir. Because this novelisis is a struggle story of a person's life that has
been successful from failure.
Born
in a small village in Jora taluka in Murina district of
Madhya Pradesh, Manoj, whowas born in a modest family, was a
student of classIX, 10, 11and had barely
passed class III, and had to learn to earn a living by learningthe type of education and so on.
As always, Manoj did well to
copy it, but this time the newly arrived SDM had
decided that the theft was to be
eliminated. They arrived beforethe paper was started. They stopped
until the paper was finished and the entire school children failed in ClassXII,including Manoj.
Seeing
the sdm'sattitude and the way it was done,
Manoj felt that the people behind the principal, including the principal,
should be abig sahib. And manoj decided
to become an SDM like he did in ClassXII.What to do now??
Manoj was not very supportive of his studies.
The economic situation was bad. Manoj also worked in the dough-burning
business.
One is poor education,, poor
family finances,, poor english. And In D-12,Hefailed in all subjects
except Hindi, so he started running the tempo with his brother.
One day, the
police caught him. Manoj, who approached the SDM to recommend the release of the tempo, gave up
the tempo and asked him.
'Sir,, how
did you prepare
to be an SDM? ?' Excited to learn the details from Saheb, Manoj decided
to pass the MPSCexam and become an SDM.
I dreamed of becoming A Dy.S.P.
Manoj reached Gwalior to pursue his dream and
further study. There were no places to live. For three or four days, i had to
sleep with the beggars outside a temple. Sometimes i could not even find food.
During this time, Manoj got a job as a patwara
guard in a library. There were various literary programmes organized by the
Central Indian Literature Council. There were also poetic conventions. Manoj
would lay stones in it and arrange tea and water for the guests. After everyone
had left, Manoj would shut the library and practice speaking in front of mike
for hours and getting stage power. Because she had never made a speech on a
stage until graduation.
Manoj, who worked in the library, wrote a
diary. He thought someone would come to my life. I will read my diary. I will
know my problems. He will explain to me... Will give me warmth...
When
he went home on a holiday, people would make
fun of him.
'will I do by studying
in the city?
? We have to go back to
the village.'
The Gwalior Library plays a vital role in the
life-building of Manoj. I read the introduction of the greats like Mexican
Gorki and Abraham Lincoln and their work and ideas.
There was an incident during his job in the
library. The librarian took the responsibility
of selling the old newspaper, which manoj sold to the librarian and put 5000 rupees in the library. The library said that
the money was too much. ? You ate two thousand
rupees.
'There
is no point in working where honesty
is not appreciated. ' Manoj immediately quit his job.
He moved from Gwalior to Delhi to prepare for the
UPSC.
Manoj,
who lives in a small room in Nehrunagar, was looking for a job to spend on
accommodation and lodging. He got the job of turning a dog from the rich people living in mukherjeenagar nearby. He got 300-400 rupees for one dog. Manoj started
moving the dogs and prepared for the UPSC with
4-5 home owners.
Meanwhile, Vikas Devkirti of the Drashti
Academy met sir. Who helped Manoj with no fee.
In the intervening period, Manoj has also
earned a post graduation as well as net JRF and Ph.D. But he did it. He did a doctorate in journalism, inspired by the country's famous
journalists.
But the goal
was upsc. He had made a great preparation
and cleared the prelims and mains on the first
attempt, but could not get through the verbal interview.
Manoj went to a successful upsc party and was also
humiliated.
'The
classXII faillabel'did
not leavehim behind. Manoj decided thatsomething
concrete had to be done to remove the classXII
fail label.
You will be surprised to know that because of
the poor English, Manoj was allowed to keep him with a translator for the oral
interview of upsc.A members ofthe Chiyan Committee asked Manoj.,
"If you don't know
English, how will the administration run...?"
Manoj Sharma was a little disappointed. The
members asked him to drink water. Manoj Sharma refusedto drink
water. When the members asked why, Manoj Sharma said that if i give water to
the glass instead of the glass, I would drink it. The member's gall went away.
Water was in the glass or in a steel glass. Manoj Sharma said, 'Sir, I want to, say that
too.
One of the members asked another question.
"We have the best iim and IIT students available here. So why should we choose you...?"
Manoj Sharma replied, "Ifthe 12 failed students have
reached this point, they will have some skill."
The last question in the interview was that
this was your last attempt. If you are not selected...?
Manoj Sharma replied,, "I will do anything else.
Manoj Sharma's positivity touched the members
and he was selected.
Then, at 12 pm, Manoj
went to Vikassar's house, which was coaching himself free of
charge, and knocked on the door. Sir opened the door. Manoj Sharma touched his
feet and put the 500 rupee note at his feet
and said that he was paid his first salary.
Shraddha then cleared
the UPSC and
is now the Joint Commissioner of Income Tax department.
Manoj
and Shraddha got married in 2005and today
the couple alsohave a son named
Manas.
Manoj
Sharma completed his training and served as SP in
Garhchiroli,, Chandrapur,, Kolhapur,, Nagpur, maharashtra, dcp of
South Mumbai and then as Joint Commissioner of Police and now as DIG.
Anurag
Pathak, a partner of Manoj Sharma's struggle and a
roommate for 15 years during his studies,has written a novel on Manoj Sharma's life struggle 'called'Twealth Fail'' 'Hara Wahi Jo Laa' no.
The book is currently making a splash in the
market as a best seller.
Manoj
Sharma, who is an inspiration for the youth preparing for UPSC in various tvinterviews, says:,
-Be honest,, don't be afraid.
-Success requires risk.
Those who do not take risks never win.
-Make good, be
in a good environment,, prepare
in a good environment, work, learn
to fight. Your win is sure.
-Waste two minutes of writing the highlight
if you want to write a 25 minute question. Force the person who sees the
paper to read the answer.
-Youcan
definitely achieve success through, guidance and honesty.
-Understand and explain
in simple language.
-We begin the journey
of doing something in our lives. The journey ends when the target is met. This
is a journey from failure to success.
-There should be no
doubt in life. Fight and win.
When you prepare with determination, you have
unlimited energy and amazing strength. You have the confidence to win the
battle. Resolve and win the battle.
-Stick to the decision
you make. Stay tuned. Then how much you fly doesn't matter. But flying your wings
definitely strengthen. This is a battle
to strengthen the wings.
If
we send a rich and poor child to buy vegetables with a 500
rupee note, the poor child will bring more vegetables because he knows the
struggle.
-Be loyal and honest
with yourself. It is necessary to have courage to overcome weakness. Be loyal
to yourself and your country.
-A pass or a failed
result either makes one perfect or useless. If we do not succeed in any
examination, life will not be lost. Your knowledge is a good thing for you in
every subject.
-I didn't know math or
English, but i don't know'you.
-The age of one's
studies is the same age as love. This is a problem. But whether you make that
love your weakness or strength depends on you.
-Love is much greater
than what we see. If you are joined by a positive person, the other person gets
positive energy.
-After his wife becomes
a friend, there is no charge or extradition. So be friends first and then love
and then get married.
Friends,
Manoj Sharma's journey is a journey from zero
to the summit. There are many strugglers like Manoj Sharma who has brought new
energy into the lives of every person who has failed or failed, who is
constantly inspiring and encouraging the society.
Salute to such warriors.
Friends, please
share how this post feels to you through comments and share with friends.
Friends,, thank you.
Original
હારા વહી જો
લડા નહિ'Success achieved through struggleઇન્ટરવ્યૂમાંપ્રશ્ન પૂછ્યો.