રાવણ રચિત શિવ-તાંડવ-સ્તોત્ર ગુજરાતી અર્થ સાથે
શિવ તાંડવ સ્તોત્ર ગુજરાતી અર્થ સાથે
( મિત્રો એક
નમ્ર વિનંતી કે કદાચ કોઈ જગ્યા એ typing મિસ્ટેક હોય તો આપની સુજ બુજ થી વાંચશો)
કદાચ
કોઈ ભૂલ ચૂક હોય તો ભગવાન શિવ અને આપ સુજ્ઞવાચકોની ક્ષમા ચાહું છું
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે
ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ |
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકાર- ચંડતાંડવં તનોતુ નઃ
શિવઃ શિવમ || 1 ||
જે શિવની ઘટ્ટ ઝટા-રૂપ-વનથી પ્રવાહિત થઇ ગંગાની
ધારા તેમના કંઠને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં મોટા અને લાંબા સર્પોની માળાઓ લટકી રહી છે, તથા જે ડમડમ ડમરું વગાડીને પ્રચંડ
તાંડવ કરે છે-તે શિવજી અમારું કલ્યાણ કરે.
જટા-કટા હસંભ્રમ ભ્રમન્નિ-લિમ્પ-નિર્ઝરી
-વિલોલવીચિવલ્લરી-વિરાજમાનમૂર્ધનિ |
ધગદ્ધગદ્ધગ-જવલલ્લલાટપટ્ટપાવકે
કિશોરચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ મમ || 2 ||
જે
શિવની જટામાં અતિ વેગથી વિલાસ પૂર્વક ભ્રમણ કરતી રહેતી દેવી ગંગાની લહેરો તેમના
માથા પર લહેરાઈ રહી છે, તેમ
છતાં, તેમના લલાટ પર અગ્નિની પ્રચંડ જુવાળાઓ
પણ ધક-ધધક થઈને પ્રજ્વલિત થઇ રહી છે, એવા બાલ-ચંદ્રમાં (બીજ ના ચંદ્રમા) થી વિભૂષિત શિવજીમાં મારો અનુરાગ
(પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે.
ધરાધરેંદ્ર-નંદિની વિલાસ-બંધુ-બંધુર
સ્ફુર-દિગંતત-સંતતિ પ્રમોદ-માન-માનસે |
કૃપા-કટાક્ષ ધોરણીનિરુદ્ધદુર્ધરાપદિ
ક્વચિ-દિગ્મ્બરે
મનો-વિનોદમેતુ વસ્તુનિ || 3 || જે પાર્વતી (પર્વત-સુવા)ના વિલાસમય,રમણીય કટાક્ષમાં પરમ આનંદિત રહે છે, જેમના મસ્તકમાં સંપૂર્ણ સૃષ્ટિ તથા
સર્વ પ્રાણી ગણ વાસ કરે છે, તથા તેમની કૃપાદૃષ્ટિ માત્રથી સમસ્ત વિપત્તિઓ દુર થઇ જાય છે, આ (આકાશ-રૂપી વસ્ત્ર ધારણ કરનાર)
દિગંબર શિવજીની આરાધના થી મારું ચિત્ત સર્વદા આનંદિત રહે.
જટા-ભુજંગ-પિગલ-ફુરણામણિપ્રભા
કદંબ કુંકુમ દ્રવપ્રલિપ્તદિગ્વ
ધૂમુખે |
મદાંધ સિંધુર સ્ફરત્ત્વ ગુત્તરી યમે દુરે
મનો વિનોદમદ્ભુતં બિભર્તુ ભૂતભર્તરિ || 4 ||
હું તો શિવની ભક્તિમાં આનંદિત રહું, કે જે સર્વ પ્રાણીઓના આધાર અને રક્ષક
છે. જેમની જટાઓમાં લપટાયેલા સર્પ ની ફેણ પર રહેલા મણિ નો પ્રકાશ કે જે પીળા રંગની
પ્રભાના સમૂહ-રૂપ-કેસર જેવી કાંતિવાળો છે, (જે પ્રકાશ) દિશાઓ પ્રકાશિત કરે છે અને જે (જટા) ગજ-ચર્મથી વિભૂષિત
છે.
સહસ્ર લોચનપ્રભૃત્યશેષલેખશેખર
પ્રસૂન-ધૂલિધોરણી-વિધૂસરાંધિ-પીઠભૂ
ભુજંગરાજ-માલયા-નિબદ્ધજાટજૂટક
શ્રિયે- ચિરાય જાતાં
ચકોર-બંધુ શેખર || 5 ||
જે શિવજીના ચરણ,ઇન્દ્ર-વિષ્ણુ આદિ દેવતાઓના મસ્તક પરના
ફૂલોથી રંજીત છે (એટલે કે જેમને દેવતાગણ પોતાના મસ્તક પર ફૂલ અર્પણ કરે છે),જેમની જટાપર લાલ સર્પ વિરાજમાન છે, તે ચંદ્રશેખર અને ચિરકાળ સુધી સંપદા
આપે
લલાટચત્વરજ્વલદ્ધનંજયસ્ફલીંગભા
નિપીતપંચસાયકં
નમન્નિ-લીપ-નાયકમ
સુધા-મયૂખલેખયા-વિરાજમાન-શેખર
મહાકપાલિસંપદેશિરોજટાલ-મસ્તુનઃ || 6 ||
જે શિવ જીએ,ઇન્દ્ર-આદિ દેવતા ના ગર્વનું દહન
કરનારા કામદેવને પોતાના વિશાળ મસ્તકની અગ્નિ જવાલા થી ભસ્મ કરી નાખ્યો હતો,અને જે સર્વ દેવો દ્વારા પૂજ્ય છે, તથા ચંદ્ર ગંગા દ્વારા સુશોભિત છે,તે (શિવજી) મને સિદ્ધિ પ્રદાન કરો.
કરાલ-ભાલ-પટ્ટિકાધગદ્ધગદ્ધગ-જજવલ
દ્ધનંજયાહુતિકૃતપ્રચંડપંચસાયકે |
ધરાધરેંદ્રનંદિની-કયાગ્રચિત્ર-પત્રક
પ્રકલ્પનૈકશિલ્પિનિ ત્રિલોચને રતિર્મમ || 7||
જેમના મસ્તક પર ની ધકધક કરતી જુવાળાએ કામદેવને
ભસ્મ કરી નાખ્યો અને જે શિવજી,પાર્વતીના સ્તનના અગ્રભાગ પર ચિત્રકારી
કરવામાં અતિ ચતુર છે, તે શિવજીમાં મારી પ્રીતિ અટલ રહે.(અહીં
પાર્વતી પ્રકૃતિ છે અને ચિત્રકાર આ સૃષ્ટિનું સર્જન છે)
નવીનમેઘમંડલી નિદ્ધ-દુર્ધરસ્ફરત
કુહૂનિશીથિનીતમઃ પ્રબંધ-બદ્ધ-કંધરઃ |
નિલીંપનિર્ઝરી-ધરસ્તનોતુ કૃત્તિ-સિંધુરઃ
કળા-નિધાનબંધુરઃ શ્રિયં
જગદ્ધરંધરઃ || 8 ||
જેમનો
કંઠ,નવીન
મેઘાની ઘટાઓ થી પરિપૂર્ણ સમાન ને અમાવાસ્યાની રાત્રિ સમાન કાળો છે, જે ગજ-ચર્મ,ગંગા અને બાલ-ચંદ્ર દ્વારા શોભાયમાન છે
તથા જે તે શિવાજી,અને સર્વ પ્રકારની સંપન્નતા પ્રદાન કરે.
પ્રફુલ્લ નીલ પંકજ-પ્રપંચ કાલિમપ્રભા
વિલંબિકંઠકંદલી-રુચિપ્રબદ્ધ-કંધરમ |
સ્મરચ્છિદં પુરચ્છિદં ભવચ્છિદં
મખચ્છિદં
ગજચ્છિદાંધકચ્છિદં
તમંતકચ્છિદં ભજે | 9 ||
જેમનો
કંઠ અને ખભો,પૂર્ણ રીતે ખીલેલા નીલકમળ શ્યામ પ્રભાથી
વિભૂષિત છે, જે કામદેવ અને ત્રિપુરાસુરના વિનાશક છે.
સંસારના દુઃખોને કાપનાર છે, દક્ષયજ્ઞ વિનાશક છે, ગજાસુર અંધકાસુર સંહારક છે, તથા જે મૃત્યુ ને વશ કરવા વાળા છે-તે
શિવજીને હું ભજું છું.
અગર્વ સર્વ મંગલા કળા-કદંબ મંજરી
રસ-પ્રવાહ-માધુરી વિભૂંભણામધુવ્રતમ
સ્મરાંતકં પુરાંતકં
ભવાંતકં મખાંતકં
ગજાંતકાંધકાંતકં
તમંતકાંતકં ભજે || 10 ||
જે કલ્યાણમય,અવિનાશી,સર્વ કળાઓ રસ નો આસ્વાદ કરવાવાળા છે, જે કામદેવને ભસ્મ કરવાવાળા છે,જે ત્રિપુરાસુર,ગજાસુર,અંધકાસુરના સંહારક છે,દક્ષયજ્ઞવિન્ધવસંક તથા યમરાજના માટે પણ
યમ-સ્વરૂપ છે, તેવા શિવજીને હું ભજું છું.
-જયત્વ-દભ-વિભૂમિ-ભ્રમભુજંગમશ્વસ
-દ્વિનિર્ગમત્ક્રમ-ફુરત્કરાલ-ભાલ-હવ્યવાટ|
મિદ્ધિમિદ્ધિમિધ્વનન્મગતુંગ-મંગલ
ધ્વનિક્રમ પ્રવર્તિત
પ્રચંડ તાંડવ શિવ || 11 ||
અત્યંત
વેગથી ભ્રમણ કરી રહેલા સર્પો ફફ કારથી ક્રમશઃ લલાટ પર વધેલી પ્રચંડ અગ્નિના
મધ્યમાં મૃદંગ ઉચ્ચ ધીમે-ધીમે ધ્વનિની સાથે તાંડવ નૃત્યમાં લીન શિવજી સર્વ પ્રકારે
સુશોભિત થઇ રહ્યા છે.
દૂષ-દ્વિચિત્ર-તલ્પયોર્ભુજંગ-મૌક્તિકસ્રજોર
-ગરિષ્ઠરત્નલોષ્ઠયોઃ સુહૃદ્વિ-પક્ષપક્ષયોઃ ||
તૃષ્ણારવિંદચક્ષુષોઃ
પ્રજા-મહી-મહેંદ્રયોઃ
સમ પ્રવૃતિક:-કદા સદાશિવં
ભજે || 12 ||
કઠોર
પથ્થર કા કોમળ શૈયા,સર્પની માળા કે મોતીની માળા,બહુમુલ્ય રત્ન કે કંકર,શત્રુ કે મિત્ર, રાજા કે પ્રજા,તણખલું ક કમળ-એ સર્વ પર (પ્રત્યે) સમાન
દૃષ્ટિ રાખવાવાળા શિવજીને હું ભજું છું.
કદા-નિલિમ્પ-નિર્ઝરીનિકુંજકોટરે વસન
વિમુક્ત-દુર્મતિઃ સદા શિરઃસ્થમંજલિં વહન
વિમુક્ત-લોલ-લોયનો
લલાટ-ફાલલગ્નકઃ
શિવેતિ મંત્ર-મુચ્ચરન સદા
સુખી ભવામ્યહમ || 13 ||
હું
કયોરે એ ગંગાને ધારણ કરનાર, નિષ્કપટ,માથા પર અર્ધચંદ્ર ધારણ કરનાર ચંચળ
નેત્રો અને લલાટ વાળા શિવજી નો મંત્રોચ્ચાર કરતાં કરતાં અક્ષય સુખ પ્રાપ્ત થઈશ?
ઇમં હિ નિત્યમેવ-મુક્તમત્તમોત્તમં સ્તવ
પઠસ્મર વ્રુવન્નરો
વિશુદ્ધિમેતિસંતતમ |
હરે ગુરુ સુભક્તિમાશુ યાતિ
નાન્યથા ગતિ
વિમોહનં હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ || 14 ||
આ ઉત્તમોત્તમ શિવ તાંડવ સ્તોત્ર નો
નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી મનુષ્ય પવિત્ર થઈને શિવ માં સ્થાપિત થઇ જાય છે અને
સર્વ પ્રકારના ભ્રમોથી મુક્ત થાય છે.
પૂજાવસાનસમયે દશવકત્રગીતં યઃ શંભુપૂજનપરં પઠતિ પ્રદોષે
તસ્ય સ્થિરાં રથગજેંદ્રતુરંગયુક્તાં લક્ષ્મી સદેવ સુમુખ પ્રદદાતિ
શંભુઃ|15 || સવારે શિવ પૂજન કર્યા પછી અંતમાં આ
રાવણ-કૃત શિવ-તાંડવ સ્તોત્રના ગાનથી લક્ષ્મી સ્થિર રહે છે અને ભક્ત,રથ,ઘોડા,હાથી-આદિ સંપદાથી સર્વદા યુક્ત રહે છે.
(રાવણ
રચિત શિવ-તાંડવ-સ્તોત્ર સમાપ્ત)