વ્યસની માણસ એના વ્યસન ને પ્રેમ કરે છે એ પરિવારને પ્રેમ નથી કરતો જો પરિવારને પ્રેમ કરતો હોય તો વ્યસન છોડી ન દે ???...
An addicted man who loves his addiction does not love his family. If he loves his family, why he will not give up his addiction. why ????
દોસ્તો મારે આજે તમને વાત કરવી છે તમાકુના વ્યસનના નુકશાની ની. મિત્રો આજે આપણે વ્યસનમુક્તિ વિશે વાત કરીશું .
વ્યસન કરનારાઓ માટે જાણવા જેવા તમાકુ ના ફાયદા !!!!!!!
1)તમાકુ ખાનારને કુતરા કરડતા નથી કારણ કે તમાકુ ખાનારો અશક્ત થઈ ગયો હોય છે લાકડીના ટેકે ચાલે છે એટલે કુતરા છેટા રહે છે પછી કુતરા ક્યાંથી કરડે???
2) તમાકુ ખાય છે તેના ઘરે ચોર આવતા નથી કારણ કે તમાકુ ખાય છે તને ટી.બી થાય છે આખી રાત ઉધરસ થાય છે પછી ચોર ક્યાંથી આવે ??
3) તમાકુ ખાનાર ના ઘરે દીકરી નથી આવતી કારણ કે તમાકુ ખાવાથી પોતે શારીરિક રીતે એટલો નબળો પડી જાય છે કે એના ઘરે દીકરો કે દીકરી આવતી નથી એ નપુશક થઈ જાય છે.
4) તમાકુ ખાવા નો સૌથી મોટો ફાયદો તમાકુ ખાનારા કદી ઘરડા થતાં નથી કારણ કે તેઓ જવાનીમાં જ મરી જાય છે.
WHO નું સર્વે
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસ ને "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના દ્વારા ૧૯૮૭થી આ દિવસ મનાવાય છે, કેટલાક ઉજવવામાં આવે છે એમ પણ કહે છે પરંતુ ઉજવણી તો સુખદ પ્રસંગે હોય, દુઃખના કે માતમનાં પ્રસંગને તો શોક્ગ્રસ્ત થઈને મનાવવો જોઈએ. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પર થતી હાનીકારક અસરોની જાણકારી આપવામાં આવે છે, લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.
વિશ્વમાં તમાકુના બંધાણીઓની સંખ્યા કાંઈ એક બે કરોડ નથી, આ સંખ્યા એક સો (૧૦૦) કરોડને પાર કરે છે. તમાકુના કારણે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. અરે આ વ્યસનીઓ તો મૃત્યુ પામે જ છે, સાથે સાથે વર્ષે દહાડે છ-સાત લાખ જેટલા એવા નિર્દોષોને પણ મૃત્યુને ઘાટ પહોંચાડે છે જેઓ પોતે તમાકુના વ્યસની નથી હોતા પરંતુ તમાકુનો ઉપયોગ કરતા લોકોના સંપર્કમાં રહે છે.
વિશ્વમાં દર છ સેકન્ડે એક વ્યક્તિનું તમાકુને કારણે મૃત્યુ થાય છે. ભારતમાં જ દર વર્ષે દસ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે, ફેફસાના કેન્સરના દસ કેસોમાંથી નવ કેસોનું કારણ તમાકુ જ હોય છે.
વ્યસન કોણ કરે છે??
સમગ્ર જીવ શ્રુષ્ટિમાં એકમાત્ર માનવ જાત જ એવી અળવીતરી છે કે તેને થતા શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક નુકસાન માટે વારંવાર યાદ અપાવવું પડે છે. માનવીને વિનંતી કરવી પડે છે, પ્રેરણા આપવી પડે છે, પ્રોત્સાહન આપવું પડે છે, હાથ જોડવા પડે છે કે ભાઈ 'તારી આ કુટેવ તારા શરીર માટે, તારા પરિવાર માટે નુકસાન કારક છે માટે તું એનો ત્યાગ કર'. કડવું છે પણ વાંચવું, સાંભળવું પડે એમ છે, કોઈ પશુ ને તમે સિગારેટના કે બીડીના ઠૂંઠા ચાવતા જોયા છે? કોઈ ગાય, ભેંસ કે બકરીને માવો ચાવતા જોયા છે? વાંદરો કે ગધેડો સુધ્ધાં હાનિકારક પદાર્થો તમે સોનાની થાળીમાં આપો તો પણ નહિ ખાય પણ માણસ તમાકુવાળો માવો મસળી મસળીને મોઢામાં ઠૂંસે છે.
મોટેભાગે દેખાદેખી કે ક્ષણિક મોજ-મજા માટે શરુ થયેલો કે શરુ કરાવવામાં આવેલો તમાકુનો ઉપયોગ બહુ ઝડપથી વ્યસનમાં પલટાઈ જાય છે. પાન, ગુટકા, બીડી કે સિગારેટ કોઈપણ રીતે લેવામાં આવતો તમાકુ પહેલા તો વ્યક્તિની માનસિક સ્થિતિ જ નબળી પાડે છે. તમાકુ નહિ મળતા અનુભવાતી બેચેની, અકળામણ, તણાવ, સુસ્તી વ્યસનીને ફરી ફરી તેનું સેવન કરવા મજબુર કરે રાખે છે.
તમાકુની આડ અસરો જેવી કે, સ્ટ્રોક. ફેફસા, મોં, જીભ કે સ્વરપેટીનુ કેન્સર, હૃદયરોગ, ગર્ભાશય, પાચનતંત્ર તથા આંતરડાનુ કેન્સર, નપુંસકતા તો વ્યક્તિગત છે પરંતુ તેને કારણે ઘર-પરિવારની આર્થિક સ્થિતિ બદ થી બદતર બની જાય છે.
સમગ્ર વિશ્વમાં કેન્સર ભારતમાં વધુ જોવા મળે છે, તમાકુંનું સેવન, ઝેરના સેવન જેટલું જ જોખમી છે, ઝેર તાત્કાલિક મારે છે જયારે તમાકુ રોજ મૃત્યુ તરફ લઇ જાય છે. છાશવારે તમાકુ ચાવતા લોકો મૃત્યુ તરફ ધકેલાઇ રહ્યા છે અને તેમને આ વાતનો અણસાર પણ હોય જ છે. એક સિગારેટ માણસનું આયુષ્ય ૧૦ મિનિટ ઘટાડી નાખે છે. સિગારેટના બંને છેડે ચિતા જ હોય છે. આવું જ કઇક એક પડીકી અને માવામાં પણ બની શકે છે. 'તમાકુના સેવનથી કેન્સર થાય છે એવી ચેતવણી છાપો કે સડી, બળી ગયેલા ફેફસાનો ફોટો છાપો' બારદાનો પૈસા ખર્ચીને પોતાના જ મોતનો સામાન ખરીદે છે.
વ્યસન દૂર કરવા માટે સરકારના પ્રયાસ
આપણા દેશમાં સરકારો કરોડો રૂપિયા ખર્ચે છે, એ સમજાવવા કે આ તમાકુ તમને મારી નાખશે. વ્યસનમુક્તિ અભિયાન ચાલે છે, થિયેટરમાં, ટીવી પર તમાકુથી થતી આડઅસર દેખાડવામાં આવે જ છે. બહુ દુઃખદ અને વિચિત્ર બાબત તો એ છે કે વ્યસની મિત્ર જ બીજા મિત્રને મોતનો સામાન વહેંચતો રહે છે, તમાકુનું સેવન કરનારની સંખ્યા ન ઘટવા પાછળનું આ પ્રમુખ કારણ છે.
લગ્ન પહેલા 'છોકરો દારૂ તો નથી પીતો ને?'; એ તપાસ થાય છે પરંતુ છોકરો 'તમાકુના રવાડે નથી ચઢ્યો ને?' એ તપાસ કોઈ નથી કરતુ કેમ કે સસરા પણ રવાડે ચઢેલા હોય છે. તમાકુને લીધે પોતાની દીકરી દુઃખી થશે, વિધવા થશે એવું જાણતા હોવા છતાં વ્યસની જમાઈનો સ્વીકાર થાય છે, કારણ દરેક વ્યસની એવા જ ભ્રમમાં રહેવા માંગે છે કે આ વ્યસનથી મને કોઈ ખતરો નથી.
વ્યસનની પરિવાર પર આડઅસર
દુનિયામાં વ્યસની વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકતો નથી અને સફળતાના શિખરે પહોંચી લી કોઈ વ્યક્તિમાં વ્યસન હોય એવું મારી જાણમાં નથી આપની જાણ હોય તો આપનું વ્યસન ચાલુ રાખજો વ્યસનીઓને તો વ્યસન ન છોડવા ના બહાના જોતા જ હોય છે ને!
તમાકુ ખાવી ,પાન મસાલા ખાવા ,સિગારેટ કે દારૂ પીવે એ શારીરિક દુઃખ ના હોય તો શારીરિક દુઃખો લાવવાની ટૂંકામાં ટૂંકી પદ્ધતિ છે. વ્યસની માણસ પોતે તો દુઃખી થાય છે, પણ એના પરિવારને પણ દુઃખી કરે છે અને પરિવારને પણ દુઃખ આપતો રહે છે.
વ્યસન છોડવું સાવ સહેલું છે વ્યસન છોડવા માટે દ્રઢ મનોબળ હોવું જરૂરી છે. વ્યસન છોડવા માટે કોઇ પૈસા ભરવા નથી પડતા.
તો વ્હાલા વાચક મિત્રો આજે જ તમે તમારું વ્યસન છોડો પરિવારને પ્રેમ કરો અને જીવનમાં ખૂબ જ સફળ થાઓ એવી શુભેચ્છા સાથે બીજી પોસ્ટમાં મળીશું.
व्यसन करने वाला अपने व्यसन से प्यार करता हैअपने परिवार से नहीं यदि परिवार को चाहता तो वह व्यसन छोड़ ना देता!!!
दोस्तों, आज मैं आपसे तम्बाकू की व्यसन के नुकसान के बारे में बात करना चाहता हूँ। दोस्तों आज हम व्यसन मुक्ति के बारे में बात करेंगे |
नशा करने वालों के लिए तंबाकू के फायदे!!!!
1) कुत्ते धूम्रपान करने वाले को नहीं काटते क्योंकि धूम्रपान करने वाला विकलांग होजाता है, वह छड़ी पर चलता है, इसलिए वह कुत्ते से दूर रहता है, फिर कुत्ता कहाँ काटता है ???
2) चोर उसके घर नहीं आते क्योंकि वह तम्बाकू खाता है क्योंकि वह तम्बाकू खाता है, आपको टीबी हो जाती है, आपको पूरी रात खांसी होती है, फिर चोर कहाँ से आता है ??
3) बेटी धूम्रपान करने वाले के घर नहीं आती क्योंकि धूम्रपान उसे शारीरिक रूप से इतना कमजोर बना देता है कि बेटा या बेटी उसके घर नहीं आते।
4) तम्बाकू धूम्रपान करने वाले कभी बूढ़े नहीं होते क्योंकि वे चलते-चलते मर जाते हैं
WHO का सर्वे
विश्व स्वास्थ्य संगठन (WHO) द्वारा हर साल 31 मई को "विश्व तंबाकू निषेध दिवस" के रूप में मनाया जाता है। इस दिन को विश्व स्वास्थ्य संगठन द्वारा 18 वें दिन से मनाया जाता है, कुछ का कहना है कि यह मनाया जाता है लेकिन अगर यह जश्न खुशी के मौके पर हो, तो दुःख या शोक का अवसर दुःख के साथ मनाया जाना चाहिए। इस दिन विभिन्न कार्यक्रमों के माध्यम से लोगों को शरीर पर तंबाकू के हानिकारक प्रभावों के बारे में जागरूक किया जाता है, लोगों को धूम्रपान छोड़ने के लिए प्रेरित किया जाता है।
दुनिया में तंबाकू की लत लगाने वालों की संख्या एक या दो करोड़ नहीं है, यह संख्या एक सौ (100) करोड़ को पार करती है। तंबाकू हर साल दुनिया भर में 3 मिलियन लोगों को मारता है। न केवल ये नशेड़ी मर जाते हैं, बल्कि वे एक वर्ष में छह से सात मिलियन निर्दोष लोगों को भी मारते हैं, जो खुद तंबाकू के आदी नहीं हैं, लेकिन उन लोगों के संपर्क में हैं जो तंबाकू का उपयोग करते हैं।
दुनिया में हर छह सेकंड में एक व्यक्ति की मौत तंबाकू से होती है। अकेले भारत में, तम्बाकू के कारण होने वाले फेफड़ों के कैंसर के दस में से नौ मामलों में, तंबाकू हर साल दस लाख लोगों को मारता है।
पृथ्वी पर व्यसन कौन करता है??
संपूर्ण ब्रह्मांड में एकमात्र मानव इतना अलग-थलग है कि उसे बार-बार शारीरिक, मानसिक, सामाजिक और आर्थिक क्षति के कारणों को याद दिलाना पड़ता है। मनुष्यों को भीख माँगना, प्रेरित करना, प्रोत्साहित करना, हाथ मिलाना, भाई, छोड़ना है क्योंकि आपका व्यवहार आपके शरीर के लिए, आपके परिवार के लिए हानिकारक है। यह कड़वा है लेकिन आपको पढ़ना और सुनना है, क्या आपने कभी किसी जानवर को सिगरेट चूतड़ चबाते देखा है? क्या आपने कभी गाय, भैंस या बकरी को चबाते देखा है? यहां तक कि एक बंदर या गधा भी हानिकारक पदार्थों को नहीं खाएगा, भले ही आप उन्हें सोने की प्लेट में डालते हों, लेकिन एक आदमी अपने मुंह में तंबाकू डालता है और उसे अपने मुंह में डालता है।
यह अक्सर देखा जाता है कि तंबाकू का उपयोग, जो एक क्षणिक खुशी के लिए शुरू किया गया है, जल्दी से एक लत में बदल जाता है। तंबाकू, गुटखा, बीड़ी या सिगरेट, किसी भी मामले में, एक व्यक्ति की मानसिक स्थिति को कमजोर करता है। तम्बाकू न मिलने से बेचैनी, शर्मिंदगी, तनाव, सुस्ती महसूस होती है और बार-बार इसका सेवन करने से व्यसन दूर रहता है।
तंबाकू के दुष्प्रभाव जैसे स्ट्रोक। फेफड़े, मुंह, जीभ या स्वरयंत्र, हृदय रोग, गर्भाशय, पाचन और आंतों के कैंसर, नपुंसकता व्यक्तिगत है, लेकिन यह घर की आर्थिक स्थिति को भी बदतर बना देता है
पूरे विश्व में भारत में कैंसर अधिक प्रचलित है, तम्बाकू का सेवन जहर के सेवन जितना ही खतरनाक है, जहर तुरंत ही मर जाता है, जबकि तंबाकू दैनिक आधार पर मौत का कारण बनता है। बुधवार को तंबाकू चबाने वाले लोगों को मौत के कगार पर धकेला जा रहा है और उन्हें इसके बारे में पता होना चाहिए। एक सिगरेट 10 मिनट तक एक व्यक्ति के जीवन को छोटा करती है। सिगरेट के दोनों तरफ चीते हैं। कुछ ऐसा ही धान और मावा में भी हो सकता है। 'एक चेतावनी छापें कि तंबाकू का उपयोग कैंसर का कारण बनता है या एक सड़े हुए, जले हुए फेफड़े की तस्वीर छापता है' बाड़ा अपनी मौत का सामान खरीदने के लिए पैसे खर्च करता है।
नशे को मिटाने के लिए सरकार के प्रयास
हमारे देश में सरकारें यह समझाने के लिए करोड़ों रुपये खर्च करती हैं कि यह तंबाकू आपको मार डालेगी। नशामुक्ति अभियान चल रहा है, सिनेमाघरों में, तंबाकू के दुष्प्रभावों को टीवी पर दिखाया जा रहा है। सबसे दुखद और अजीब बात यह है कि आदी दोस्त दूसरे दोस्त को मौत का सामान बांटता रहता है, धूम्रपान करने वालों की संख्या में कमी के पीछे यह मुख्य कारण है।व्यसन के दुष्प्रभाव अपने परिवार पर
' शादी से पहले लड़का शराब नहीं पीता?' इसकी जांच की जाती है, लेकिन लड़का पूछता है, 'क्या आप तंबाकू के जाल पर नहीं चढ़े?' कोई जांच नहीं करता क्योंकि ससुर भी फरार है। व्यसनी के दामाद को स्वीकार किया जाता है, भले ही वह जानता हो कि उसकी बेटी तंबाकू के कारण दुखी और विधवा हो जाएगी, क्योंकि हर व्यसनी इस भ्रम में जीना चाहता है कि इस लत से मुझे कोई खतरा नहीं है।
एक व्यसनी व्यक्ति कभी भी दुनिया में सफल नहीं हो सकता है और मुझे नहीं पता कि किसी ऐसे व्यक्ति में लत है जो सफलता के चरम पर पहुंच गया है। यदि आप जानते हैं, तो व्यसन जारी रखें।
शारीरिक दर्द न होने पर तम्बाकू खाना, मसाले खाना, सिगरेट पीना, शराब पीना, अगर शारीरिक दर्द न हो तो सबसे कम उपाय है। तो प्रिय पाठक दोस्तों, अब हम एक और पोस्ट में इस इच्छा के साथ मिलेंगे कि आप अपनी लत को छोड़ दें, अपने परिवार से प्यार करें और जीवन में बहुत सफल हों।
व्यसन से मुक्त रहने का उपाय
नशे को छोड़ना बहुत आसान है। नशे को छोड़ने के लिए मजबूत इच्छाशक्ति चाहिए। व्यसन छोड़ने के लिए भुगतान करने की आवश्यकता नहीं है
प्रिय पाठक दोस्तों, अब हम एक और पोस्ट में इस इच्छा के साथ मिलेंगे कि आप अपनी लत को छोड़ दें, अपने परिवार से प्यार करें और जीवन में बहुत सफल हों।