ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ વિશે દુઃખદ ઈતિહાસ
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ થાવનું કારણ
હીટલરની ક્રૂર કત્લેઆમ વચ્ચે ઈઝરાયલ દેશ નો જન્મ થયો
હતો.
અબ્રાહમ અને મોશે યહુદી ધર્મ નાં પયગંબર છે.... ઈશ્વર એક જ છે તેઓ અવતાર
લેતા નથી અને તેનો કોઈ આકાર નથી આથી યહુદી ધર્મ નિરાકાર અને એકેશ્વર વાદ પર
રચાયેલો છે. તેનું ધાર્મિક ચિન્હ હથેળીમાં દીવો છે.
સો વર્ષ પહેલાં યહુદી ધર્મ પાળતી પ્રજા નો કોઈ એક નિશ્ચિત દેશ ન હતો પણ તેઓ દુનિયાના વિવિધ દેશોમાં વેર વિખેર રીતે વસતાં હતાં પણ તેઓનું એ કહેવું હતું કે જેરૂસલેમ શહેર માંથી યહુદી ધર્મ ની શરૂઆત થઈ હતી. યહુદી ધર્મ... ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ કરતાં જુદો હતો.
હીટલરનુ કહેવું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ માં યહુદીઓ જર્મનીની વિરુદ્ધ હતાં આથી જર્મની ની હાર થઈ હતી. બસ ત્યારથી હીટલર યહુદીઓને નફરત કરતો હતો હીટલર તો ત્યાં સુધી કહેતો કે આર્યો સિવાય દુનિયામાં કોઈને જીવવાનો અધિકાર નથી... તેનાં મતે યહુદીઓ અનાર્ય હતાં આથી તેણે યહુદીઓ પર અત્યાચાર કરી ૬૦ લાખ યહુદીઓ ની હત્યા કરાવી નાખી હતી.
આથી યહુદીઓ દુનિયા નાં ખુણે ખુણેથી ભાગીને પેલેસ્ટાઈન વિસ્તારમાં
પ્રવેશ્યા. ત્યારે તે પ્રાંત પર ઈંગ્લેન્ડ નું રાજ હતું. વિશ્વ યુદ્ધમાં ઈંગ્લેન્ડ
અને જર્મની કટ્ટર દુશ્મન હતાં આથી ઈંગ્લેન્ડ જે પેલેસ્ટાઈન પ્રાંત પર રાજ કરતું
હતું ત્યાં તેણે જર્મની થી બચાવવા યહુદીઓ ને શરણ આપી એક અલગ દેશ ઈઝરાયલ બનાવી
આપ્યો. પેલેસ્ટાઈન પ્રાંત ત્યારે અંગ્રેજો નો ગુલામ હતો આથી અંગ્રેજો સામે કાંઈ
કરી શકે તેમ ન હતો. હવે એક પ્રાંત માંથી બે અલગ દેશ બન્યા ઈસ્લામ ધર્મ પાળતો
પેલેસ્ટાઈન અને યહુદી ધર્મ પાળતો ઈઝરાયલ .( ૧૯૪૮ માં દેશ તરીકે માન્યતા)
હકીકતમાં ઈંગ્લેન્ડે એવું વિચાર્યું હતું કે ઈજીપ્ત પાસે આવેલી રાતા સમુદ્ર અને ભુમધ્ય સમુદ્ર ને જોડતી સુએઝની નહેર પર ઈઝરાયલ અંકુશ રાખશે કારણકે તે સુએઝ નહેર થકી જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નું દરીયાઇ અંતર 9000 કિમી ઘટી ગયું હતું. આ ઉપરાંત આજુબાજુના તમામ ઈસ્લામિક દેશો પર ઈઝરાયલ દ્વારા નજર રાખી શકાશે. આથી યુનો માં વગ લગાડી ઈંગ્લેન્ડે ઈઝરાયલ ને 1948 માં માન્યતા અપાવી દીધી.
ઈંગ્લેન્ડે બે દેશ એવી રીતે બનાવ્યાં કે
ઈઝરાયલ ને દરિયા કાંઠો મળે અને પેલેસ્ટાઈન ને દરિયા થી દૂરનો ભાગ આપ્યો (યલો કલર -
WEST
BANK), પણ વધારે વિરોધ થતાં ઈંગ્લેન્ડે
પેલેસ્ટાઈન ને થોડો દરિયો મળે તે માટે નાનકડી ગાઝા પટ્ટી (સ્ટ્રીપ) આપી તે આજે
આતંકવાદી નો અડ્ડો છે. ત્યાંથી જ ઈઝરાયલ પર અનેક રોકેટો છોડવામાં આવ્યાં છે. (ગાઝા
પટ્ટી નો ફોટો જોવો)
ઈસ્લામિક દેશોને આજ વાંધો પડ્યો છે કે શરણાર્થી યહુદીઓ નો દેશ ઈઝરાયલ..... અમારી વચ્ચે શું કામ બનાવ્યો ? રશિયા, કેનેડા, અમેરિકા, ચિન પાસે વિશાળ જગ્યા છે ત્યાં બનાવો... અરે યુરોપ ખંડમાં પણ શા માટે નહીં અને અમારા પર અલગ ધર્મ પાળતો નવો દેશ થોપી દેવામાં આવ્યો. બસ આ જ ઝઘડાનું મૂળ કારણ છે.
તકલીફ એ છે કે ઈઝરાયલ ત્રણેય ધર્મ ના આસ્થાનું કેન્દ્ર છે. જેરુસલેમ
શહેરમાં મક્કા અને મદીના જેવી જ ખ્યાતનામ મસ્જિદ છે. ખ્રિસ્તીઓ નું વિશાળ ચર્ચ અને
યહુદીઓ નું પવિત્ર ધર્મસ્થાન પણ ત્યાં છે. આથી ત્રણેય ધર્મ પાળતી પ્રજા ત્યાં
મુલાકાત લેતી રહે છે આથી ઝગડાઓ અને ધડાકાઓ થતાં રહે છે.
બીજું કે... જેરુસલેમ શહેરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે એક ભાગ પર
ઈઝરાયલ અને બીજા ભાગ પર પેલેસ્ટાઈન નો અધિકાર છે. આથી બધું ડખે ચડી ગયું છે.
(ફોટાનો નક્શો જુઓ )
ઈઝરાયલે વિજ્ઞાનને મહત્વ આપ્યું આથી એ દેશે ખેતીવાડી, ટેકનોલોજી, યુદ્ધના શસ્ત્રો માં ખુબ પ્રગતિ કરી
જ્યારે પાડોશી દેશો પાછળ રહી ગયા આથી સાથે ઈર્ષ્યાવૃત્તિ એ પણ જન્મ લીધો. આમતો
બન્ને ટચુકડા દેશો છે. પેલેસ્ટાઈન ની વસ્તી 80
લાખ અને ઈઝરાયલ ની 97 લાખ છે. પણ અસ્તિત્વ નો સવાલ છે.
ઈઝરાયલ ... આજુબાજુના ઈસ્લામિક દેશો ને તો ગાંઠે તેમ નથી પણ જો ઈરાન યુદ્ધમાં કુદી પડે તો તેને થોડું વિચારવું પડે બાકી યુરોપ ખંડના દેશો અને અમેરિકા તો ઈઝરાયલ તરફી છે.
આ હમાસ નો આતંકવાદી હુમલો હોવાથી ભારતે પણ ઈઝરાયલ ની ફેવરમાં પોતાના પ્રત્યાઘાતો આપ્યાં છે પણ એકમેક દેશના લશ્કરી હુમલા થાય તો કદાચ ભારત તટસ્થ રહે તેવી શક્યતા છે કારણકે ભારતને ખાડી દેશો સાથે પેટ્રોલિયમ સહિત અન્ય વેપારો ના કરારો છે અને ખાડી દેશોમાં અનેક ભારતીયો નોકરી , કામ ધંધે ગયા છે તેની સલામતી માટે પણ વિચારવું પડે.
આંતરરાષ્ટ્રીય બાબતો સુલજાવવી
માથાનો દુખાવો હોય છે... એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાટ સર્જાતો હોય છે.
(પાડોશી દેશો અને ભૌગોલિક સ્થાન ની માહિતી માટે ફોટા ના નકશા જોવો)
દુનિયા માં યહુદીઓ એ ઘણાં
અત્યાચારો સહન કર્યા છે. તેની વસ્તી ખુબ ઓછી છે પણ વિશ્વ ને તેણે અઢળક વૈજ્ઞાનિકો આપ્યાં છે, આલ્બર્ટ આઈન્સ્ટાઈન તેમાંના એક છે.