Monday, November 6, 2023

આપણાં બાળકો માટે આટલું તો કરીએ જ




 આપણું બાળક એ ઈશ્વરે આપણને આપેલી મહામુલી ભેટ છે

                         આપણું બાળક આપણા ઘડપણ  કે પુરા જીવનનો સહારો છે  એના માટે તો તમે  માતાજી કે ભાગવાની પૂજા માનતા બાધાઓ રાખતા હતા અને આજે ભગવાને તમને ફૂલ રૂપી બાળક આપ્યું છે તો તેનો ઉછેર કેવી રીતે કરવું તેનું જીવન ઘડતરમાં તમારી ભૂમિકા  કેવી રીતે નિભાવવી   તે અંગે થીડી ચર્ચા આ લેખમાં કરી છે  



બાળકને મોટા કરવાનો ફક્ત એક મોકો મળે છે. ગુમાવશો તો જીવનભર પસ્તાવું પડશે. બાળકોને મોટા કરવાની જવાબદારી ભારે છે. આપણને ખરું માર્ગદર્શન કોણ આપી શકે? બાળકને સારી રીતે ઉછેરવા તમે શું કરી શકો?

તમે કોનું માર્ગદર્શન લેશો? 

આપણાં છોકરાંને મોટા કરવાની સલાહ તો બધા આપી શકે છે. કોઈ કહેશે કે આમ કરો, તેમ કરો. બધા કંઈ ને કંઈ તો કહેશે . આજ કાલ ઘણાં માબાપ ઍક્ષપર્ટ્સની હેલ્પ લેવા દોડી જાય છે. ખરું કે અમુક એક્ષપર્ટ્સની સલાહ સારી હોય છે. પણ મોટે ભાગે તેઓની સલાહમાં દમ હોતો નથી. જ્યારે અમુક સલાહ થોડા સમયમાં નકામી થઈ જાય છે.



    ખરું માર્ગદર્શન ક્યાંથી મળી શકે?  

 સાચી સલાહ કોણ આપી શકે?  

        આપણા ધર્મપુસ્તકો રામાયણ , મહાભારત , ઉપનિષદ કથાઓ, ભગવાન શ્રી રામની બાળપણ કથા , ભગવાન શ્રી કૃષણ ની બાળકથા, હનુમાનજી ની બાળપણ ની કથા, ગણેશની બાળપણ ની કથા , નચિકેતા , ધ્રુવ, અભિમન્યુ  કે મહાન પુરુષોના બાળપણના પ્રસંગો  આપણા બાળકોને જણાવો  વિડીઓ  સ્વરૂપે  બતાવો

તમારાં બાળકને સારી રીતે ઓળખો






શા માટે બાળકોને ઓળખવા જોઈએ? 

બાળકો ચાહે છે કે મમ્મી-પપ્પા તેઓને સારી રીતે ઓળખે. પણ જો તેઓ બાળકને ટોક્યા કરે તો, તે દિલ ખોલીને વાત કરતા અચકાશે. જો માતાપિતા વારંવાર બાળકનું સાંભળે નહિ, તેને તોડી પાડે તો બાળક દિલની વાત કરતા અચકાશે. તેને એમ લાગશે કે પોતે કંઈ કરી શકતા નથી

  બાળક પર આપણી અસર 

   બાળકો સાથે આપણા વ્યવહારની  કેવી અસર પડે છે તે વાંચીને અવશ્ય યાદ રાખવા જેવું છે જે નીચે પ્રમાણે છે 

() બાળકને મારીએ તો નફફટ થાય.




() બાળકને લાલચ આપીએ તો લાલચુ થાય.

() બાળકને કૂટેવ સુધારવા ધમકાવીએ તો ફૂટેવ વધે.



() બાળકને પ્રોત્સાહન આપીએ તો તેની શક્તિઓ ખીલી ઊઠે.

() બાળકને વધારે પડતા લાડ લડાવીએ તો જીદ્દી બને.

() બાળકને વધારે પડતી સ્વતંત્રતા આપીએ તો સ્વચ્છંદી બને.




() બાળકને વધુ પડતી બીક બતાવીએ તો ડરપોક બને.

() બાળકને વધારે ટોકીએ તો જડ બની જાય.

() બાળકની સારી બાબતોને બિરદાવીએ તો તેનામાં આત્મવિશ્વાસ વધે.




(૧૦) બાળકના હોવાથી ઘરનું વાતાવરણ શાંત રાખીએ તો તેનું મન પ્રસન્ન રહે.

(૧૧) બાળકને માનની દૃષ્ટિએ જોઇએ તો તેમના સ્વમાનની લાગણી જાગે.

(૧૨) બાળકની નજર સામે સેવાકાર્ય કરીએ તેનામાં સેવાભાવના જાગે.

(૧૩) બાળકને હંમેશા પ્રેમ આપીએ તો બીજાને પ્રેમ આપશે.




(૧૪) બાળકનું બધું કામ આપણે કરીએ તો તે પરાવલંબી બની જશે.

(૧૫) બીજાની હાજરીમાં બાળકની મશ્કરી કરીશું તો તે લધુતાગ્રંથીથી પીડાશે.

(૧૬) બાળકની હાજરીમાં જૂઠું બોલીએ તો તે જૂઠ્ઠાબોલું થાય. વડીલો પ્રત્યે





 (૧૭) બાળકની હાજરીમાં વડીલોને માન આપીએ તો તે વડીલોને માન આપશે.

(૧૮) બાળકનું જરૂરી કામ આપણે કરીએ તો તે ચીડીયું બની જશે.

(૧૯) બાળકને જોઇતી વસ્તુ લાવી આપીએ તો તે ચોરી કરતાં શીખે.

(૨૦) બાળકને વાર્તાઓ કહીએ તો તેનામાં સર્જનશીલતા વધે,

(૨૧) બાળકની સાથે તોછડાઇભર્યું વર્તન કરીએ તો બાળક ઉદ્વત બને.

(૨૨) બાળકની સાથે બાળક જેવા બનીએ તો બાળકમાં આત્મિયતા વધે.




(૨૩) બાળકનો ઉછેર અપમાનજનક વાતાવરણમાં થાય તો તે તેનો વિકાસ રૂંધાય.

(૨૪) બાળકને છુટા હાથે પૈસા વાપરવા આપીએ તો બાળક ઉડાઉ બની જાય.

(૨૫)બાળકનો ઉછેર કંકાસમય વાતાવરણમાં થાય તો તે ઝઘડાળુ બની જાય.








(૨૬) બાળકનો ઉછેર સમભાવવાળા વાતાવરણમાં થાય તો તે શાંત સ્વભાવનું થાય.

(૨૭) બાળકને સતત અન્યાય થાય તો તે ક્રોધી બની જાય.

 (૨૮) બાળકનો ઉછેર મમતામય વાતાવરણમાં થાય તો બાળક સ્નેહાળ બને.

(૨૯) ઘરના બધા સભ્યો એકબીજાની આમન્યા રાખે તો બાળકમાં સંયમનો ગુણ વિકસે.

(૩૦) ઘરના સભ્યો સંયમપૂર્ણ વ્યવહાર કરે તો બાળકમાં સંયમનો ગુણ વિકસે.

(૩૧) ઘરમાં આતિથ્યનું વાતાવરણ હોય તો બાળક વિવેકી બને.

(૩૨) બાળકને નિયમિત ધાર્મિક સ્થળે લઇ જવામાં આવે તો તેનામાં ધાર્મિક ભાવના વિકસે.







     કુટુંબ માટે નિયમો ઘડો અને એને વળગી રહો
   એ પગલું શા માટે લેવું? 

બાળકોને નિયમોની જરૂર છે. તેને જાણવાની પણ જરૂર છે કે નિયમો તોડશે તો શું પરિણામ આવશે. આવા માર્ગદર્શન વગર બાળકો સ્વાર્થી બની જાય છે. પોતાનો વિચાર કરતા હોય છે. પોતે મૂડી બની જાય અને બીજાઓના પણ મૂડ ખરાબ કરી નાખે

શા માટે નિયમો ઘડવા સહેલા નથી: 

બધાં બાળકો એકસરખા નથી. એટલે બધાં માટે એક સરખા નિયમો પણ કામ નહિ કરે. તમારાં બાળક માટે તમે જે નિયમો ઘડો એનું પાલન કરતા સમય તો લાગશે . તમારે ધીરજ રાખવી પડશે. ઘણાં બાળકો હઠીલા હોય છે. “આપણા મોટાની જેમ બાળકોને પણ મન ફાવે એમ કરવું ગમે. ખોટે રસ્તે જવાના અખતરા કરવા ગમે. બાળકો હઠ પકડે, જીદ છોડે નહિ,”

તમારા કુટુંબના નિયમો શું છે એનું લિસ્ટ બનાવો. બાળકોએ નિયમોનું પાલન કરવું જોઈએ. અમુક માબાપ જણાવે છે કે પાંચેક નિયમો બનાવો. થોડા નિયમો હશે તો યાદ રહેશે. પછી જેઓ પાળે અથવા નિયમો તોડે તો એનું શું પરિણામ આવશે પણ લિસ્ટમાં લખો. જે કંઈ શિક્ષા હોય તે બહુ કડક હોવી જોઈએ. ઘરમાં દરેકે નિયમનું પાલન કરતા શીખવું જોઈએ.

                    જો બાળક નિયમ તોડે તો તરત શિક્ષા કરો. શાંત મગજે શિક્ષા કરો. ગુસ્સો આવે તો શાંત થાવ પછી શિક્ષા કરો. શિક્ષા કરતી વખતે ઢીલા પડો. અચકાયા વગર શિક્ષા કરજો. જો તમે અચકાશો તો બાળકને એમ થશે કે નિયમો તોડવામાં કંઈ વાંધો નથી. આપણા ઉપનિષદ પણ કહે છે કે   જે વ્યક્તિને તેના  દુષ્કર્મ માટે જલદી શિક્ષા થતી નથી. તે મનુષ્યનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.

બાળકો માટે સારો દાખલો બેસાડો












શા માટે સારો દાખલો બેસાડવો જોઈએ? 

આપણે જે શીખવીએ પ્રમાણે જીવવું પણ જોઈએ. દાખલા તરીકે, માતાપિતા પોતાનાં બાળકોને સાચું બોલવાનું શીખવશે. કોઈનું અપમાન કરવું એમ કહેશે. પણ માતાપિતા એક-બીજા સામે રાડારાડી કરે, કે ખોટું બોલે તો બાળકો કઈ રીતે સાચું બોલતા શીખશે? બાળકને તો થશે કે મોટા આવું બધું કરે ચાલે અને મને ટોકટોક કરે છે. બાળકોને તો પોતાના માતાપિતાની   નકલ કરવી ગમે છે. એટલે જો તમારામાં વ્યસન , જુગાર , કે ગાળો બોલવી તેવા ગુણો હશે તો તમારા બાળકમાં પણ તે ગુણો આવશે જ માટે દરેક માતાપિતાએ પોતાની ટેવ , વર્તન વિશે વિચારવું જોઈએ.

કેવી રીતે બાળકો માટે સારો દાખલો બેસાડી શકીએ? 

એવું નહિ માનતા કે તમે કદીયે ભૂલો નહિ કરો. જ્યારે તમારાથી ભૂલ થઈ જાય ત્યારે એમાંથી બાળકને શીખવો. તમારી ભૂલ કબૂલ કરો. જ્યારે માબાપ  પોતાની ભૂલ  કબુલ કરી તે સુધારી લે છે  ત્યારે બાળકો પણ માફી માંગતા શીખે છે અને પોતાની ખરબ ટેવ સુધારવા પ્રયત્ન કરે છે.

                   મિત્રો ને મારી રીતે બાળઉછેર ની થોડી વાતો  કહી છે  તેમાં તમે તમારા  જીવન પ્રમાણે સુધારા વધારા કરી એનું અનુસરણ કરી શકો છો
      મિત્રો પોસ્ટ વાંચી ગમી હોય તો ફોલો કરજો અને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં