Friday, August 20, 2021

UPSC Exam



  આ લેખમાં   UPSC ની પરીક્ષા વિશે  UPSC Exam ના વિષયો  ની તૈયારી માટે  શું વાંચવું ,ક્યારે ફોર્મ  ભરાય , પરીક્ષા પદ્ધતિ , ઈન્ટરવ્યું પદ્ધતિ ,વગેરે બાબતો નો સરળ ભાષા મા ખ્યાલ આપવામાં આવ્યો છે    આ લેખ નો  હેતુ વિદ્યાર્થીઓ ને આ પરીક્ષા માટે પ્રેરિત કરવાનો છે




UPSC શું  છે  ? તેની તૈયારી કઈ રીતે કરવી  ?  UPSC ની એક્ઝામ કોણ આપી શકે  ?  UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ?  UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતી માં કઈ સર્વિસ  મળે  ?  વગેરે સવાલો તમને થતા હશે ! 

UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે . UPSC એ ક્લાસ ૧ ની એક્ઝામ લે છે . આઈએસ , આઈપીએસ , આઇએફએસ , આઈ આર એસ ,  જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે .  UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસ ની પણ એક્ઝામ લે છે .

UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે .

પ્રિલિમ એક્ઝામ 
 મેઈન એક્ઝામ
 ઇન્ટરવ્યૂ 

પ્રિલીમ પરિક્ષા ના બે પેપર હોય છે . 
બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે .
 જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે .
 તમારા પેપર ૧ ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ .
 (બીજા પેપર ના માર્ક ગણાતા નથી)

 ૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે,જો તમે પ્રથમ પેપર માં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો .
 
 પ્રીલીમ  પરિક્ષા મા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટ માં ગણાતા નથી .

મુખ્ય પરિક્ષા
 મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે . 

 અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે,પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે )

 બીજું પેપર ભાષા નું હોય છે, (બંધારણ ની ૮ મી  અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો .
તેમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો😅 ,તેમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે .)

આ બન્ને પેપર મા  પાસ થવું જરૂરી છે  આના માર્ક મુખ્ય પરિક્ષા મા ગણાતા નથી . 
  

મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે 👇

 નિબંધ નું પેપર 
ચાર જનરલ સ્ટડી ના પેપર 
 બે optional‌‌ ના પેપર 
( જે તમારે નક્કી કરવા નો હોય છે,જે વિષય રાખવો હોય તે, ભાષા પણ રાખી શકાય, UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ )

આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે .

 ૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે ) 

ઇન્ટરવ્યૂ

ઇન્ટરવ્યૂ  કુલ ૨૭૫ માર્ક નું હોય છે. 

ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય,દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ,તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ? તેનો ઈતિહાસ શું છે વગેરે , ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે. 

(  UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે મોટાભાગે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે.)
  

 કુલ ૨૦૨૫ માર્ક માંથી  ઉમેદવાર ને માર્ક મળતા હોય છે . 

 પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી .

જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે .

UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી ?
UPSC ની તૈયારી ની શરૂઆત NCERT થી કરવી જોઈએ  જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય .

 હિસ્ટ્રી માટે 
ધો . ૬ થી ૧૨ ની ncert 
પ્રાચીન ભારતનો ઇતિહાસ
મધ્ય ભારત નો ઇતિહાસ 
આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો .
 ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો . 

 ભૂગોળ માટે 

ધો .૬ થી ૧૨ ની ncert બુક વાંચવી .
 કરંટ અફેર્સ વાંચવું 
 ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી 

 અર્થશાસ્ત્ર માટે 

 ૬ થી ૧૨ ની ncert 
 રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી 
 કરંટ અફેર્સ વાંચવું 
યુટ્યુબ પર ના  મૃણાલ પટેલ ના લેક્ચર જોવા .

પોલિટીકલ સાયન્સ માટે 
ધો ૬ થી ૧૨ ની ncert
 એમ.લક્ષ્મીકાંત ની પોલિટીકલ સાયન્સ ની બુક 
 કરંટ અફેર્સ 

સમાજશાસ્ત્ર માટે 

ધો. ૬ થી ૧૨ ની ncert 
 સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે )
 Ucg ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર.

વિજ્ઞાન માટે

 ધો .૬ થી ૧૦ ની ncert ( ૧૧ ,૧૨  સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. )
 કરંટ અફેર્સ 

 ગણિત માટે

ધો. ૬ થી ૧૦ ની ncert 
    ( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ,ખાલી દસમાં સુધીનું )

અંગ્રેજી માટે 

 અંગ્રેજી માં દશ માં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ . UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક .  આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી .

Optional subject માટે 
  Optional ના બે પેપર હોય છે .
 ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .

 ગુજરાતી ભાષા નો ઇતિહાસ 
 ગદ્ય અને પદ્ય બન્ને 
  રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી .
 પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે  .


 રાજ્યસભા ટીવી જોવી .
 મહિના નું કરંટ મેગેઝીન વાંચવું 
 જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો .
 કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી .
 ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે  તે બધું જ જાણવું જરુરી છે .
ભારત ની મુખ્ય સમસ્યા  કઈ છે ? 

કોણ UPSC નું ફોર્મ ભરી શકે ?

UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે .

 તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .( લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ  આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)

કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે

લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજ નો ટોપર જ પાસ કરી શકે . આપડું કામ નથી તો

 UPSC   ૨૦૧૭ ના ઓલ ઈંડિયા માં ૩ રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે. 

 ૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે . તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા . સ્નાતક માં પણ ૫૫ ટકા હતા . છતાં તેમને UPSC પાસ કરી .  તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવ માં ટ્રાયલ માં તે સફળ રહ્યા .

   મનોજ કુમાર શર્મા  ૧૨ ધોરણ માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા . હાલ માં તે એસીપી છે .
મનોજ કુમાર શર્મા  વિશે આ બ્લોગ મા જ  એક  લેખ  લખેલો   છે 

  આવા તો ઘણા બધા ઉદાહરણ છે  . 



એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ  ક્યાં સુધી પહોંચી શકે 

 અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે .તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા . હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે .

 ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ . જયશંકર એ UPSC પાસ કરેલી છે .
એસ. જયશંકર આઈ .એફ .એસ ઓફિસર હતા .

ભારત સરકાર ના પૂર્વ  નાણાં મંત્રી યશવંત સિન્હા  એ UPSC પાસ કરેલી છે .  યશવંત સિન્હા ક્લેક્ટર હતા .

ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિજી સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે.

ઉત્તર પ્રદેશ ના ચાર વખત મુખ્યમંત્રી રહેલા લોકસભાના સાંસદ રહેલા રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતી જી એ  પણ UPSC ની તૈયારી કરેલી છે .

જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ .

        


 

આપણું મન ભલાઈ અને બુરાઈ વિશે શું વિચારે છે ??


 







આપણું મન    ભલાઈ અને બુરાઈ વિશે શું વિચારે છે ?? 

દુનિયામાં જે સારું છે તે પહેલા જેવું જ છે, પરંતુ તેના કોઈ સમાચાર નથી.

 જો કોઈ એવું વિચારે કે લોકો અંગ્રેજીના શિક્ષણને કારણે બગડેલા છે, તો તે ખોટું વિચારે છે. જ્યારે લોકો અંગ્રેજી જાણતા ન હતા ત્યારે પણ તેઓ આવા હતા. જો કોઈ એવું વિચારે કે ફિલ્મોને કારણે લોકો બગડેલા છે, તો તે ખોટું વિચારે છે. કારણ કે જ્યારે કોઈ ફિલ્મો નહોતી ત્યારે પણ માણસ આના જેવો હતો.

તેથી જ હું કહું છું કે રોગની ઉંડાઈ અને અંતર અને લંબાઈને સમજવી જરૂરી છે. નહિંતર, લોકો એવા ઉપાયો જણાવે છે કે જેને આપણે હલ કરીએ તો પણ, અખિલ ભારતના સિનેમા ઘરો બંધ હોય તો પણ વ્યક્તિમાં જરાય ફરક પડતો નથી. તેના બદલે, એક ભય છે કે માણસ વધુ ખરાબ થઈ શકે છે. ડર એટલા માટે છે કે સિનેમાની દુષ્ટતા જોઈને પોતે ખરાબ કરવાનું મન થોડું ઓછું થઈ જાય છે. રાહત આવે છે. જો બે માણસો રસ્તામાં લડતા હોય, તો અમે ત્યાં રોકાઈ જઈએ, એક હજાર નોકરીઓ છોડીને. ચાલો જોઈએ શું થઈ રહ્યું છે? આ રીતે, ઉપરથી કહેવામાં આવે છે કે ભાઈઓ લડતા નથી, પણ અંદરથી તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે કંઈક થવું જોઈએ.અને જો તે બે લડનારા ધારે કે તમે બધા કહો છો કે લડો નહીં, જાઓ, તો અમે ઉદાસી પાછા આવીશું. પણ જો લોહી ટપકશે, પથ્થર જશે, છરી કાપવામાં આવશે, તો આપણે ખૂબ ખરાબ રીતે કહીશું કે લોકો ખૂબ ખરાબ થઈ ગયા છે, શું થઈ રહ્યું છે? પરંતુ અમારી આંખો ચમકતી હશે, અમારા ચહેરા ખુશ હશે. તે અંદર થશે કે કંઈક જોયું, કંઈક થયું. તે બે માણસોને લડતા જોઈને, આપણી લડવાની વૃત્તિ પણ થોડી બહાર આવે છે. આ માટે પુરાવા છે.
 જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, ત્યારે વિશ્વના વિચારશીલ લોકો માટે એક મહાન આશ્ચર્ય હતું કે જ્યાં સુધી યુદ્ધ ચાલ્યું ત્યાં સુધી, વિશ્વમાં ઓછી ચોરીઓ, ઓછી હત્યાઓ, ઓછા આત્મહત્યાઓ હતી. લોકો પણ પાગલ થઈ ગયા. સંખ્યા ઘટી. તે એક મોટું આશ્ચર્ય છે. ચોરોને યુદ્ધ સાથે શું સંબંધ છે? અને જો ચોરોને તેની સાથે કંઈ લેવાદેવા હોય, તો પછી પાગલોને પાગલ શું જોઈ રહ્યા છે? પાગલ ન થાઓ કે હવે યુદ્ધ ચાલી રહ્યું છે. પણ કશું સમજી શક્યા નહીં. બીજા વિશ્વયુદ્ધમાં ગભરાટ વધી ગયો.કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં સમગ્ર વિશ્વમાં પાપો, ગુનાઓ, ખૂન, આત્મહત્યાઓ, પાગલો, માનસિક બીમારીઓનું પ્રમાણ ઘટી ગયું હતું. પછી મારે વિચારવું પડ્યું. પછી તે તારણ આપે છે કે ત્યાં કારણો છે. કારણ એ છે કે જ્યારે આખો સમાજ સામૂહિક રીતે પાગલ બની ગયો છે, ત્યારે ખાનગી પાગલ બનવાની જરૂર નથી. જ્યારે સમગ્ર વિશ્વમાં ઘણી બધી હત્યાઓ થઈ રહી છે, ત્યારે મારે કોઈને અલગથી મારવા જવું જોઈએ, તેનો કોઈ અર્થ નથી. હું સવારે અખબાર વાંચું છું અને રાહત અનુભવું છું. હું રેડિયો સાંભળું છું અને રાહત અનુભવું છું.
સિનેમા બંધ કરીને લોકો વધુ સારા બનશે, જો ઋષિ -મુનિઓ આ સમજાવે, તો તે ઋષિ -મુનિઓ માણસની અનિષ્ટ વિશે કશું જાણતા નથી. અને જો કોઈ સમજાવે કે માણસ અંગ્રેજીનું શિક્ષણ અને પશ્ચિમ સાથેના સંપર્કથી બગડ્યો છે, તો તે તેને સંપૂર્ણપણે ખોટો સમજાવે છે. જો આપણે તમામ શિક્ષણ બંધ કરી દઈએ અને પશ્ચિમ સાથેના તમામ સંબંધો તોડી દઈએ અને બળદગાડાઓની દુનિયામાં પાછા જઈએ, તો પણ માણસ સારો રહેશે નહીં, કારણ કે રોગ ખૂબ જ ઊંડો છે.
 બળદગાડાઓના જમાનામાં માણસ હજુ પણ આ રીતે હતો. પરંતુ કેટલીક બાબતોએ ફરક પાડ્યો છે. પહેલો તફાવત આ છે, સૌથી મોટો તફાવત જે થયો છે તે એ છે કે આપણે સમગ્ર વિશ્વમાંથી એકસાથે સમાચાર મેળવવાનું શરૂ કર્યું છે જે અગાઉ ઉપલબ્ધ નહોતું. અને ધ્યાનમાં રાખો કે જો આપણને અનિષ્ટમાં રસ હોય, તો જ આપણને દુષ્ટતાના સમાચાર મળે છે, પણ આપણને સારા સમાચાર મળતા નથી. જો હું રસ્તામાં કોઈને છરી મારીશ તો ભાવનગરના અખબારો સમાચાર પ્રકાશિત કરશે. પણ જો હું રસ્તામાં પડેલા કોઈને પણ ઉપાડું તો ભાવનગરના અખબારોમાં કોઈ સમાચાર પ્રકાશિત થશે નહીં.
 દુનિયામાં જે સારું છે તે પહેલા જેવું જ છે, પરંતુ તેના કોઈ સમાચાર નથી. કારણ કે કોઈ સારું વાંચવા કે સાંભળવા આતુર નથી. તે ક્યારેય નહોતો. જ્યારે પણ બે માણસો મળે છે, તેઓ કોઈની સાથે અનિષ્ટ કરે છે. જો દુષ્ટતા કરવા માટે કોઈ માણસ નથી, તો પછી વાત કરવાનો કોઈ અર્થ નથી. વાતચીત થઈ શકી નથી. જ્યારે દસ માણસો મળે છે, પ્રથમ ઔપચારિક વસ્તુઓ થાય છે, પછી કોઈની દુષ્ટતા શરૂ થાય છે.
 અન્યમાં ખરાબ શોધવામાં એક સ્વાદ હોય છે, અને તે સ્વાદ એ છે કે જ્યારે આપણે અન્યમાં દુષ્ટતા શોધીએ છીએ, ત્યારે અમને એવો સ્વાદ મળે છે કે આપણે રાહત અનુભવીએ છીએ કે આપણે માત્ર ખરાબ જ નથી અને લોકો પણ ખરાબ છે. અને લોકો વધુ ખરાબ છે. તેથી જ આપણે ચારે બાજુ દુષ્ટતાની શોધ કરીએ છીએ, જેથી આપણી દુષ્ટતાની પીડા, જે કાંટાની જેમ ચૂંટે છે, તે શાંત થઈ શકે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે બધા લોકો બીમાર છે, તો રોગ હવે એટલો દુખી નથી.જો મને ખબર પડી કે ગામમાં દરેક વ્યક્તિ સ્વસ્થ છે. હું એકમાત્ર બીમાર છું. તેથી તે રોગ કરતાં વધુ દુ:ખ પહોંચાડે છે કે અન્ય તમામ લોકો સ્વસ્થ છે. હું માત્ર બીમાર છું. પણ જો ખબર પડે કે બધા લોકો બીમાર છે, તો રોગનો ડંખ, દુ:ખ ઓછું થાય છે. અને જો ખબર પડે કે તે મારા કરતા વધારે બીમાર છે, તો તેની બીમારીમાં પણ સ્વાસ્થ્ય દેખાવા લાગે છે. કારણ કે આપણે ઓછા બીમાર છીએ.

  ઓશો  રજનીશ ના વિચારોમાંથી