સિદ્ધિ તેને જઈ વરે જે
પરસેવે નહાય મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કેવી રીતે ટકી રહેવું ? Like learning, like
accepting, like implementing .
મિત્રો આજે મારે વાત કરવી છે એક એવા વ્યક્તિત્વની કે જે તમને તમારા જીવનમાં
૧૦૦ ટકા સફળતા મેળવવા માટે પ્રેરણા આપશે જ મારે તમને એક એવા વ્યક્તિ ની વાત કરવી
છે કે દુર્ઘટનામાં પોતાનો પગ ગુમાવી બેસે છે છતાં પણ હિંમત હારતા નથી અને માઉન્ટ
એવરેસ્ટ સર કરવાનો નિર્ણય કરે છે અને એ નિર્ણય સાચો ફેરવે છે અને દુનિયાના બીજા
ઊંચા શિખરો પણ સર કરે છે . અને આપણા મનને
પણ સર કરે છે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું એ કોઈ સહેલી વાત નથી એવા ઘણા લોકો છે જેમણે
માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો નિર્ણય કર્યો સફર શરૂ કરી પણ સફરને અધવચ્ચે છોડી દેવી
પડી તમારા અને મારા જેવા તંદુરસ્ત લોકો પણ માઉન્ટ
એવરેસ્ટ સર કરી શકતા નથી ત્યારે અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ અરુણિમા નામનાં
યુવતી એવરેસ્ટ ચડવાનું લક્ષ્ય બનાવે છે. જેને એ માત્ર બે વર્ષમાં પુરું કરે છે.
એટલું જ નહીં, તે દુનિયાના સાત સૌથી ઊંચા પર્વત પણ સર કરે છે આપણને પણ વિકટ
પરિસ્થિતિમાંથી હિંમત હાર્યા વગર કેવી રીતે સફળતા મેળવી એની પ્રેરણા આપે છે સફળતા મેળવવા
માટે પ્રેરણા આપતી એક આદર્શ વ્યક્તિ ના
જીવનના આ પ્રસંગો વાંચીને તમે તમારી
નિરાશા ખંખેરીને ફરીથી ઊભા થશો એવી મને ખાતરી છે.
એ વ્યક્તિ છે અરુણિમા
સિંહા
પરિચય
અરુણિમા સિન્હાનો જન્મ 1988માં ઉત્તર
પ્રદેશના આંબેડકર નગરમાં થયો હતો અરુણિમા સિંહા નાનપણથી જ ઈચ્છા શક્તિ ધરાવતા હતા
તેઓ રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ અને વોલીબોલ ના ખેલાડી રહી ચૂક્યા છે
શરીરને અને મનને હચમચાવી નાખતો અકસ્માત
11 એપ્રિલ, 2011ના રોજ તેઓ
સીઆઈએસએફની પરીક્ષા આપવા માટે લખનૌથી દિલ્હી જઈ રહ્યાં હતાં.
ત્યારે ટ્રેનમાં
લૂંટારુઓએ તેમનો સામાન અને ગળામાં રહેલી એક સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યા
હતો.
તેમનો સામનો કરતાં અને
બાથ ભીડતાં લૂંટારુઓએ તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધાં હતાં. તેઓ પાટા પર
પડ્યાં અને સામેથી આવતી ટ્રેનમાં તેમનો પગ આવી જતાં તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો
હતો.
હકારાત્મક વિચારસરણી
આ ઘટના અંગે તેઓ પોતાની વૅબસાઈટ પર લખે છે, "એ રાત્રે હું બે પાટા
વચ્ચે પડેલી અને મારી બાજુમાંથી લગભગ આઠ ટ્રેન નીકળી." "હું મારી જગ્યા પરથી ખસી પણ શકતી નહોતી ત્યારે મને
થયું કે જો આ સ્થિતીમાં હું જીવી ગઈ તો મને હવે કંઈ જ નહીં થાય." તેઓ આગળ કહે
છે કે તેમની સારવાર દરમિયાન પોલીસ તપાસમાં તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા કે તેમણે
આત્મહત્યા કરવાની કોશિશ કરી અથવા તેઓ પડી ગયાં. સ્થાનિક હૉસ્પિટલમાં ઇલાજ બાદ
તેમના પગના ઑપરેશન માટે તેમને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ ખાતે
ખસેડવામાં આવ્યા હતાં..
દ્રઢ મનોબળ
સખત પરિશ્રમ માં અરુણિમા સિંહા ને પરસેવો અને લોહી પડે છે
"2011માં પોતાના ભાઈના સહકારથી તેમણે એક દિવસ બચેન્દ્રી પાલ સાથે
ફોન પર વાત કરી. તેમને તાલીમ આપવા માટે સહમત કર્યાં."2012માં તેમણે ઉત્તરકાશીમાં ટાટા સ્ટીલ ઍડવેન્ચર ફાઉન્ડેશનમાં
પોતાની તાલીમ શરૂ કરી. પ્રાથમિક તૈયારીના ભાગરૂપે તેણે 2012માં આઇલૅન્ડ પીક સર કર્યું હતું.તેઓ કહે છે, "આ તાલીમ દરમિયાન અનેક વખત એવું બન્યું કે ચઢાણ દરમિયાન મારા કૃત્રિમ પગના
બાઉલમાં લોહી ભરાઈ જતું.""મને લોકો આગળ
ચડવાની ના પાડતાં પણ મારે હાર નહોતી માનવી."
સપનું સાકાર કર્યું
અરુણિમા સિંહાની વેબસાઈટ
પર જણાવ્યા અનુસાર બચેન્દ્રી પાલ પાસે બે વર્ષ સુધી તાલીમ લીધા બાદ તેમણે 52 દિવસમાં એવરેસ્ટનું શિખર સર કર્યું હતું.તેમણે 21મે, 2013ના રોજ સતત 17 કલાકના કપરા ચઢાણ બાદ કુલ 8,848 મીટર ઊંચો એવરેસ્ટ સર કરેલો.અહીંથી ન અટકીને તેમણે દુનિયાનાં અન્ય સૌથી ઊંચાં
સાત શિખરો સર કરવાનો નિર્ણય કર્યો.ત્યાર બાદ 1 મે, 2014 થી 11 મે, 2014 દરમિયાન દસ
દિવસમાં તાન્ઝાનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલિમંજારો સર કર્યું.જુલાઈ 15,
2014 થી 25 જુલાઈ સુધીમાં
તેણે રશિયાનું માઉન્ટ એલ્બ્રસ સર કર્યું, જે 5,642 મીટર ઊંચું શિખર છે.ત્યાર બાદ 12 એપ્રિલ, 2015 થી 20 એપ્રિલ, 2015ના આઠ દિવસમાં
તેણે ઑસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કોઝિયુઝ્કો સર કર્યુ હતું.12 થી 25 ડિસેમ્બર,
2015ના દરમિયાન તેમણે આર્જેન્ટિનાનું માઉન્ટ
એન્કોકાગ્વા સર કર્યું હતું.
તેમના આ શિખર સર કર્યા
બાદ વડા પ્રધાને ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પણ પાઠવી હતી
'ચંદ્રશેખર આઝાદ વિકલાંગ ખેલ એકૅડૅમી' મહાન વ્યક્તિઓના મહાન કાર્યો
અરુણિમા પોતાનાં લક્ષ્યો
પ્રાપ્ત કરતી રહી છે, તેની સાથે તેનું એક
સ્પોર્ટ્સ એકૅડૅમી શરૂ કરવાનું સપનું છે.પોતાની વેબસાઈટમાં પોતાના મિશન અંગે
અરુણિમા લખે છે કે દિવ્યાંગ લોકો સ્વાવલંબી બની શકે અને ખેલકૂદમાં આગળ વધી શકે તે
માટે સ્પોર્ટ્સ એકૅડૅમી શરૂ કરવી છે. જેનું નામ 'ચંદ્રશેખર આઝાદ વિકલાંગ ખેલ એકૅડૅમી' હશે. પોતાને મળતી
બધી જ મદદ અને પુરસ્કાર અરુણિમા પોતાના ફાઉન્ડેશનના નામે કરે છે. જેનો આ એકૅડૅમી
માટે ઉપયોગ કરી શકશે.
અરુણિમા સિંહાના પ્રેરણાસ્ત્રોત
એક મુલાકાતમાં પત્રકાર તેમને પૂછે છે કે તમારી પ્રેરણા કોણ છે ? તમે આટલી બધી પ્રેરણા ક્યાંથી મેળવો છો ? અરુણિમા સિંહા
જણાવે છે કે મારા આદર્શ વ્યક્તિએ મને પ્રેરણા આપનાર વ્યક્તિ ક્રિકેટર યુવરાજ છે કે
જેઓ કેન્સર સામે લડ્યા અને જીત મેળવી છે.
શીખવા જેવું સ્વીકારવા જેવું અમલ કરવા જેવું
શું આપણા જીવનમાં અરુણિમા
સિંહા જેટલી દુઃખદ પીડાદાયક પરિસ્થિતિ આવી છે વિકટ પરિસ્થિતિનો આપણે સામનો કેવી રીતે કર્યો શું આપણે અરુણિમા સિંહા જેટલા દુઃખો વેઠ્યા છે તેમના જેટલા પ્રયાસો કર્યા છે જો તમારો જવાબ ના હોય તો તમે તમારી નિરાશા ખંખેરીને આજે
તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયાસો ચાલુ કરી દો તમને સફળતા મળશે જ
આવી દુઃખદ પરિસ્થિતિમાં હું શું કરી શકું કઈ રીતે આગળ વધી શકો આવી નિરાશાઓ
તમારી અંદર ઘર કરી જાય ત્યારે ત્યારે આ વાર્તા અચૂક વાંચજો
મિત્રો આજે બસ આટલું જ આવી જ બીજી કોઇ પ્રેરણાદાયક વાર્તા સાથે ફરીથી મળી
મારી આ પોસ્ટ ગમી હોય તો
ફોલો કરશો અને મિત્રોને શેર કરશો
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કેવી રીતે ટકી રહેવું ? Like learning, like accepting, like implementing
Friends, Today
I want to talk about a person who will inspire you to achieve 100%
success in your
life. I want to tell you about a person who loses his leg in an accident but
does not lose courage and decides to climb Mount Everest and he makes the
decision to climb the world's highest peaks.
And it is not easy to climb Mount Everest, but there are many who decided to
climb Mount Everest but have to leave the
journey midway through. Arunima, who is a young woman, aims to climb Everest
after losing one leg in an accident. Which he completes in just two years. Not
only that, it also climbs
the seven highest mountains in the
world, and inspires us to succeed without losing courage from difficult situations. I am sure you will rise again by
reading these events in the life of an ideal person who inspires you to succeed..
That person is
Arunima Sinha
Introduction
Arunima Sinha born in
Ambedkar Nagar, Uttar Pradesh in 1988, was awill-powered youth who has been a
national level football and volleyball player.
Accident
that shook the body and mind
On April11, 2011,she was going from Lucknow to Delhi to
appear for the CISF exam.
The robbers
had tried to pull off their luggage and a gold chain around their necks.
They were thrown out of the train by the robbers who confronted them and
were mobbed by the robbers. She fell on the tracks and lost her leg when she
got into the train coming from the front.
Positive Thinking
He writes on his
website:"That night I was between two tracks and
about eight trains left me." "I
couldn't move from my place, so I thought I wouldn't be able to do anything if I survived this
situation." He continues that during his treatment, he was accused of
attempting suicide or falling. After treatment at a local hospital, he was
shifted to the All India Institute of Medical Sciences for surgery on his leg.
Arunima says,"He decided to climb Mount Everest." What people
called stupidity. How can Everest climb? But Arunima Sinha, whose name was
strong morale, did not look at the criticism of the people and stuck to her determination and decided to
climb Mount Everest.
Arunima Sinha sweats and bleeds in
hard work
"In
2011,with the
support of his brother, he spoke to Bachendrai Pal on the phone. Agreed to
train them.' He
started his training at theTata Steel Adventure Foundation in Uttarkashi in 2012, and
as part of his initial preparation, he did the Island Peak in 2012. Hesays,"During this training, ithappened
several times that during the climb, my artificial leg bowl was filled with
blood." I was
not defeated by people refusing to go ahead.'
Dream fulfilled
According to Arunima Sinha's website, after two years of training with Bachendrai
Pal, he climbed Everest in 52 days. He climbed 8,848 metres high after a 17-hour steep climb
onMay21, 2013.After that, the highest peak in Tanzania in ten days was Mount Kilimanjaro, july 15,
2014. From 2014 to July 25,
it climbed Mount Elbrus, a
peak of
5,642 metres, followed
by The HighestPeak in Australia, Mount Kozhikode,
in eight days from April12, 2015 to April20, 2015. He travelled toMount Ancogua,
Argentina, between
12 and 25 December2015.
After his
summit, the Prime Minister tweeted his greetings
.
'Chandrasekhar
Azad Disabled Sports Educational AchievementsGreat
Works of Great People
Arunima has been achieving her goalsand
has a dream of starting a sports academy with her. On her website,
Arunima writes about her mission that divyangs want tobecome self reliant and move
forward in sports.
Arunima
Sinha's inspiration
In an
interview, the journalist asks him, "Who
is your
inspiration?" Where do you get so much inspiration? Arunima
Sinha says that the man who inspired me is cricketer Yuvraj who fought and won
cancer..
As to how to learn
Have we
faced the most painful situation in our
lives as arunima sinha has suffered? If you do not answer,
you will be disappointed and start trying to achieve your goal today.
Read this story when the disappointments that have
made you home.
If you like this post, follow me and share it with your friends