સરદાર વલ્લભભાઈ પટેલ
૩૧ ઓક્ટોબર ૧૮૭૫ નડિયાદ ગુજરાતમૃત્યુ : ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ મુંબઈ મહારાષ્ટ્ર
પ્રસ્તાવના
સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.
વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા.
તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા
જન્મ અને કૌટુંબિક જીવન
જન્મ અને કૌટુંબિક જીવનવલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી. તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા
તેમના લગ્ન.ઝવેરબા સાથે
૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.વલ્લભભાઈને નિશાળનું ભણતર પુરું કરવા નડીઆદ, પેટલાદ તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યાં. તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો - એક લોકવાયકા પ્રમાણે તેમણે પોતાને થયેલાં એક ગુમડાંને જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું કે જે કરતા હજામ પણ થથર્યો હતો. વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી - તેમને વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતું.
વલ્લભભાઈ અને ઝવેરબાના બે સંતાનો
વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના બાર (વકીલ મંડળ) માં નામ નોંધાવ્યું. તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કિર્તી મેળવી. તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો - ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સુશ્રુષા પણ કરી હતી, પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરતજ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડીઆદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા (બીજા વૃત્તાન્ત પ્રમાણે તેમણે આ સમય જીર્ણ થઈ ગયેલા એક મંદિરમાં વ્યતીત કર્યો હતો) કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા.
મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો
વલ્લભભાઈએ ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાંકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.
પત્ની ઝવેરબાનું અવસાન
૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા. બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા. વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા.
ઈંગ્લેન્ડ માં શિક્ષણ
૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. તેઓ યુરોપિય શૈલીના કપડાં પહેરતાં તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા. તેમણે એવી મહત્વકાંક્ષા રાખેલ કે જેમાં તેમને પોતાની વકીલાતથી ખુબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું. તેમની પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ સાથે એક સમજુતી હતી કે જેના થકી તેમના મોટા ભાઈ મુંબઈ પ્રેસિડંસીમાં રાજકારણી તરીકે ઉતરે અને તે સમયે વલ્લભભાઈ ઘરની જવાબદારીઓ પુર્ણ કરે.
વલ્લભભાઈ અમદાવાદમાં પહેલી ચુંટણીમાં જીત્યા
આઝાદીની લડતમિત્રોના આગ્રહને માન આપી વલ્લભભાઈ ચુંટણીમાં ઉતરી ૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે ચુંટાઈ આવ્યા. તેમના બ્રિટિશ અધીકારીઓ સાથે સુધરાઈ બાબત થતા મતભેદો છતાં તેઓને રાજકારણમાં બહુ રસ ન હતો. મોહનદાસ ગાંધીની બાબતમાં સાંભળીને તેમણે મવલંકરને મજાકમાં કહ્યું હતું કે “પુછશે કે ઘઉંમાંથી કાંકરાં વિણતા આવડે છે અને એનાથી દેશને આઝાદી મળશે” પણ ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય વિસ્તારના શોષિત ખેડુતો માટે બ્રિટિશ સામ્રાજ્યની અવમાન્યા કરી ત્યારે વલ્લભભાઈ તેમનાથી ખુબ પ્રભાવિત થયા હતા. ત્યારના ભારતીય રાજકારણના ચલણથી વિરુધ્ધ ગાંધીજી ભારતીય ઢબના કપડા પહેરતા તથા અંગ્રજી, કે જે ભારતીય બુદ્ધિજીવીઓની સાહજીક ભાષા હતી, તેના બદલે માતૃભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપતા. વલ્લભભાઈ ખાસ કરીને ગાંધીજીના નક્કર પગલાં ભરવાના વલણ તરફ આર્કષાયા હતા – જેમાં રાજકીય નેતા ઍની બૅસન્ટની ધરપકડને વખોડતો પ્રસ્તાવ મુકવા સિવાય ગાંધીજીએ તેમને મળવા સ્વયંસેવકોને શાંતિપ્રિય કુચ કરવા પણ કહ્યું હતું.
બોરસદમાં સત્યાગ્રહ
વલ્લભભાઈએ તેમના સપ્ટેમ્બર ૧૯૧૭ના બોરસદમાં આપેલાં ભાષણમાં દેશભરના ભારતીયોને ગાંધીજીની અંગ્રેજો પાસેથી સ્વરાજની માંગણી કરતી અરજીમાં સહભાગી થવા માટે આવાહન કર્યું હતું. એક મહીના પછી ગોધરામાં આયોજીત ગુજરાત રાજનૈતિક મહાસભામાં ગાંધીજીને મળ્યા બાદ તથા તેમના તરફથી પ્રોત્સાહન મળ્યા બાદ વલ્લભભાઈ ગુજરાત સભાના સચિવ બન્યા કે જે આગળ ચાલીને ઈંડિયન નેશનલ કોંગ્રસની ગુજરાતી શાખામાં પરીર્વતીત થઈ હતી. વલ્લભભાઈએ હવે 'વેઠ' – ભારતીયો દ્વારા યુરોપિયનોની ફરજીયાત બેગારી સામે સ્ફુર્તિથી લડ઼વાનું ચાલુ કરી દીધુ હતું તથા ખેડા જિલ્લામાં થયેલા પ્લેગના અતિક્રમણ અને દુષ્કાળથી રાહત આપતા પગલાઓ ભરવાનું ચાલુ કર્યું હતું.
ખેડા સત્યાગ્રહ
ખેડા જિલ્લાના ખેડુતોને કર માંથી રાહત આપવની વિનંતીને અંગ્રેજ સરકાર ઠુકરાવી ચુકી હતી અને તેથી ગાંધીજીએ તેની સામે લડત આપવાની સંમતી આપી. તેઓ પોતે ચંપારણ્યમાં વ્યસ્ત હોવાથી આ લડતનું નેતૃત્વ ન કરી શક્યા અને તેથી તેમણે જ્યારે એક ગુજરાતી સક્રિય કાર્યકરને આ કામ માટે પોતાની જાતને સમર્પિત કરવાની હાકલ કરી ત્યારે વલ્લભભાઈએ સ્વેચ્છાથી પોતાનું નામ આગળ ધર્યું જે વાતની ગાંધીજીને ખુશી હતી. તેમણે આ નિર્ણય ત્વરિત કર્યો હોવા છતાં પાછળથી વલ્લભભાઈએ કહ્યું હતું કે એ ઈચ્છા તથા પ્રતિબધ્ધતાને અનુસરવાના તેમના નિર્ણય પર પહોંચતા પહેલા તેમણ ખુબ આત્મચિંતન કર્યું હતું, કારણકે તેના માટે તેમણે પોતાની વકીલાતની કારકિર્દી તથા ભૌતિક મહત્વકાંક્ષાઓનો ત્યાગ કરવાનો હતો.ગુજરાતનો સત્યાગ્રહનરહરિ પરીખ, મોહનલાલ પંડ્યા તથા અબ્બાસ તૈયબજી જેવા કોંગ્રેસી સ્વયંસેવકોના સહયોગ સાથે વલ્લભભાઈએ ખેડા જિલ્લાના ગામે ગામ ફરી ગામવાસીઓના દુ:ખ તથા તકલીફોની નોંધ કરી તેમને બ્રિટિશ સરકારને કર નહીં ભરીને રાજ્યવ્યાપી બળવામાં સહભાગી થવા કહ્યું. તેમણે સંભાવિક મુશ્કેલીઓ વચ્ચે પુર્ણ એકતા તથા ઉશ્કેરણી સામે અહિંસા આચરવાને મહત્વ આપ્યું હતું. તેમને મોટાભાગે પ્રત્યેક ગામમાંથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો.[૧૩] જ્યારે બળવાનું એલાન થયું અને કર નહીં ભરાયો ત્યારે અંગ્રેજ સરકારે મિલ્કત, તબેલાના પશુઓ તેમજ આખે આખાં ખેતરો જપ્ત કરવા પોલીસ તથા ઘમકી આપવાવાળી પઠાણોની ટુકડીઓ મોકલી.
ચૌરી ચૌરાની ઘટના
વલ્લભભાઈએ પ્રત્યેક ગામના રહેવાસીઓને તેમની મુલ્યવાન વસ્તુઓ છુપાવવા તથા પોલીસના છાપામાં સ્વરક્ષણમાં મદદ કરી શકે તેવા સ્વયંસેવકોની એક ટોળકી બનાવી હતી. હજારો કાર્યકર્તા તથા ખેડુતોની ધરપકડ કરવામાં આવી, પણ પટેલને બંદી બનાવવામાં ન આવ્યા. બળવાને ભારતભરમાં સહાનુભુતિ તેમજ પ્રસંશા મળવા માંડી અને તે ગુટમાં બ્રિટિશ સરકારની તરફેણ કરવાવાળા રાજનિતિજ્ઞોનો પણ સમાવેશ થયો. બ્રિટિશ સરકાર વલ્લભભાઈ સાથે સમજુતિ કરવા તૈયાર થઈ અને વરસ માટે કર નહીં ભરવા તથા તેનો દર ઓછો કરવા તેણે મંજુર થવું પડ્યું. આ ઘટના બાદ પટેલ ગુજરાતીઓ માટે નાયક તરીકે ઉભરી આવ્યા તથા ભારતભરમાં તેમના વખાણ થયા ૧૯૨૦માં તેઓ નવ-રચિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ તરીકે ચુંટાયા કે જેનો કારભાર તેમણે ૧૯૪૫ સુધી સંભાળ્યો. ગાંધીજીની અસહકાર ચળવળના સમર્થનમાં વલ્લભભાઈએ રાજ્યભરમાં પ્રવાસ કરી ૩ લાખ સભ્યો ભરતી કર્યા તથા રુ.૧૫ લાખનું ભંડોળ ઉભું કર્યું. તેમણે અમદાવાદમાં અંગ્રેજી વસ્તુઓની હોળીઓ કરવામાં મદદ કરી તથા તેમાં પોતાના બધા અંગ્રેજી શૈલીના કપડાઓ નાંખી દીધા. તેમણે પુત્રી મણીબેન તથા પુત્ર ડાહ્યાભાઈ સાથે સંપુર્ણ ખાદી પહેરવાનું ચાલુ કર્યું. ચૌરી ચૌરાની ઘટના બાદ અસહકાર ચળવળને તત્પુર્તી બંધ કરવાના ગાંધીજીના નિર્ણયને પણ વલ્લભભાઈએ સમર્થન આપ્યું. ત્યાર બાદના વર્ષો દરમ્યાન તેમણે ગુજરાતમાં મદિરાપાનના અતિરેક, અસ્પૃશ્યતા તેમજ જાત-પાતના ભેદભાવના વિરોધમાં તથા નારી અધીકારની તરફેણમાં વિસ્તૃત કામ કર્યું. કોંગ્રેસમાં તેઓ સ્વરાજીય ટીકાકારોની વિરુધ્ધમાં ગાંધીજીના દૃઢ સમર્થક રહ્યા.
વલ્લભભાઈ અમદાવાદ સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા
વલ્લભભાઈ ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમ્યાન અમદાવાદને મહત્વની વધારાની વિજળી પુર્તી આપવામાં આવી, ત્યાંની શાળા પદ્ધતિમાં ધરખમ સુધારાઓ થયા અને ત્યાંની જળ-કચરાના નિકાસ વ્યવસ્થામાં આખા શહેરને આવરી લેવાયું. રાષ્ટ્રવાદીઓ દ્વારા સ્થાપવામાં આવેલી શાળાઓ (જે બ્રિટિશ સરકારના નિયંત્રણની બહાર હતી) માં ભણાવતા શિક્ષકોની માન્યતા અને પગાર માટે તેઓ લડ્યા હતાં તથા તેમણે હિંદુ-મુસ્લિમના સંવેદનશીલ મુદ્દાને પણ હાથ ધર્યો હતો.[૧૬] ૧૯૨૭માં થયેલી અનરાધાર વર્ષાને કારણે આવેલા પુરમાં અમદાવાદ શહેર તથા ખેડા જિલ્લામાં થયેલી જાન-માલની તારાજીને પહોંચીવળવા તેમણે સહાયતા અભિયાનનું સંચાલન કર્યું. તેમણે જિલ્લામાં નિરાશ્રીતો માટે કેંદ્રો ખોલ્યા - ખોરાક, દવા તેમજ કપડાંની ઉપલબ્ધી કરાવી આપી તથા સ્વયંસેવકો ઉભા કરી સરકાર તથા જનસમુદાય પાસેથી તાત્કાલિક નાણાં ભેગા કરી આપ્યા.
નાગપુરમાં સત્યાગ્રહ
૧૯૨૩માં જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે કોંગ્રેસીઓએ સરદાર પટેલને ભારતીય ધ્વજને નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની કરવા કહ્યું. વલ્લભભાઈએ દેશભરમાંથી હજારો સ્વયંસેવકોને એકઠા કરી ધ્વજવંદન આયોજ્યું. તેમણે વાટાઘાટો દ્વારા બંદીઓની મુક્તિ કરાવી તથા રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી. તે વર્ષ દરમ્યાન પાછળથી વલ્લભભાઈ તથા તેમના કાર્યકરમિત્રોએ મળીને પુરાવા એકઠા કર્યાં કે જેના પ્રમાણે સરકાર ડાકુઓ સામે લડવા માટે વધારાનો કરવેરો નાંખવાની પેરવીમાં હતી તેજ સમય દરમ્યાન પોલીસ બોરસદ તાલુકાના સ્થાનિક ડાકુઓ સાથે મળેલી હતી. ૬૦૦૦થી પણ વધુ લોકો વલ્લભભાઈના ભાષણને સાંભળવા એકઠા થયા હતા અને બિન-જરૂરી તેમજ અનૈતિક ઠરાવેલાં આ વધારાના કરની સામે પ્રસ્તાવિત વિરોધ ચળવળને સમર્થન આપ્યું. વલ્લભભાઈએ હજારો કોંગ્રેસી કાર્યકરોને ભેગા કર્યા તથા આજુબાજુના તાલુકાઓ વચ્ચે સુચનાઓની આપ-લે ચાલુ કરાવી. તાલુકાના દરેક ગામે કર ભરવાનો પ્રતિકાર કર્યો અને સંયુક્ત રહીને જમીન અને મિલ્કતને સરકારના કબ્જા હેઠળ જતા અટકાવી. એક લાંબી લડત બાદ સરકાર વધારાનો કરવેરો પાછો ખેંચવા તૈયાર થઈ. ઇતિહાસકારોનું માનવું છે કે આ લડતમાં વલ્લભભાઈની મુખ્ય ભુમિકા જુદી જૂદી જાત-પાતના લોકોને કે જેઓ ભિન્ન સામાજીક અને આર્થિક પાર્શ્વભૂમિથી સંકળાયેલા, તેમને સાથે લાવી તેમની વચ્ચે સુમેળ તથા વિશ્વાસ બેસાડવાની રહી.
બારડોલીમાં સત્યાગ્રહ
એપ્રિલ ૧૯૨૭માં અમદાવાદ સુધરાઈની તેમની જવાદારીઓમાંથી બહાર નીકળી વલ્લભભાઈ આઝાદીની ચળવળમાં પાછા જોડાયા જ્યારે બારડોલીમાં કપરો દુષ્કાળ પડ્યો હતો અને ભારે કર વધારો કરવામાં આવ્યો હતો. મોટાભાગનું ગુજરાત દુષ્કાળની ઝપેટમાં આવ્યુ હોવા છતાં આ કર વધારો ખેડા જીલ્લમાં કરેલા પહેલા વધારા કરતા પણ વધુ હતો. ગામવાસીઓના પ્રતિનિધિઓની સાથેની વાતચીત દરમ્યાન તેમને આગામી મુશ્કેલીઓની પુરતી ચેતવણી આપ્યા બાદ તથા અહિંસા અને એકતાની ઉપર પુરતો ભાર મુક્યા પછી તેમણે સત્યાગ્રહની ધોષણા કરી – કર અદાયગીનો પુર્ણ બહીષ્કાર.
‘સરદાર’ નું બિરુદ
વલ્લભભાઈએ સંબંધિત વિસ્તારોમાં સ્વયંસેવકો, શિબિરો તથા માહિતીની આપ-લેની ગોઠવણ કરી. ખેડા જિલ્લામાં થયેલા કર બહિષ્કાર સત્યાગ્રહ કરતા પણ આ વખતે વધુ પ્રતિસાદ મળ્યો અને રાજ્યભરમાં સહાનુભુતિક ટેકો આપતા અન્ય સત્યાગ્રહો આયોજાયા. ધરપકડો તથા જમીન-મિલ્કતની જપ્તીઓ થઈ હોવા છતાં સત્યાગ્રહે જોર પકડ્યું. ઓગસ્ટ મહીના સુધીમાં સ્થિતિ તેની ચરમ સિમાએ પહોંચી ગઈ હતી અને ત્યારે મુંબઈ સરકારમાં ફરજ બજાવતા એક સહાનુભુતિક પારસીની મધ્યસ્થતાથી વલ્લભભાઈ સમજુતી માટે રાજી થયાં કે જેના થકી કર વધારો પાછો ખેંચાયો, સત્યાગ્રહની તરફેણમાં જે સરકારી અધિકરીઓએ રાજીનામા આપ્યા હતા તેમની ફરી નિમણુક થઈ તથા જપ્ત કરેલી જમીન-મિલ્કત પરત કરાઈ. આ બારડોલી સત્યાગ્રહ દરમ્યાન તથા તેમાં વિજય મેળવ્યા બાદ વલ્લભભાઈ વધુ ને વધુ લોકોથી ‘સરદાર’ના નામે સંબોધાવા લાગ્યા.
કાયરતા એ આપણી નબળાઇ છે, દુશ્મન સામે છપ્પનની છાતી રાખો.
સરદાર પટેલે ભારતના ભાગલા સમયે કહ્યું હતું કે, "કાયરતા એ આપણી નબળાઇ છે, દુશ્મન સામે છપ્પનની છાતી રાખો." આપણે સહુ જાણીએ છીએ કે કાશ્મીર મુદ્દે સરદાર અને નહેરૂ વચ્ચે મતભેદો હતા. દેશના ભાગલા સમયે જ્યારે બ્રિટિશ સરકારે સત્તા છોડી ત્યારે લોર્ડ માઉન્ટબેટને કાશ્મીરના મહારાજાને હિંદી સંઘ અથવા પાકિસ્તાનમાંથી એકમાં ભળી જવાની સલાહ આપી હતી રાજા હરિસિંહજીએ તેમની અવગણના કરી હતી. મહારાજાએ પાકિસ્તાન સાથે અમુક કરારો કર્યા પરંતુ વિધિવત જોડાણ ન કર્યું જેથી પાકિસ્તાન ગુસ્સે થયું અને કાશ્મીર સાથેનો તમામ વ્યવહાર અટકાવી દીધો. આ સમયે જીવન-જરૂરી પુરવઠો મેળવવા માટે કાશ્મિર ભારત તરફ વળ્યું અને પાકિસ્તાનને લાગ્યું કે કાશ્મિર તેમનાં હાથમાંથી છુટીને ભારત પાસે સરકી જશે, અને આ ભય હેઠળ પાકિસ્તાને કાશ્મીરની સરહદ ઉપર છમકલાં કરવાની શરૂઆત કરી. ૨૩ ઓકટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાને મોટાપાયે હુમલો કર્યો અને તેનુ સૈન્ય શ્રીનગરથી આશરે ૬૫ કિ.મી. દૂર સુધી પહોંચી ગયું. આ કટોકટીભરી સ્થિતિમાં મહારાજા હરિસિંહજીએ સરદારનો સંપર્ક સાધ્યો. સરદારતો આવા કોઇપણ આમંત્રણની રાહ જ જોઇ રહ્યા હતા. તેમણે તાબડતોબ મેનનને વિમાનમાં જમ્મુ મોકલ્યા અને મહારાજાએ હિંદી સંઘ સાથેના જોડાણખત ઉપર સહી કરી આપી અને લશ્કરી મદદની માંગણી કરી.
કાશ્મીર પ્રશ્ને સરદાર પટેલનું મંતવ્ય
સરદાર પટેલને આ સમાચાર મળતાં જ તેમણે લોર્ડ માઉન્ટ બેટન અને નહેરૂ સાથે મસલત કરી હવાઇ માર્ગે લશ્કર કાશ્મીર મોકલ્યું, પાકિસ્તાની સૈન્યએ ૨૬ ઓક્ટોબરને દિવસે શ્રીનગરમાં ઇદ ઉજવીને પોતાનો વિજય જાહેર કરવાનું ફરમાન કરી દીધું હતું, પરંતુ તે સાંજે જ ભારતીય લશ્કરનાં ધાડા ઉતરી પડ્યાં. ઘમાસાણ યુદ્ધ થતા પાકિસ્તાની સૈન્યએ પીછેહઠ કરવી પડી, પરંતુ કાશ્મીર પ્રશ્ને બંને દેશનાં ગવર્નર જનરલો તથા બે વડાપ્રધાનો વચ્ચે કોઈ સમજુતી થઇ શકી નહીં. બંને સરકારોએ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં સામેવાળા લશ્કરને પાછું ખેંચવાની માંગણી કરી, પરંતુ બંનેની હઠના કારણે ત્યાં પણ કોઇ નિર્ણય થઈ શક્યો નહી. લોર્ડ માઉન્ટબેટને બ્રિટિશ વડાપ્રધાનને 'અંગત મધ્યસ્થી' માટે પ્રયાસ કરવા વિનંતિ કરી પરંતુ તેમણે એમ કરવાની ના પાડી અને સંયુક્ત રાષ્ટ્રસંઘનાં શરણે જવા સુચવ્યું. અંતે લોર્ડ માઉન્ટબેટનની સલાહથી હિંદ સરકારે સંયુકત રાષ્ટ્રસંઘ પાસે કાશ્મીરનો પ્રશ્ન રજૂ કરવાનો નિર્ણય કર્યો. આ ઝઘડો બહારની સંસ્થા સમક્ષ લઇ જવાના નિર્ણયથી ગાંધીજી ખુશ નહોતા, તેમણે ચેતવણી આપી હતી કે, 'એથી કેવળ વાંદરાનો ન્યાય જ મળશે.'જ્યારે ગાંધીજીએ દાંડીસત્યાગ્રહ ચાલુ કર્યો ત્યારે સરદારની રાસ ગામમાંથી ધરપકડ કરી તેમની ઉપર સાક્ષી, વકીલની કે પત્રકારોની ગેરહાજરીમાં મુકદમો ચલાવવામાં આવ્યો. પહેલા સરદાર અને ત્યાર બાદ ગાંધીજીની ધરપકડથી સત્યાગ્રહે વધુ જોર પકડ્યું અને જ્યાં સુધી બન્નેને છોડવામાં નહીં આવ્યા ત્યાં સુધી ગુજરાતના જિલ્લાઓએ કર વિરોધી ચળવળ ચલાવી જેલમાંથી છુટ્યા બાદ સરદાર વચગાળાના કોંગ્રેસ પ્રમુખ બન્યા પણ તરતજ મુંબઈમાં એક સરઘસની આગેવાની કરતી વખતે તેમની પાછી ધરપકડ કરવામાં આવી. ગાંધી-ઇરવિન કરાર પર સહી થયા બાદ સરદારને કોંગ્રેસના ૧૯૩૧નાં કરાચી અધિવેશનમાં પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા કે જ્યાં કોંગ્રેસે સમજુતીની બહાલી કરી જેના પ્રમાણે તે મુળભુત હક્કો અને માનવીય સ્વતંત્રતાઓ, બિનસાંપ્રદાયિક દેશ માટેની કલ્પના તથા ન્યૂનતમ વેતનની બહાલી અને અસ્પૃશ્યતા તથા ખેતગુલામીને નાબુદ કરવા પ્રત્યે કટીબદ્ધ રહેશે. સરદાર તેમના હોદ્દોનો ઉપયોગ કરી ગુજરાતના ખેડુતોની જપ્ત થયેલી જમીન પરત અપાવવાનું આયોજન કરી આપ્યું. લંડનની ગોળમેજી પરીષદ નિષ્ફળ નીવડતા વેંત આઝાદી માટેની ચળવળને પુન: જોર મળ્યું
સરદારની ધરપકડ કરી તેમને યરવડાં જેલમાં
જાન્યુઆરી ૧૯૩૨માં ગાંધીજી તેમજ સરદારની ધરપકડ કરી તેમને યરવડાં જેલમાં રાખવામાં આવ્યા. તેમના જેલવાસ દરમ્યાન સરદાર અને ગાંધીજી વચ્ચે સ્નેહ, વિશ્વાસ તથા નિખલાસતાનો બંધન બંધાયો કે જેને મોટાભાઈ – ગાંધીજી અને તેમના નાના ભાઈ સરદાર વચ્ચેના બંધુત્વ તરીકે વર્ણવી શકાય. ગાંધીજી સાથે થતી સરદારની અવારનવાર દલીલો છતાં તેમને ગાંધીજીની સહજ વૃત્તિ તથા આગેવાની પ્રત્યે માન હતું. જેલવાસ દરમ્યાન બન્ને રાષ્ટ્રીય તેમજ સામાજીક મુદ્દાઓ ઉપર ચર્ચા કરતા, હિંદુ મહાકાવ્યો વાંચતા તથા વિનોદી ટુચકાઓ કહેતા. ગાંધીજીએ તેમને સંસ્કૃત ભાષા પણ શિખવી હતી. ગાંધીજીના સચિવ મહાદેવ દેસાઈ બન્ને વચ્ચેની વાર્તાલાપની વિસ્તૃત નોંધ રાખતા.[૨૪] હરીજનોને વેગળા અપાયેલા મતદારમંડળના વિરોધમાં ગાંધીજી જ્યારે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા ત્યારે સરદારે તેમની દેખરેખ કરી હતા તથા પોતે પણ અન્નનો ત્યાગ કરી તેમાં જોડાયા હતા.[૨૫] પછીથી સરદારને નાસિક જેલમાં ખસેડવામાં આવ્યા કે જ્યાં ૧૯૩૪માં તેમનાં મોટાભાઈ વિઠ્ઠલભાઈના દેહાંત બાદ તેમની અંતિમક્રિયામાં ભાગ લેવા બ્રિટિશ સરકારે સરદારને થોડા દિવસો માટે મુક્ત કરવાની તૈયારી દાખવી હોવા છતા તેમણે તે સ્વીકારી ન હતી. ૧૯૩૪ અને ૧૯૩૭માં સરદારે અખિલ ભારતીય ચુંટણી માટેના કોંગ્રેસી પ્રચારનું નેતૃત્વ કર્યું હતું કે જેમાં તેઓએ નાણાં એકઠા કરાવ્યા, ઉમેદવારોની પસંદગી કરી તથા મુદ્દાઓ અને પ્રતિસ્પર્ધિ તરફ કોંગ્રેસના વલણને નિશ્ચિત કર્યું.[૨૬] પોતે ચુંટણીમાં ઉભા ન હોવા છતાં તેમણે અન્ય કોંગ્રેસીઓને પ્રાંતિય તેમજ રાષ્ટ્રીય ચુંટણી જીતવામાં માર્ગદર્શન પુરું પાડ્યું હતું. હરસ માટેની શસ્ત્રક્રિયા કરાવ્યા છતાં ૧૯૩૭માં તેમણે બારડોલીમાં પ્લેગ તથા દુષ્કાળના અતિક્રમણ સામેના રાહતના કાર્યોમાં માર્ગદર્શન આપ્યું. તેમણે ચુંટણીમાં જીતેલા કોંગ્રેસી મંત્રીઓને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું કે જેનાથી પાર્ટીમાં શિસ્ત જળવાઈ રહી. સરદારને ડર હતો કે અંગ્રજો ચુંટાયેલા કોંગ્રેસીઓ વચ્ચે મતભેદો ઉભા કરવામા કસર બાકી નહીં રાખે કે જેના લીધે પુર્ણ સ્વરાજના ધ્યેય ઉપરથી ચુંટાયેલા કોંગ્રેસીઓનું ધ્યાન હટી જાત.
સુભાષચંદ્ર બોઝ ગાંધીજીની વિરોધમાં
૧૯૩૬ના કોંગ્રેસ અધિવેશન દરમ્યાન નેહરુની સમાજવાદને અપનાવાની ઘોષણાની વિરુધ્ધ તેમના નેહરુ સાથે મતભેદો ઉભા થયા. ૧૯૩૮માં, ત્યારના કોંગ્રસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝના ગાંધીજીની અહીંસાને લગતા સિદ્ઘાંતોથી વિમુખ થવાના પ્રયત્નોનો સરદારે બીજા કોંગ્રેસીઓ સાથે મળીને વિરોધ કર્યો. તેઓ બોઝને સરમુખત્યારશાહ તથા પાર્ટી ઉપર વધુ વર્ચસ્વ સાધવાની ઈચ્છા ધરાવતા હોય તેમ માનતા. સરદારે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને લઈ વિરોધ દર્શાવ્યો કે જેના લીધે બોઝે રાજીનામું આપવું પડ્યું હતુ. પણ બોઝના સમર્થકો, સમાજવાદીઓ તથા બીજા કોંગ્રેસીઓ પાસેથી તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો કે જેમના પ્રમાણે પટેલ પોતે ગાંધીજીના સત્તાધિકારને બચાવવા સરમુખત્યારની જેમ વર્તી રહ્યા હતા.જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ગાંધીજીના મતની વિરુદ્ધ જઈ સરદારે કેન્દ્રીય તથા પ્રાંતિય ધારાસભામાંથી કોંગ્રેસના નીકળી જવાના નેહરુના નિર્ણયનું સમર્થન કર્યું હતું તથા ચક્રવર્તી રાજગોપાલાચારીની એ પહેલ કે જેના પ્રમાણે જો અંગ્રેજ સરકાર યુદ્ધ પછી જો તરતજ લોકશાહીની સરકાર સ્થાપવા તૈયાર હોય તો કોંગ્રેસ તેનુ પુર્ણ સમર્થન યુદ્ધ દરમ્યાન આપે, તે પહેલને પણ ટેકો આપ્યો હતો.ગાંધીજીનો યુદ્ધ સામે નૈતિક વિરોધ હવાથી તેમણે અંગ્રેજ સરકારને કોઈપણ જાતનો ટેકો આપવાની તરફેણમાં ન હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોની સામે લશ્કરી મોર્ચો બાંધ્યો હતો. અંગ્રેજોએ રાજગોપાલાચારીની પહેલ ઠુકરાવી દીધી ને સરદારે પાછી ગાંધીજીની આગેવાની સ્વીકારી.[૨૮] તેઓ ગાંધીજીએ આપેલા વ્યક્તિગત અસહકારની હાકમાં સહભાગી થયા અને
૧૯૪૨માં ક્રિપ્સ મિશનને
૧૯૪૦માં તેમની ૯ મહીના માટે ધરપકડ કરવામાં આવી. તેમણે ૧૯૪૨માં ક્રિપ્સ મિશનને આપેલી સુચનાઓનો પણ વિરોધ કર્યો હતો. આ દરમ્યાન જેલમાં તેમનું ૯ કિલો જેવું વજન ઘટ્યું હતું શરુઆતમાં જ્યારે નેહરુ, રાજગોપાલાચારી તેમજ મૌલાના આઝાદએ અંગ્રેજોને ભારત છોડાવવા માટે ગાંધીજીની ભારત છોડોની હાકાલની ટીકા કરી હતી ત્યારે સરદાર તેના ઉત્સાહી સમર્થક હતા. તેમની દલીલ હતી કે જેમ અંગ્રેજોએ સિંગાપુર તથા બર્મામાંથી પિછેહઠ કરી હતી તેમજ તેઓ ભારતમાંથી પણ કરશે અને ભારત છોડોની શરુઆત તુરંત થવી જોઈએ.
સરદારની હાકલ : અંગ્રેજો તુરંત ભારત છોડીને ચાલ્યા જાવ
અંગ્રેજો તુરંત ભારત છોડીને નહી જાય તે વાતથી વાકેફ હોવા છતાં સરદાર ખુલ્લા બળવાની તરફેણમાં હતા કારણકે તેમને એમ હતું કે વિશ્વયુદ્ધ પ્રત્યેના અલગ અલગ અભિગમોમાં વહેચાએલાં લોકોને આવો બળવો ઉત્તેજીત કરી એકજુટ કરશે. તેમના મતે ખુલ્લા બળવાનો એક ફાયદો એ પણ હતો કે તેનાથી અંગ્રેજ સરકારે માનવું પડત કે તેમના રાજનું ભારતમાં કોઈ સમર્થન ન હતું તથા તેમણે ભારતીયોને સત્તા સોંપવાનું કામ ઝડપથી ચાલુ કરી દેવું જોઈએ. બળવામાં પોતાનો પુર્ણ વિશ્વાસ હોવાથી જો તેને કોંગ્રેસ તરફથી સમર્થન ન મળે તો સરદારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની ઈચ્છા પણ દર્શાવી હતીગાંધીજીએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી ઉપર બળવાને સ્વીકૃતી આપવા દબાણ કર્યુ કે જેના પરીણામે સમિતીએ 7 ઓગસ્ટ 1942માં અસહકાર ચળવળને મંજુરી આપી હતી. જેલવાસ દરમ્યાન તેમની તબીયત કથળી હોવા છતાં સરદારે ભારતભરમાં મોટા જન સમુદાયોને લાગણીશીલ ભાષણો આપ્યા હતા કે જેમાં તેમણે લોકોને કર નહી ભરીને અસહકાર ચળવળમાં સામેલ થવા તથા મોટાપાયે ધરણા આયોજી સનદી સેવાઓને ઠપ કરવા કહ્યું હતું. તેમણે નાણાં એકઠા કર્યા તથા રાષ્ટ્રીય નેતાઓની ધરપકડનાં ભય સામે બીજી હરોળના સંચાલકો ઉભા કર્યા.
૧૦૦૦૦૦ લોકોની સામે ભાષણ
૭મી ઓગસ્ટે સરદારે મુંબઈની ગોવાળીયા ટેંક મેદાનમાં ૧૦૦૦૦૦ લોકોની સામે ભાષણ કરતા કહ્યુ હતું:“બર્માના ગવર્નર લંડનમાં શેખી હાંકે છે કે તેઓ બર્મામાં બધુ ધુળમાં મળી ગયા બાદજ ત્યાંથી નિકળ્યા હતા, તો શું તમે અમને પણ એજ વચન આપો છો?... તમે તમારા રેડીયો પ્રસારણ તથા છાપાઓમાં બર્મામાં સ્થપાયેલી સરકારને જાપાનીઓની કઠપુતળી તરીકે ઓળખાવો છો? તો તમારી દિલ્હીની સરકાર કેવી છે? જ્યારે યુદ્ધની મધ્યમાં ફ્રાંસ નાઝીઓની સામે હારી રહ્યું હતું ત્યારે શ્રી ચર્ચીલે ઈંગલેન્ડ સાથે તેના સમન્વયની દરખાસ્ત મુકી. અને તે દરખાસ્ત તો અલબત પ્રેરિત રાજનિતીજ્ઞતાનો દાખલો હતો. પણ જ્યારે ભારતની વાત આવે છે ત્યારે? નહીં નહીં! યુદ્ધ ગાળા દરમ્યાન બંધારણીય ફેરફારો? તે બાબતમાં વિચારી પણ ન શકાય... આ વખતનું ધ્યેય જાપાનીઓના આવ્યા પહેલા ભારતને આઞાદ કરાવવાનો તથા જો તેઓ આવે તો તેમને લડત આપવા તૈયાર રહેવાનો છે. તેઓ (અંગ્રેજો) નેતાઓને પકડી લેશે, બધા નેતાઓને પકડી લેશે. અને ત્યાર બાદ અહિંસાની હદમાં રહીને સૌથી વધુ પ્રયત્ન કરવાનું કર્તવ્ય પ્રત્યેક ભારતીયનું રહેશે.. બદા સ્ત્રોત્ર વપરાવા જોઈએ, કોઈ પણ હથિયાર બાકી ન રહેવું જોઈએ. આ તક જીવનભરમાં એકજવાર આવે તેવી બની રહેશે
મહાદેવ દેસાઈ તથા કસ્તુરબાના દેહાંતના સમાચાર
ઇતિહાસકારોનુ માનવું છે કે પ્રસ્તાવિત બળવાને શંકાની નજરે જોનારા રાષ્ટ્રવાદીઓને ઉત્તેજીત કરવામા સરદારનું આ ભાષણ જ કારણભુત થઈ રહ્યું હતું. તેમજ આ ગાળા દરમ્યાન સરદારના સંઘટન કાર્યને ઇતિહાસકારોએ ભારતભરમાં બળવાને સફળ બનાવવા પછાળનું મુખ્ય કારણ માન્યું.[૩૫] 9મી ઓગસ્ટે સરદારની ધરપકડ કરવામાં આવી અને તેમને સંપુર્ણ કોંગ્રસ કાર્યકરી સમિતીની સાથે ૧૯૪૨થી ૧૯૪૫ સુધી અહમદનગર કિલ્લાના કારવાસમાં બંદી તરીકે રાખવામાં આવ્યા હતા. ત્યાં તેઓ કપડાં કાંતતા, બ્રિજની રમત રમતા, મોટી સંખ્યામા પુસ્તકો વાંચતા, લાંબા ગાળા સુધી ચાલવા જતા તથા બગીચામાં કામ કરતા. બહારના સમાચારો તથા ગતીવિધીઓમાં થતા વિકાસની રાહ જોતા જોતા તેઓએ તેમના સહકાર્યકરોને ભાવનાત્મક ટેકો પુરો પાડ્યો. મહાદેવ દેસાઈ તથા કસ્તુરબાના દેહાંતના સમાચાર સાંભળી તેઓ ખુબ દુભાયા હતા.
પુત્રી મણીબેન ને કાગળ લખ્યો
સરદારે તેમના પુત્રીને એક કાગળમાં લખ્યું હતું કે તેઓ તેમજ તેમના સહકાર્યકરો “પુર્ણ શાંતિનો” અનુભવ કરી રહ્યા હતા કારણકે તેમણે ”પોતાની ફરજ” પુર્ણ કરી હતી.આંદોલનને અન્ય રાજકીય પક્ષોનો વિરોધ તેમજ અંગ્રોજ સરકારે આંદોલનને દાબવા માટે અપનાવેલા કઠોર વલણ છતા, વાઇસરોયે વિંસ્ટન ચર્ચીલને મોકલાવેલા એક તાર પ્રમાણે ભારત છોડો આંદોલન “૧૮૫૭ના બળવા બાદ સૌથી ગંભીર બળવો હતો”. એક લાખથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તથા હજારો લોકો પોલીસ દ્વારા કરવામા આવેલા ગોળીબારીમાં મૃત્યુ પામ્યા હતા. હડતાળો, ધરણા તથા અન્ય ક્રાંતીકારી ગતીવિધીઓ ભારતભરમાં ઉગી આવી હતી.
ગૃહમંત્રીની ભૂમિકામાં
૧૫ જુન ૧૯૪૫માં જ્ચારે સરદારને મુક્ત કરવામા આવ્યા ત્યારે તેમણે જાણ્યું કે અંગ્રેજો ભારતીયોને સત્તા સોંપવાના પ્રસ્તાવ ઉપર કામ કરી રહ્યા હતા.સ્વતંત્રતા, એકીકરણ તથા ગાંધીજીની ભૂમિકા૧૯૪૬માં કૉંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં સરદારે નેહરુની તરફેણમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. આ ચૂંટણીની મહત્તા એ હતી કે એમાં ચૂંટાઈ આવનારા પ્રમુખ, સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારના નેતા બનવાના હતા. જ્યારે ગાંધીજીએ ૧૬ રાજ્યોના પ્રતિનિધિઓ તથા કૉંગ્રેસને યોગ્ય ઉમેદવાર નીમવા જણાવ્યું ત્યારે ૧૬ માંથી ૧૩ પ્રતિનિધિઓએ સરદારનું નામ સુચવ્યું હતું. છતાં ગાંધીજીની ઈચ્છાને માન આપી સરદારે ભારતના પહેલા પ્રધાનમંત્રી બનવાની તક જતી કરી હતી. ગૃહમંત્રીની ભૂમિકામાં તેમણે કેંદ્રીય-તંત્ર હેઠળ ભારતનું એકીકરણ કર્યું, પણ માત્ર નેહરુને કારણે જમ્મુ કાશ્મીરનું પુર્ણ સમન્વય બાકી રહી ગયું. નેહરુના કૉંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ, સરદારે ભારતની સંવિધાન સભાની સામાન્ય ચૂંટણી માટે કૉંગ્રેસની તૈયારીઓને દીશા આપવા માંડી. ચૂંટણીમાં કૉંગ્રેસે હિંદુ મતદાર મંડળમાંથી બહુમતીની બેઠકો જીતી, પણ મુસ્લિમ મતદાર મંડળમાંથી મોહમ્મદ અલી જીન્નાના નેતૃત્વ હેઠળ મુસ્લિમ લીગને બહુમતીની બેઠકો મળી. મુસ્લિમ લીગે 1940માં પાકીસ્તાન માટેની માંગણીની ધોષણા કરી હતી તથા તેઓ કૉંગ્રેસના તીવ્ર ટીકાકાર હતા. સિંધ, પંજાબ તથા બંગાળને બાદ કરતા, કે જ્યા તેમણે બીજા પક્ષો સાથે ગઠબંધન કરી સરકાર બનાવી, બીજા બધા પ્રાંતોમાં કૉંગ્રેસે બહુમતીથી સરકાર બનાવી.
કૅબિનેટ મિશન તથા વિભાજન
જ્યારે અંગ્રેજ મિશને સત્તા સોંપણી માટે બે અલગ યોજનાઓ સુચવી ત્યારે તે બન્ને યોજનાઓનો કૉંગ્રેસમાં વિરોધ થયો. ૧૬ મે ૧૯૪૬ની યોજનાના પ્રસ્તાવ પ્રમાણે છુટ્ટા રાજ્યોનો સંઘ, કે જેમાં દરેક પ્રાંતને વિસ્તૃત સ્વાયત્તતા આપવામાં આવે તથા પ્રાંતોનું સામૂહીકરણ ધાર્મિક બહુમતીના આધારે કરવામાં આવે, તેવું સૂચવવામાં આવ્યું હતું. ૧૬ જૂન ૧૯૪૬ની યોજનાનાં પ્રસ્તાવ પ્રમાણે ભારતનું વિભાજન ધાર્મિકતાનાં આધારે કરવામાં આવે તથા ૬૦૦ રજવાડાઓને પૂર્ણ સ્વતંત્રતા કે પછી બેમાંથી કોઈ પણ એક રાજ્ય સાથે જોડાઈ જવાનો વિકલ્પ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ લીગે બન્ને યોજનાઓને માન્યતા આપી હતી, જ્યારે કૉંગ્રેસે ૧૬ જૂનની યોજનાનો સજ્જડપણે અસ્વીકાર કર્યો. ૧૬ મેની યોજનાની ટીકા કરતા ગાંધીજીએ તેને અંતગર્તરુપે વિભાજનાત્મક વર્ણવી હતી, આમ છતાં સરદારને જાણ હતી કે જો કૉંગ્રેસ તે યોજનાનો પણ અસ્વીકાર કરશે તો માત્ર મુસ્લિમ લીગને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવશે અને તેથી સરદારે કૉંગ્રેસ કાર્યકારી સમિતિને ૧૬ મેની યોજનાને મંજૂરી આપવા રાજી કરવા માટે મહેનત કરવા માંડી હતી. તેમણે અંગ્રેજ રાજદુતો, સર સ્ટ્રેફ્રોડ ક્રિપ્સ તથા લોર્ડ પૅથીક લોરેન્સ સાથે મંત્રણા કરીને તેમની બાંહેધરી મેળવી હતી કે સામૂહીકરણની જોગવાઈને લગતા કોઈપણ નક્કર પગલાં ભરવામાં નહીં આવે અને તેજ સમયે તેમણે નેહરુ, રાજેન્દ્રપ્રસાદ તેમજ રાજગોપાલાચાર્યને ૧૬ મેની યોજનાને મંજૂરી આપવા તૈયાર કરી લીધા. જ્યારે મુસ્લિમ લીગે ૧૬ મેની યોજના માટે પોતાની મંજુરી પાછી ખેંચી લીધી ત્યારે વાઇસરોય લોર્ડ વૅવલે કૉંગ્રેસને સરકાર બનાવવા માટેનું આમંત્રણ મોકલ્યું. નેહરુની પ્રમુખતા હેઠળ, કે જેમને વાઇસરોયની કારોબારી સમિતિના ઉપ-પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા, સરદારે ગૃહ બાબતો તથા માહિતી ને પ્રસારણ વિભાગોની દોરવણી સંભાળી હતી. તેઓ ૧, ઔરંગઝેબ રોડ, દિલ્હી ખાતે આવેલા સરકારી મકાનમાં રહેવા ગયા કે જ્યાં તેઓ ૧૯૫૦માં તેમાના દેહાંત પર્યંત રહ્યાં.
મહમ્મદ અલી જીન્ના અને સરદાર આમને સામને
સરદાર પટેલ એવા જુજ કૉંગ્રેસી નેતાઓમાંના એક હતા કે જેમણે ભારતના ભાગલાને મહમ્મદ અલી જીન્નાના નેતૃત્વ હેઠળ ચાલેલી મુસ્લિમ અલગાવવાદની ચળવળના ઉપાય તરીકે અપનાવી લીધો હતો. જીન્ના દ્વારા આયોજાયેલા ‘ડાયરેક્ટ ઍકશન ડૅ’ તેમને ખુબજ ધૃણાસ્પદ લાગ્યો હતો કે જેનાથી દેશભરમાં સાંપ્રદાયીક હિંસા વિફરી હતી, તેમજ બંધારણીયતાના આધારે હિંસા બંધ કરાવવાની તેમની ગૃહ ખાતાંની યોજનાને જ્યારે વાઇસરોયે તેમનો મતાધિકાર વાપરીને અમલમાં મુકાતા રોકી ત્યારે સરદાર ખુબ રોષે ભરાણા હતા. તેમણે મુસ્લિમ લીગના મંત્રીઓને સરકારમાં ભાગ આપવા, તેમજ કૉંગ્રેસની મંજૂરી વિના સામૂહીકરણની જોગવાઈની પરત માન્યતા આપવાના વાઇસરોયના નિર્ણયની આકરી ટીકા કરી હતી. મુસ્લિમ લીગે સરકારમાં આવ્યા પછી જ્યારે વિધાનસભાનો બહિષ્કર કર્યો તથા ૧૬ મેની યોજનાનો અસ્વીકાર કર્યો ત્યારે સરદાર ખુબ રોષે ભરાયા હોવા છતાં તેમને એ વાતની જાણ હતી કે જીન્નાને મુસ્લિમોનો લોકપ્રિય ટેકો હતો અને જીન્ના સાથે કે પછી રાષ્ટ્રવાદીઓની સાથે ખુલ્લા સંઘર્ષમાં ઉતરવાથી હિંદુ-મુસ્લિમ વચ્ચે આન્તરવિગ્રહની વિનાશક પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા હતી. સરદારના મત પ્રમાણે જો વિભાજીત તેમજ નબળી સરકાર અસ્તિત્વમાં હોત તો તેનાથી ભારતના વધુ ભાગલા પડવા તેમજ ૬૦૦ રજવાડાઓને પોતપોતની સ્વાત્રંતતા મેળવવા માટે વધુ પ્રોત્સાહનરુપ નીવડી હોત.
મુસ્લિમ લીગ અને સરદાર
ડિસેંબર ૧૯૪૬ થી જાન્યુઆરી ૧૯૪૭ની વચ્ચેના મહીનાઓ દરમ્યાન તેઓએ સરકારી સનદી વી. પી. મેનનના સુચન પ્રમાણે તેમની સાથે મળીને મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતોમાંથી પાકિસ્તાનું નિર્માણ કર્યું. જાન્યુઆરી તેમજ માર્ચ ૧૯૪૭માં પંજાબ તેમજ બંગાળમાં થયેલા કોમી રમખાણે તેમને વિભાજનના નિર્ણયની આધારભુતતાની વધુ ખાતરી કરાવી. પંજાબ તેમજ બંગાળના હિંદુ બહુમતીવાળા ક્ષેત્રોનો પણ પાકિસ્તાનમાં સમાવેશ કરવામાં આવે તેવી જીન્નાની માંગણીનો સખત વિરોધ સરદારે કર્યો હતો તથા તે પ્રાંતોના ભાગલા કરાવી તેમને પાકિસ્તાનમાં જોડાતા અટકાવ્યા હતા. પંજાબ અને બંગાળના ભાગલા માટે સરદારે દેખાડેલી નિર્ણાયક્તાએ તેમના માટે ભારતીય જનસમુદાયમાંથી ઘણા ચાહકો જીતી આપ્યા કે જેઓ મુસ્લિમ લીગના કરતૂતોથી કંટાળી ચુક્યા હતા, છતાં ગાંધી, નેહરુ, બિનસાંપ્રદાયિક મુસ્લિમો તેમજ સમાજવાદીઓના મતે તે બાબતમાં તેમણે ઉતાવળ કરવા માટેની ટીકા મેળવી હતી. જ્યારે લોર્ડ લુઈ માઉન્ટબેટને આ પ્રસ્તાવની ૩જી જુન ૧૯૪૭ના દિવસે ઘોષણા કરી ત્યારે સરદારે તેને મંજુરી આપી તેમજ નેહરુ અને બીજા કૉંગ્રેસી નેતાઓને પણ તેમ કરવા મનાવ્યા હતા. ભાગલાની યોજના બાબત ગાંધીજીની ગહન વેદનાની લાગણીની તેમને જાણ હોવાથી તેમણે ગાંધીજી સાથે ખાનગી મુલાકાતો દરમ્યાન સંભવિત કૉંગ્રેસ-મુસ્લિમ લીગ વચ્ચેની વાસ્તવિક બિનકાર્યક્ષમ સંધી, વધતી હિંસા તેમજ આન્તરવિગ્રહના ડર વિષે નિખાલસ ચર્ચાઓ કરી હતી.
ભારતના ભાગલા અંગે સરદારનો મત
જ્યારે યોજના ઉપર મત લેવા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠક બોલાવવામાં આવી ત્યારે સરદારે કહ્યું હતું કે:"હું આપણા ભાઈઓનો (મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં વસતા) ડર સમજી શકું છું. કોઈને ભારતના ભાગલા થાય તે ગમતું નથી. મારું હ્રદય પણ ભારે છે. પણ અત્યારે પસંદગી એક ભાગલા કે પછી ઘણા ભાગલાઓ વચ્ચે છે. આપણે તથ્યનો સામનો કરવો જોઈએ. આપણે ભાવનાત્મક્તા તથા લાગણીપ્રધાનતાને આધીન ન થવું જોઈએ. કાર્યકારી સમિતિએ ડરીને આ પગલું નથી ભર્યું. પણ મને એકજ વાતનો ડર છે કે આપણા આટલા વર્ષોનો પરીશ્રમ તથા સખત મહેનત એળે જશે અને ફળદ્રુપ પુરવાર નહીં થાય. મારી ૯ મહીનાની કાર્યકારી અવધી દરમ્યાન કૅબિનેટ મિશનની યોજનાના કહેવાતા ફાયદાઓ તરફનો ભ્રમ ભાંગી ચુક્યો છે. અમુક આદરણીય અપવાદોને બાદ કરતા, ઉપરના અમલદારોથી લઈને નીચેના ચપરાસી સુધીના બધાજ મુસ્લિમો મુસ્લિમ લીગ માટે કામ કરી રહ્યા છે. મિશન દ્વારા મુસ્લિમ લીગને અપાયેલા સાંપ્રદાયિક વિટોએ (ઠરાવ નામંજુર કરવાનો મતાધિકાર) દરેક સ્તરે ભારતની પ્રગતી અટકાવી હોત. આપણને ગમે કે નહીં, પણ પંજાબ અને બંગાળમાં અનૌપચારિક પાકિસ્તાન અત્યારે પણ મોજુદ છે જ. અને આ પરિસ્થિતિમાં હું એક ઔપયારિક પાકિસ્તાનની પસંદગી કરીશ કે જેનાથી મુસ્લિમ લીગ કદાચ વધુ જવાબદાર બનશે.. સ્વતંત્રતા આવી રહી છે. આપણી પાસે ૭૫ થી ૮૦ ટકા ભારત છે જેને આપણે પોતાની પ્રતિભાથી વધુ મજબુત બનાવશું. બાકીના દેશનો વિકાસ મુસ્લિમ લીગ કરી શકે છે.
ભાગલા વખતે કામગીરી
યોજનાને ગાંધીજી તેમજ કૉંગ્રેસની મંજુરી મળ્યા બાદ સરદારે ભાગલા સમિતિમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું જ્યાં તેમના નિરીક્ષણ હેઠળ લોક સંપત્તિની વહેંચણી કરવામાં આવી તથા તેમણે નેહરુ સાથે મળીને ભારતીય મંત્રી મંડળના સભ્યોની પસંદગી કરી. આમ છતાં સરદારે કે બીજા કોઈ ભારતીય નેતાએ ભાગલા વખતે થયેલી અતિ હિંસા તથા જનસમુદાયના થયેલા સ્થળાંતરની અપેક્ષા નહોતી કરી. તે વખતે સરદારે અત્યાવશ્યક જરૂરીયાતો પુરી પાડવા તેમજ સહાયકાર્યોનું આયોજન કરવામાં આગેવાની લીધી હતી. શાંતી જાળવવાના પ્રયાસ રુપે પાકિસ્તાની નેતાઓ સાથે મળીને તેઓએ સરહદ પાસના વિસ્તારોની મુલાકાત લીધી. આ પ્રયત્નો છતાં આશરે ૨ લાખથી લઈને ૧૦ લાખ લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ છે અને બન્ને દેશોમાં મળીને શરણાર્થીઓની સંખ્યા ૧.૫ કરોડ઼થી વધુ હોવાનો અંદાજ છે. સરદાર જાણતા હતા કે દિલ્હી તેમજ પંજાબની પોલીસ, કે જેમની ઉપર મુસ્લિમો વિરુદ્ધ હુમલા આયોજીત કરવાના આરોપો હતા, તે લોકો પણ ભાગલા વખતની કરુણ પરિસ્થિતિથી પ્રભાવિત થયા હતા અને તેથી પરિસ્થિતિને સામાન્ય કરવા તેમણે દક્ષિણ ભારતથી સેનાની ટુકડીઓ મંગાવી તેમને કડક સંચારબંદી લાગુ કરવા તેમજ દેખો ત્યાં ઠાર કરવાના આદેશો આપ્યા હતા. દિલ્હીના નિઝામુદ્દીન ઔલિયા વિસ્તારમાં, કે જ્યાં હજારો મુસ્લિમો ઉપર હુમલા થવાનો ભય હતો, ત્યાંની દરગાહે જઈ તેમણે પ્રાર્થના કરી હતી તેમજ લોકોને મળીને પોલીસની મોજુદગીને વધારે મજબુત કરી હતી. વળતી હિંસાને રોકવા માટે પાકિસ્તાનમાં હિંદુઓ તેમજ શિખો ઉપર થતા અત્યાચારોની ખબરો તેમણે પ્રેસમાં છપાતા અટકાવી હતી.
સરદારે દિલ્હી ઈમરજન્સી કમીટીની સ્થાપના કરી
પાટનગરમાં સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવા સરદારે દિલ્હી ઈમરજન્સી કમીટીની સ્થાપના કરી અને અમલીઓને પક્ષપાત તેમજ અવગણથી દુર રહેવાની જાહેરમાં તાકીદ આપી હતી. જ્યારે સરદારને ખબર પડી કે શિખોના મોટા જુથ પાકિસ્તાન તરફ જઈ રહેલા મુસ્લમાનો ઉપર હુમલા કરવાનું આયોજન કરી રહ્યા છે ત્યારે તેઓ ઉતાવળે અમૃતસર પહોંચી હિંદુ અને શિખ નેતાઓને મળ્યા. તેમણે એવી દલીલ મુકી કે નિ:સહાય ઉપર હુમલો કરવો તે કાયરતાભર્યું તેમજ અનૈતિક વર્તન છે અને તેનાથી પાકિસ્તાનથી ભારત આવી રહેલા હિંદુ તેમજ શિખો ઉપરના હુમલાઓ વધશે. તેમણે કોમના નેતાઓને બાંહેધરી આપતા કહ્યું હતુ કે જો તેઓ શાંતી અને સંયમ જાળવવાનો પ્રયત્ન કરી, મુસલમાનોની સલામતીનું ધ્યાન રાખશે તો પાકિસ્તાન દ્વારા તેની અવગણા સામે ભારત સરકાર આકરા પગલાં લેશે. આ ઉપરાંત તેમની સભાના અંતે જ્યારે બે લાખ લોકો તેમના ગાડીના કાફલાને ઘેરી વાળ્યા ત્યારે તેમને સંબોધતા સરદારે કહ્યું હતું કે:અહીંયા, આજ શહેરમાં, જલિયાંવાલા બાગમાં થયેલી ખૂનરેજી વખતે હિંદુ, શિખ અને મુસ્લમાનોનું લોહી એક થઈને વહ્યું હતુ. હું એ વિચારતાં શોક અનુભવું છું કે પરિસ્થિતિ એવી વણસી છે કે કોઈ મુસલમાન અમૃતસરમાં ફરી નથી શકતો કે પછી કોઈ હિંદુ કે શિખ લાહોરમાં રહેવાનું વિચારી નથી શકતો. નિર્દોષ અને અરક્ષિત પુરુષો, મહીલાઓ તેમજ બાળકોની કત્લેઆમ શુરવિર માણસોને છાજતી નથી. મને ખાતરી છે કે ભારતનું હિત એમાંજ છે કે તેના પુરુષો અને સ્ત્રીઓને સરહદ પારથી સુખરુપ ભારતમાં લઈ આવવા તેમજ પુર્વ પંજાબમાંથી બધા મુસ્લમાનોને સરહદ પાર મોકલવા. હું તમારી પાસે એક ખાસ અરજી લઈને આવ્યો છું. શહેર પાર કરતા મુસ્લમાનોની સલામતીની બાંહેધરી આપો. તેમા ઉભી થતી કોઈપણ રુકાવટો અને કઠણાઈઓ આપણા શરણાર્થીઓની, કે જેઓ સહનશિલતાની અદ્દભુત કામગીરી બજાવી રહ્યા છે, પરિસ્થિતિ વધુ ખરાબ કરશે. આપણે લડવું છે, પણ તે લડાઈ ચોખ્ખી હોવી જોઈએ. અને તે લડાઈ માટે અનૂકુળ સમય અને પરિસ્થિતિની રાહ જોવી જોઈએ તેમજ તેના કારણો કે જગ્યાની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરણાર્થી સાથેની લડાઈ તે કાંઈ લડાઈ ન ગણાય કોઈપણ સભ્ય માણસો વચ્ચેના માણસાઈ કે લડાઈ લગતા કાયદાઓ શરણ અને રક્ષણ માંગતા લોકોના કત્લેઆમને માન્યતા નથી આપતા. ત્રણ મહીના માટે યુદ્ધવિરામ થવા દો કે જે દરમ્યાન બન્ને તરફથી શરણાર્થીઓની આપ-લે પુરી પાડી શકાય. આ જાતના યુદ્ધવિરામને તો યુદ્ધના કાયદા હેઠળ પણ માન્યતા છે. હુમલા અને વળતા હુમલાના આ અન્યોન્યાશ્રયી ઘટનાક્રમને તોડવા માટે આપણે પહેલ કરીએ. એક અઠવાડિયાં માટે તમારા હાથ રોકીને જુઓ. તમારા સ્વયંસેવકોના બળથી શરણાર્થીઓનો માર્ગ મોકળો કરો અને પાકિસ્તાનને શરણાર્થીઓને આપણી સરહદ ઉપર પહોંચતા કરવા દો
બિનસાંપ્રદાયિકતા અંગે સરદાર નું મંતવ્ય
કોમી નેતાઓ સાથેના તેમના સંવાદ તેમજ તેમણે આપેલા ભાષણ બાદ મુસ્લિમો વિરુદ્ધ કોઈ નવા હુમલાઓ થયા નહી તેમજ આખા વિસ્તારમાં શાંતી તેમજ વ્યવસ્થાની પુન:સ્થાપના થઈ હતી. આમ છતાં ભારતના બાકીના પ્રાંતોના મુસ્લિમો ભારત છોડીને જાય તેવી તેમની કેહવાતી ઈચ્છાની ટીકા નેહરુ અને બિનસાંપ્રદાયિક મુસ્લિમો દ્વારા કરવામાં આવી હતી તેમજ ગાંધીજીએ તે બાબત ઉપર નારાજગી વ્યક્ત કરી હતી. જોકે સરદારે જોર પુર્વક આવા આરોપોને ફગાવ્યા હતા, પણ જ્યારે દિલ્હીના શિખ પોલિસ કમિશનર, કે જેમની ઉપર પક્ષપાતના આરોપો મુકવામાં આવ્યા હતા, તેમને બરતરફ કરવાની માંગણીને સરદારે માન્ય ન રાખી ત્યારે મૌલાના આઝાદ તેમજ બીજા બિનસાંપ્રદાયિક મુસ્લિમ નેતાઓ દ્વાર સરદાર પ્રત્યેના આરોપોની તીવ્રતા વધી હતી. એક બાજુ હિંદુ તેમજ શિખ નેતાઓ પાકિસ્તાન સામે કડક વલણ ન અપનાવાનો સરદાર ઉપર આરોપ મુકી રહ્યા હતા ત્યારે બીજી બાજુ મુસ્લિમ નેતાઓએ સરદારની કહેવાતી નીતિની ટીકા કરી હતી કે જેના હેઠળ પાકિસ્તાન જઈ રહેલા મુસ્લિમોની જરૂરીયાતોની અવગણના કરીને ભારત આવી રહેલા હિંદુ તેમજ શિખ નિરાશ્રીતો માટે વધુ સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન જઈ રહેલા મુસ્લિમોના ખાલી થયેલા મકાનોની વહેંચણીના મુદ્દા ઉપર સરદારના નેહરુ તેમજ આઝાદ કરતા અલગ વિચારો હતા. જ્યારે નેહરુ અને આઝાદનું એમ માનવું હતું કે તે ઘરો બેઘર થયેલા મુસ્લિમોમાં વહેંચાવા જોઈએ ત્યાર સરદારનો તર્ક એ હતો કે કોઈ પણ સરકાર કે જે પોતાને બિનસાંપ્રદાયિક ઘોષિત કરતી હોય તેણે આવો ભેદ ન કરવો જોઈએ. જોકે ગાંધીજીએ જાહેરમાં સરદારનો પક્ષ લીધો હતો તેમજ બહોળા સ્તરે તેમના વખાણ થયા હતા અને સાંપ્રદાયિક મુદ્દાઓ ઉપર નિખાલસતાથી બોલવા તેમજ અવ્યવસ્થા તેમજ હિંસાને કાબુમાં લાવવા માટે તેમણે વાપરેલી મક્કમતા તેમજ ઉપાયચતુરાઈતા માટે તેમને ટેકો મળ્યો હતો.
રાજકિય એકીકરણ
૩જી જુનની યોજના હેઠળ ૬૦૦થી વધુ રજવાડાઓને ભારત કે પાકિસ્તાનની સાથે જોડાઈ જવાની કે પછી સ્વતંત્રતા સ્વીકારવાની તક આપવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીયતાવાદીઓ તેમજ આમ જનતાના ઘણા ખરા ભાગને ડર હતો કે જો આ રજવાડાઓનો સમન્વય નહીં થાય તો મોટાભાગનો જન સમુદાય તેમજ પ્રાંતો ખંડિત રહી જશે. કૉંગ્રેસ તેમજ ઉપરી અંગ્રેજ અધિકારીઓનું માનવું હતુ કે રજવાડાઓને ભારતના રાજ્ય સંગઠનમાં સમન્વિત કરવાની કામગીરી સરદાર ઉત્તમ રીતે પાર પાડી શકશે. ગાંધીજીએ સરદારને કહ્યું હતુ કે “રાજ્યોનો મામલો એટલો મુશ્કેલ છે કે માત્ર તમેજ તેને ઉકેલી શકશો. સરદારની ગણના પ્રમાણિક અને વ્યહવારુ નિર્ણય લેવાની શકિત ધરાવતા મુત્સદ્દી રાજનીતિજ્ઞ તરીકે થતી હતી કે જેઓ મહત્વનું કામ સફળતાથી પાર પાડી શકતા હતા. સરદારે વી.પી.મેનનને, કે જેઓ ઉપરી સરકારી સનદી હતા તેમજ ભારતના ભાગલા વખતે સરદાર સાથે કામ કરી ચુક્યા હતા, રાજ્ય ખાતામાં મુખ્ય સચિવ બની તેમના ખાસ સહયોગી બનવા કહ્યું હતુ. ૬ મે ૧૯૪૭ થી સરદારે રાજાઓની સાથે મંત્રાણા ચાલુ કરી પોતાની વાત રજુ કરી હતી કે જેના થકી રાજાઓ ભારતની બનવાવાળી સરકાર સાથે મંત્રણા કરવા રાજી થાય તથા સંભવિત ઘર્ષણો ઉભા ન થાય તેની તકેદારી લઈ શકાય. સરદારે સામાજીક મુલાકાતો તેમજ અનૌપચારીક વાતાવરણ, જેમકે તેમના દિલ્હી ખાતેના ઘરે જમવા કે ચા માટે બોલાવીને મોટાભાગના રાજવીઓને વાટાઘાટોમાં સામેલ કર્યા હતા. આ મુલાકાતો વખતે તેમણે કહ્યું હતુ કે કૉંગ્રેસ તથા રાજરજવાડાઓ વચ્ચે કોઈ મુળભુત તકરાર છે નહીં, છતાં તેમણે એ વાત ઉપર ભાર આપ્યો હતો કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭નાં દિવસે રજવાડાઓએ સદ્ભાવનાથી ભારતની સાથે સમન્વિત થઈ જવું રહેશે.
રાજયોના લિનીકરણ માટે સરદાર વલ્લભભાઈના પ્રયત્નો
સરદારે રાજવીઓની સ્વદેશાભિમાનની લાગણીને ઉશ્કેરતા કહ્યું કે તેમણે એક જવાબદારી ભર્યા શાસકની જેમ, કે જેમને પોતાની જનતાના ભવિષ્યની કદર હોય, પોતાના રાજ્યની સ્વતંત્રતામાં સહભાગી થવુ જોઈએ. તેમણે ૫૬૫ રાજવીઓને એ બાબત ઉપર સંમત કર્યા હતા કે તેમની પ્રજાની લાગણીઓ વિરુદ્ધ જઈને ભારતથી સ્વતંત્ર રહેવું તે અશક્ય જણાતું હતું. તેમણે વિલિનીકરણ માટે રાજવી સામે સાનુકુળ શરતો મુકી કે જેમાં રાજવીઓના વંશજો માટે અંગત ખર્ચ મુડીની પણ જોગવાઈ કરાઈ હતી. રાજવીઓમાં દેશપ્રેમની લાગણીને ઉશ્કેરતી વખતે સરદારે જો જરૂર પડે તો બળનો રસ્તો અપનાવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો હતો અને વિલિનીકરણના દસ્તાવેજો ઉપર સહી કરવાની છેલ્લી તારીખ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ની રાખી હતી. ૩ને બાદ કરતા બીજા બધા રજવાડાઓ ભારતમાં વિલીન થઈ ગયા, પણ માત્ર જમ્મુ કાશ્મિર, જુનાગઢ તથા હૈદરાબાદ સરદારની સાથે સંમત નહી થયા.
જુનાગઢનું વિલીનકરણ
સરદારનું પોતાનુ વતન ગુજરાત હોવાને કારણે તેમના માટે જુનાગઢ ખુબ મહત્તવનું હતુ. સર શાહનવાઝ ભુત્તોના દબાણને વશ થઈને ત્યાંના નવાબે પાકિસ્તાનમાં વિલિનીકરણ સ્વીકાર્યું કે જ્યારે તે પાકિસ્તાનથી ઘણું દુર હતું તેમજ ત્યાંની ૮૦ ટકા પ્રજા હિંદુ હતી. સરદારે મુત્સદ્દીગીરી તથા બળનો સમન્વય કરતા નવાબ પાસે માંગણી કરી હતી કે તેઓ પાકિસ્તાન સાથેના વિલિનીકરણને રદ્ કરીને ભારત સાથે સમન્વિત થઈ જાય. તેમણે પોતાનો ઈરાદો પુરવાર કરવા જુનાગઢની હકૂમત નીચેના ૩ પ્રદેશોનો તાબો લેવા સેનાને મોકલી હતી. મોટાપાયાના આંદોલનો તેમજ લોક સરકાર, કે જેને ‘આરઝી હુકુમત’ કહેવામા આવી, તેના બન્યા પછી ભુત્તો તેમજ નવાબ બન્ને કરાચી પલાયન થઈ ગયા અને સરદારના આદેશાનુસાર ભારતિય સેના તેમજ પોલીસની ટુકડીઓએ રાજ્યમાં કુચ કરી તાબો લીધો. ત્યાર બાદ લેવાયેલા મતદાનમાં ૯૯.૫ ટકા મતો ભારત સાથેના વિલિનીકરણની તરફેણમાં પડ્યા હતા.[૪૪] જુનાગઢનો તાબો લીધા બાદ ત્યાંની બહાઉદ્દીન કોલેજમાં ભાષણ આપતી વખતે સરદારે હૈદરાબાદ માટેની ઉત્સુકતા વર્ણવી હતી કે જે તેમના મતે ભારત માટે કાશ્મિર કરતાં પણ વધુ મહત્તવનું રાજ્ય હતું. તેમણે કહ્યું હતુ કે:
હૈદરાબાદનું વિલીનીકરણ
“જો હૈદરાબાદ દિવાલ ઉપરના લખાણને અવગણશે તો તેની પરિસ્થિતી પણ જુનાગઢ જેવી થશે. પાકિસ્તાને કાશ્મિરને જુનાગઢની બદલે લેવાનો પ્રયત્ન કર્યો. જ્યારે અમે લોકશાહીથી મામલાને ઉકેલવાનો સુઝાવ કર્યો ત્યારે તેમણે (પાકિસ્તાને) તુરંત જવાબ આપ્યો કે જો આપણે કાશ્મિર માટે તેમ કરશું તો તેઓ તૈયાર છે. અમારો પ્રત્યુત્તર હતો કે જો તમે હૈદરાબાદ માટે તૈયાર હો તો અમે કાશ્મિર માટે તૈયાર છીએ.”
હૈ દરાબાદ બધા રજવાડાઓમાં સૌથી મોટું હતું અને અત્યારના આંધ્ર પ્રદેશ, કર્ણાટક તથા મહારાષ્ટ્રના ભાગોનો તેમાં સામાવેશ થતો હતો. ત્યાંના શાસક નિઝામ ઓસ્માનઅલી ખાં મુસ્લિમ હતા પણ ૮૫ ટકા પ્રજા હિંદુ હતી. નિઝામને સ્વતંત્રતા કે પછી પાકિસ્તાન સાથે સમન્વય જોઈતો હતો. રઝાકર તરીકે ઓળખાતા કાઝી રાઝવી હેઠળના મુસ્લિમ દળો કે જે નિઝામ પ્રત્યે નિષ્ઠા ધરાવતા હતા તેમણે નિઝામ ઉપર ભારત સામે ઉભા રહેવા માટે દબાણ કર્યું હતું અને સાથોસાથ સામ્યવાદી લડાઈખોરો સાથે મળીને ભારતની ભુમી ઉપર વસતા લોકો ઉપર હુમલાઓ કર્યા હતા. લડાઈ ટાળવાના લોર્ડ માઉન્ટબેટનના અત્યંત પ્રયાસ બાદ હયાતીમાં આવેલા સ્ટેન્ડ સ્ટિલ (જેમ છો તેમ) કરાર છતા નિઝામ દરખાસ્તો ઠુકરાવીને પોતાનું વલણ બદલતા રહ્યા. સપ્ટેમ્બર ૧૯૪૮માં સરદારે મંત્રીમંડળની બેઠકમાં ભાર પુર્વક કહ્યું હતું કે ભારતે વધારે સહન ન કરવું જોઈએ અને તેમણે નેહરુ તથા ચક્રવર્તિ રાજગોપાલાચાર્ય ને લશ્કરી કાર્યવાહી માટે મનાવી લીધા હતા. તૈયારીઓ બાદ, જ્યારે નેહરુ યુરોપની યાત્રા ઉપર હતા ત્યારે કાર્યવાહી પ્રધાનમંત્રી તરીકે સરદારે ભારતીય સેનાને હૈદ્રાબાદને ભારતમાં સમન્વિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આખી યોજનાને ઓપરેશન પોલોનું નામ આપવામાં આવ્યું કે જેમાં હજારો રઝાકાર દળના સભ્યો મરણ પામ્યા, પણ જેના અંતે હૈદરાબાદનું ભારતમાં સંપુર્ણપણે વિલણીકરણ થઈ ગયું. લોર્ડ માઉન્ટબેટન તથા નેહરુનો બળ નહી વાપરવા પાછળનો હેતુ હિંદુ – મુસ્લિમ હિંસા ટાળવાનો હતો, પણ સરદારનો ભારપુર્વક મત હતો કે જો હૈદરાબાદને તેનો અઢંગા ચાળા ચાલુ રાખવા દીધા હોત તો સરકારની પ્રતિષ્ઠાને હાની પહોંચી હોત અને હિંદુ કે મુસ્લિમ કોઈ તેના રાજમાં સુરક્ષિતતાનો અનુભવ ન કરત. નિઝામને હરાવ્યા બાદ સરદારે તેમને રાજ્યના ઔપચારિક પ્રમુખ તરીકે રહેવા દઈ તેમની સાથે વાટાઘાટો કરી હતી.
ભારતનું નેતૃત્વ
ગર્વનર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, નેહરુ તેમજ સરદાર એ ત્રિમુર્તિએ મળીને ૧૯૪૮ થી ૧૯૫૦ સુધી ભારતની કમાન સંભાળી હતી. જ્યારે પ્રધાનમંત્રી નેહરુ જનસમુદાયમાં ખુબ લોકપ્રીય હતા ત્યારે સરદારે સામાન્ય કોંગ્રેસી કાર્યકર, રાજ્યોના નેતાઓ તેમજ ભારતીય સનદી સેવાનો ભરોસો તેમજ વફાદારી માણી હતી.. સરદારે ભારતીય સંવિધાન સભામાં વરિષ્ઠ નેતાની ભુમિકા ભજવી હતી તેમજ ભારતના સંવિધાનના ઘ઼ડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. [૪૯] ડો. બાબાસાહેબ આમબેડકરને પ્રારૂપ સમિતિના પ્રમુખ તેરીકે નિમવામાં તેમજ વિવિધ રાજકીય સિદ્ધાન્તો ધરાવતા નેતાઓનો સંવિધાનની ઘડતર પ્રક્રિયામાં સમાવેશ કરવામાં તેમણે મહત્ત્વની ભુમિકા ભજવી હતી
સંસદમાં આંગ્લો ભારતીય મુળના પ્રતિનિધિની નિમણુક
સરદાર વિવિધ સમિતિઓના પ્રમુખ હતા કે જેમાં અલ્પસંખ્યકો,, આદિજાતી તેમજ બાકાત વિસ્તાર, મુળભુત અધિકારો તેમજ પ્રાદેશિક સંવિધાનની સમિતિઓનો સમાવેશ હતો. સરદારે પ્રાદેશિક સંવિધાન માટે એવા દ્રષ્ટાંતિય સંવિધાનની રજુઆત કરી હતી કે જેમાં રાજ્યપાલને સંકુચિત સત્તા આપવામાં આવે અને તેમણે રાષ્ટ્રપતિ પાસેથી સુચનો લેવા પડે. સરદારે ખુલાસો કરતા કહ્યું હતું કે તેમનો રાજ્યપાલને ચુંટાઈ આવેલી સરકારને બરખાસ્ત કરવાની સત્તા આપવાનો ઈરાદો ન હતો. તેઓએ ખુબ ધ્યાન આપીને મુસ્લિમ નેતાઓ સાથે મળીને વેગળા મતદારમંડળ તેમજ અલ્પસંખ્યકો માટે આરક્ષિત બેઠકોની સબળ માંગનો અંત લાવ્યો હતો. તેઓ પોતે બીજા અલ્પસંખ્યકોના નેતાઓને મળ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં આંગ્લો ભારતીય મુળના પ્રતિનિધિની નિમણુક થાય તેવા પગલા લેવા માટે જવાબદાર હતા. સનદી અધિકારીઓ રાજનૈતિક વગથી દુર રહી શકે તેમજ તેમની મર્યાદા અને સવલતોને આલેખતી બે સંવિધાનિક કલમોમા તેમનો હસ્તક્ષેપ મહત્ત્વપુર્ણ રહ્યો. ભારતીય સનદી સેવા તેમજ ભારતીય પોલિસ સેવાની સ્થાપનામાં તેઓ સાધનભુત થયા હોવાથી, તેમજ સનદી અધિકારીઓ રાજનૈતિક કાવાદાવાથી દુર રહી શકે તેવો જે તેમણે પ્રયાસ કર્યો હોવાથી તેમને ભારતીય સેવાઓના ‘પેટ્રન સેન્ટ’ – આશ્રયદાતા સંત તરીકે ઓળખવામાં આવે છે.
અમૂલ ડેરી ના મંડાણ અને સરદાર
જ્યારે ગુજરાતી ખેડુતોના એક પ્રતિનિધિમંડળે આવીને તેમને કહ્યું કે વચેટીયાઓ પાસે છેતરાયા વિના બજાર સુધી વેચાણ માટે દુધ પહોંચાડવું ખેડુતો માટે અશક્ય હતું, ત્યારે સરદારે તેમને દુધનું પ્રક્રિયાકરણ તેમજ વેચાણ જાતે કરવા કહ્યું હતુ તેમજ કાયરા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક યુનિયન લિમિટેડ બનાવવા માટેનુ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આજ યુનિયન પછીથી અમૂલ દુધ ઉત્પાદક સંઘ તરીકે પ્રચલિત થયું. સરદારે સૌરાષ્ટ્રમાં આવેલા પ્રાચીન પણ જીર્ણ તેવા સોમનાથ મંદીરના પુર્નનિર્માણનું બીડું જડપ્યું હતું અને તેના માટે જાહેર મંડળની રચના પોતાની દેખરેખ હેઠળ કરી હતી. મંદીરના જીર્ણોદ્ધારનું કામ તેમના દેહાંત બાદ પુરુ થયું હતુ અને તેનું ઉદ્ઘાટન ત્યારના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું.
કાશ્મીર પ્રશ્ન અને સરદાર
જ્યારે સપ્ટેમ્બર ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર ઉપર હુમલો કર્યો ત્યારે સરદારને તુરંતજ ત્યાં સેના મોકલાવી હતી. પણ નેહરુ તેમજ માઉન્ટબેટન સાથે સહમત થઈને તેમણે કાશ્મિરના રાજાએ ભારતમાં વિલણીકરણ સ્વીકાર્યું ત્યાં સુધી રાહ જોઈ હતી. ત્યાર બાદ સરદારની દેખરેખ હેઠળ ભારતીય સેનાનીએ શ્રીનગર, બારમુલા પાસ તેમજ બીજો ઘણો પ્રદેશ આક્રમણકારીઓ પાસેથી પાછો મેળવ્યો હતો. સરદારે રક્ષા મંત્રી બલદેવ સિંહ સાથે મળીને સેનાની આખી કામગીરીનું સંચાલન કર્યું હતું કે જેમા ભારતનાં વિભીન્ન ભાગોથી સેનાની ટુકડીઓને ત્વરિત કાશ્મિર પહોંચતી કરવી તેમજ શ્રીનગર અને પઠાણકોટને જોડતો સેનાના વપરાશ માટેનો રસ્તો ૬ મહીનામાં તૈયાર કરી આપવાનુ પણ સામેલ હતું. સરદારે નેહરુને કાશ્મિર મામલા માટે સંયુક્ત રાષ્ટ્ સંધમાં નહી જવાની ખુબ ભારે ભલામણ કરી હતી અને એ વાતનો આગ્રહ રાખ્યો હતો કે આક્રમણકારીઓને ટેકો આપીને પાકિસ્તાને ખોટું કર્યું હતું તેમજ કાશ્મિરના રાજાએ કરેલા ભારતમાં વિલિણિકરણના કરાર કાયદેસર અને માન્ય હતા. તેમને દ્વિપક્ષી બાબતમાં આંતરરાષ્ટ્રિય દખલગીરી નહોતી જોઈતી. તેઓ ભાગલા દરમ્યાન પાકિસ્તાને આપવાના ૫૫ કરોડ રુપિયાની અદાયગીની પણ વિરુદ્ધ હતા અને તેમનું માનવું હતું કે જો તે રકમ આપવામાં આવશે તો પાકિસ્તાન તેને કાશ્મિરમાં ભારત સામેની લડાઈમાંજ વાપરશે. પ્રધાનમંડળે પણ તેમનો મત સ્વીકાર્યો હતો પણ ગાંધીજીને ડર હતો કે તે રકમ ન આપવાથી આપસી વેર વધશે તેમજ વધુ કોમી રમખાણ થશે અને તેથી તેમણ આમરણ અનશન ઉપર ઉતરી તે રકમની ચુકવણી કરાવી હતી. પોતાની સલાહ તેમજ મંત્રીમંડળના નિર્ણયની જ્યારે ગાંધીજીએ અવગણના કરી ત્યારે સરદાર ગાંધીજીથી વિમુખ તો ન થયા પણ તેમને તે વાતનું ધણું દુ:ખ થયું હતું
૧૯૪૯માં જ્યારે પુર્વ પાકિસ્તાનમાંથી પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરામાં આવવા વાળા શરણાર્થીઓની સંખ્યા ૮ લાખને વાટાવી ગઈ ત્યારે કટોકટી ઉભી થઈ હતી. ઘણાખરા કિસ્સાઓમાં શરણાર્થીઓને જોર જબરદસ્તીથી પાકિસ્તાની હુકુમત દ્વારા કાઢી મુકવા આવ્યા હતા તેમજ તેમને ધમકીઓ અને હિંસાનો સામનો કરવો પડ્યો હતો.
નેહરુની વિરુધમાં સરદારનો મત
નેહરુએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી લિયાકત અલી ખાનને શાંતિપુર્ણ ઉકેલ માટે આમંત્રિત કર્યા હતા. પોતાની ઈચ્છા ન હોવા છતાં સરદારએ ખાન સાથે મંત્રણા કરી હતી. તેમ છતાં સરદારે નેહરુના એ ઈરાદાની ટીકા કરી હતી કે જેમા નેહરુને એવા કરાર ઉપર સહી કરવી હતી જેમા બન્ને દેશોમાં અલ્પસંખ્યકો માટે આયોગ રચવામાં આવે તેમજ બન્ને દેશોમાં રહેતા અલ્પસંખ્યકોની સલામતીની બાંયધરી આપવામાં આવે.
શ્યામ પ્રસાદ મુખર્જી તેમજ કે. સી. નિયાગી તેવા બે બંગાળી મંત્રીઓએ આની વિરોધમાં રાજીનામા આપ્યા હતા અને પશ્ચિમ બંગાળમાં નેહરુ દ્વારા પાકિસ્તાની ગેરવ્યાજબી માંગોને માન્ય રાખવાની કહેવાતી નિતીની આકરી ટીકા થઈ હતી. કરાર તરતજ જોખમમાં આવી ગયા હતા. પણ સરદાર ત્યારે નહેરુને વહારે આવ્યા હતા અને તેમણે સંસદના સદસ્યો અને પશ્ચિમ બંગાળની આમ જનતા સામે કરારની તરફેણમાં ભાવપૂ્ર્ણ ભાષણો આપ્યા હતા તથા ઘણા પ્રતિનિધિ મંડળો જેમ કે કોંગ્રેસી કાર્યકરો, હિંદુ તથા મુસ્લિમ અને બીજા જાહેર હિતના મંડળોને મળીને તેમને છેલ્લા શાંતિ પ્રયાસોને તક આપવા રાજી કર્યા હતા. એક વરસની અંદર કરારને બહાલી મળી ગઈ હતી અને મોટાભાગના હિંદુ શર્ણાથીઓ પુર્વ પાકિસ્તાન પાછા ગયા હતા.