Friday, November 10, 2023

દિવાળીના તહેવારોમાં બહારનું જમવા નું ભૂલી જવા જેવું છે

 











દિવાળીના તહેવારોમાં  બહારનું  જમવા નું ભૂલી જવા જેવું છે

                                   દિવાળીના તહેવારોમાં  બહારનું  જમવા નું ભૂલી જવા જેવું છે. આજકાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે ત્યારે કેટલાક માનવ વિરોધી અંધાલ સ્વાર્થી લોકો ખાવાની દરેક વસ્તુમાં ભેલ સેલ કરી રહ્યા છે  માવા અને મીથાસી ના નામે  તમારા પેટમાં ઝેરી કેમિકલ યુક્ત પદાર્થો પધરાવીને તમારા આરોગ્ય અને આયુષ્ય સાથે ચેડા કરી રહ્યા છે  ત્યારે આપણે ભેળસેળ અને બિન આરોગ્યપ્રદ ભોજન ને બંધ કરી ને ઘરે જમવા ની તમને મજા આવે એવું પ્રત્યેક દિવસ નું હું મેન્યુ આપી રહ્યો છું. ઘર માં બધા સાથે મદદ કરી ને જમશો તો તહેવારો ની રોનક અને મજા વધશે. અને તહેવારો માં સમૂહ ભોજન ની એક આહ્લાદક મજા પણ તમે સૌ બધાં માણી શકશો.


——-

આસો વદ-૧૨ વાઘબારસ

કંસાર

દૂધી-ચણા ની દાળ નું શાક

સેવ-ખમણ

લીલી -તુવેર ની કચોરી



ખાટી મીઠી દાળ એમાં સીંગદાણા, કોપરું અને સુરણ નાંખી ને સ્વાદ ને બેવડાવવો

છૂટ્યો ઘી નાંખેલો લવિંગ વાળો ભાત

ફુદીનો, લીલા ધાણા અને કાતરેલા ઝીણાં લીલા મરચા વાળી, નમક નાંખેલી છાશ

—-

આસો વદ -૧૩ ધન તેરસ

ફાડા લાપસી

લીલવા - ટામેટાં નું રસાદાર શાક

બટાકા-મરચાં ના ભજીયા

પુરી

રાયતું

ગુજરાતી દાળ






















પાપડ

ભાત

અથાણું

આસો વદ-૧૪ કાળી ચૌદશ

દૂધ ની ખીર

બે પડવાળી રોટલી

દાળ વડાં

ભરેલા ભીંડાનું શાક

મોળી દાળ

ભાત

સુરતી કઢી

પાપડ

મરચાં નો સંભારો

અથાણું

———-

આસો વદ અમાસ- દિવાળી

ઓસાવેલી ઘઉં ની સેવ, ઘી અને દળેલી ખાંડ

વટાણા બટાકા નું રસાવાળું શાક

કેળાં મેથી ના ભજીયાં

ગળી અને તીખી ચટણી

પુરી

દાળ

ભાત

પાપડ

———

કાર્તિક સુદ - બેસતું વર્ષ

દૂધપાક

માલપૂઆ

બટાટા વડાં

તુરિયા -પાતરાં નુ શાક

પુલાવ

કઢી

પાપડ



—-

કાર્તિકસુદ ભાઈ બીજ

શિખંડ

રવા મેંદા ની પુરી

ઉંધિયું

સુરતી ફટાકા - સમોસા

બિરયાની

રાયતું

પાપડ

—-

કાર્તિક સુદ ત્રીજ

ખીચડી

કઢી

ગોળકેરી નું અથાણું

પાપડ

——

કાર્તિક સુદ ચોથ

 જીરા રાઇસ

દાલફ્રાયપાપડ

છાશ

—-

કાર્તિક સુદ પાંચમ - લાભ પાંચમ

પુરણ પોળી

પંચકુટિયું શાક

રતાળું કંદ પુરી

પુલાવ

કઢી પાપડ

———

નવા વર્ષે તેલ માં તળેલી ફરસીપુરી ખાવા નો મહિમા છે. આખું વરસ તમે તરતા રહો.

મને ઠેઠ ઊંડે સુધી આશા છે કે આપને સૌને મેન્યુ ગમ્યું હશે.

ચાઇનીઝ, અને ઇન્ટરકોન્ટીનેટલ ના ખાઇ ને આપણી આવનારી નવી પેઢી ને પરંપરાગત આપણી વિસરાતી જતી વાનગીઓ ની વિરાસત ને બચાવવા એક આવો જમણ નો ઉત્સવ કરવા જેવો છે

તમે અનુસરશો.અને હા બનાવો તો મને ના ભૂલતા 😂😂😂


મિત્રો લેખ વાંચવો ગમ્યો  હોય તો ફોલો કરજો અને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં