વોરન બફેટની કીમતી સલાહ
વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિ વોરન બફેટની કીમતી સલાહ"
અચૂક વાંચવા જેવું અને શીખવા જેવું વિશ્વની બીજા નંબરની શ્રીમંત
વ્યક્તિના જીવનની આ વાત છે.
"હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું
છું. હું મોબાઇલ ફોન વાપરતો નથી.
હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.
હું ડાઇવર રાખતો નથી
વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ,
૧૯૩૦ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર) ના
ઘરે થયો હતો. વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ
હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું
પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ
સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજા બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં
નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા, પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડોલર થઇ ગયો હતો.
શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ ૪૦ ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ
પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચી ગયો એ
ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે.
હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડોલર (૨૦૦૦ની સાલના
ભાવ પ્રમાણે 42 હજાર ડોલર) કમાઇ લીધા હતા પિતાએ પુત્રને પરાણે
યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યા ત્યારે વોરને ફરિયાદ કરી કે હું મારા
પ્રોફેસરો કરતાં વધુ જાણું છું. તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને
યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ
ભણવા માટે તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યુ પણ
વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં
પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું.
આજે વોરન બફેટ વિશ્વની બીજા નંબરની
ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે. ઇન્વેસ્ટર્સ તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે. તેઓ
અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકા કોલાથી માંડીને વર્કશાયર જેવી અનેક
કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે.
વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ
લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલોક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ
લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે
(૧) મને મારી જિંદગીની કમાણીનો
હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે
તમારો બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.
(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ
પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું, તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો.
તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની
શરૂઆત કરી હતી. પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે
કરતાંય વહેલો કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.
(3) હું આજે પણ ત્રણ બેડરૂમના
નાનકડા ઘરમાં રહે છે. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલા મિટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ
દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ
ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને
પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.
4) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.આ
તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા
હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. એક જ
મિટિંગ બોલાવી તેમને માટે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. બાકી તે લક્ષ્યાંક હાંસલ કરવાનું કામ હું તેમને
સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.
5) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે રાઇટ પિપલ
ને રાઇટ કામ આપું છું.
6) હું મારા સીઇઓને બે નિયમો
આપું છું રૂલ નંબર એક શેર હોલ્ડરના નાણા ડૂબા જોઈએ નહી રૂલ નંબર બે પહેલા નંબરના રૂલનો કદી ભંગ થવો જોઈએ નહીં.
૭) હું મારી મોટરકાર જાતે
જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે
જે છો તે જ રહેવાના છો.
8) વિશ્વની મોટામાં મોટી
પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો
નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.