નમસ્કાર મિત્રો આજની વાર્તામાં આપણે એક સુંદર મજાની
વાર્તાના માધ્યમથી આપણા જીવન અંગેનો ખ્યાલ
મેળવવાના છીએ
આજની આ
વાર્તા મને અને તમને વિચાર કરતા કરી દેશે કે
ક્યાંક
હું તો ચંદન માંથી કોલસા ì પાડી રહ્યો ને ??
એક રાજા હતો જે એક દિવસ જંગલમાં ભૂલો પડી ગયો હોય છે .
રાજાને
ખુબ તરસ લાગી હોય છે
ત્યાં એક કઠિયારો હતો
તેણે રાજાને પાણી પીવરાવ્યું .
રાજાએ આભાર
વ્યક્ત કરતા કહ્યું કે
ક્યારેક
આવજે મારા રાજદરબારમાં
હું તને એક ઇનામ આપવા ઈચ્છું છું .
આ
સાંભળીને કઠિયારો તો ખુબ ખુશ થયો .
કઠિયારો તો એક દિવસ ચાલતા ચાલતા
રાજાના દરબારમાં પહોચ્યો
તેણે રાજાને પ્રણામ કર્યા અને કહ્યું કે
હું તે જ કઠિયારો છું જેણે તમને
તે દિવસે જંગલમાં પાણી પીવરાવ્યું હતું
રાજાને
યાદ આવ્યું તેઓ ખુબ ખુશ હતા
તેમણે
વિચાર્યું કે
હું આ
ગરીબ કઠિયારાને કેવી રીતે મદદરૂપ બની શકું
હું
શું આપું કે જેથી કઠિયારાને
આજીવન ક્યાય કમાવવા ના જવું પડે ,
રાજાને
યાદ આવ્યું કે
મારી એક બગીચો છે
જેમાં
ઘણા બધા ચંદનના વૃક્ષો છે તે જ આપી દઉં
રાજાએ ચંદનનો બગીચો કઠિયારાના નામે કરી દીધો .
કઠિયારો
તો રાજી રાજી થઇ ગયો એતો વિચારવા લાગ્યો
આટલા બધા વૃક્ષો ઊંચા ઊંચા અને કાંટા વિનાના
આમાંથી તો હું કેટલા બધા કોલસા પાડી શકીશ અને
મને કેટલા બધા રૂપિયા મળશે .
ધીરે
ધીરે કઠિયારા એ વૃક્ષો કાપી કાપીને
કોલસા બનવવાનું ચાલુ કરી દીધું .
તેને લાગ્યું કે અહીં તો હું આખું જીવન
કોલસા પાડી
ને પેટીયું રળી શકીશ.
થોડા
વર્ષો વીત્યા
હવે તો
કઠિયારા ના ચંદના વૃક્ષોના બગીચામાં
થોડાક જ
વૃક્ષો બચ્યા હતા .
કઠિયારો
મનમાં ને મનમાં વિચારતો હતો કે
મારું
શું થશે કોને ખબર આ વૃક્ષો હવે
કેટલા દિવસ ચાલશે , એ કપાઈ જશે પછી
હું મારું પેટ કેવી રીતે ભરીશ ?
કઠિયારાને
ચિંતા થવા લાગી
હું
શું કરીશ , ક્યાં જઈને
મારું
ગુજરાન કેવી રીતે ચલાવીશ ?
આ
બાજુ રાજાને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે
લાવ ને પેલા કઠીયારાની મુલાકાત કરી આવું
તે શું કરે છે ખબર અંતર પૂછતો આવું
અને
મારા ચંદનના વૃક્ષોનો બગીચો કેવો
વિકાસ પામ્યો છે તે પણ જોતો આવું .
રાજા તો બગીચા બાજુ જવા લાગ્યા
પણ દુર
થી તેમણે આ શું જોયું
રાજાએ જોયું કે બગીચામાંથી તો
ધુમાડાના
ગોટે ગોટા નીકળતા હતા
નજીક
આવ્યા તો રાજાએ જોયું કે
ચંદના વૃક્ષો સળગતા હતા
હવે તે જગ્યા એક દમ ઉજ્જડ થઇ ગઈ હતી
પડતર થઇ
ગઈ હતી
બહુ ઓછા ઝાડ બચ્યા હતા
રાજાએ કઠિયારને
જોતાવેંત જ પૂછ્યું
આ તું શું કરો છો ?
કઠિયારાએ
જેવા રાજાને જોયા
કે તેમને પ્રણામ કર્યા.
રાજાએ
ફરીથી પૂછ્યું
તે અહીં
આબધુ શું કર્યું છે ?
કઠિયારા
એ રાજાનો ધન્યવાદ વ્યક્ત કરતા કહ્યું કે
તમારા આ ઉપકારને લીધે જ
આજ દિન
સુધી મારું ગુજરાન ચાલ્યું છે
પણ હવે તો અહીં થોડાક ઝાડ બાકી રહ્યા છે
કૃપા
કરીને આવો બીજો કોઈ બગીચો હોય તો
એ પણ મને
આપો
જેથી
મારું જીવન ગુજરાન ચાલે.
રાજા
સમજી ગયો કે છેવટે આ મુર્ખ કઠિયારા
એ મારા
મોઘા મોંઘાં ચંદના વૃક્ષોનું શું કર્યું છે .
રાજાએ કઠિયારા ને કહ્યું કે તે જે
આ કોલસા પાડ્યા છે તે અહિયાં જ ક્યાંક મૂકી દે
અને એક કામ
કર આ જે બે મીટર લાકડું છે
તે લઈને બજારમાં આવી જ્જે
અને પછી મને કહેજે કે બજારમાં શું થયું
કઠિયારો
વિચારવા લાગ્યો કે
હું
આટલી તન તોડ મહેનત કરીને
કોલસા બનાવું છું તે કોલસા નહિ
પણ ફક્ત
આ લાકડું લઈને બજારમાં આવજે .
પરંતુ રાજાનોનો આદેશ છે તો માનવો તો પડશે જ
તે બીજા જ દિવસે ફક્ત ચંદનના
લાકડાનો ટુકડો લઈને બજારમાં ગયો
.જેવો તે બજારમાં ગયો ને આ શું થયું
ઘણા
બધા વેપારીઓ સોદાગરો કઠિયારા ના
પેલા ચંદનના લાકડાના ટુકડાના
ઊંચા
ભાવ બોલવા લાગ્યા
કઠિયારા ને તે નાના એવડા લાકડા ના
ટુકડાના
1000 રુપયા મળ્યા
એ
જમાનામાં 1000 રુપયા એટલે
આજના
લાખ રૂપિયા જેટલા લાગતાં.
એને થયું કે આતો કોલસાથી
કેટલાય
ઘણાય રૂપિયા મળ્યા છે
અને તે
પણ એક નાના એવા ટુકડાના .
તે કઠિયારો પાછો આવ્યો તો
તેની આંખો માં આંસુ હતા
તે રાજા પાસે આવીને રડવા લાગ્યો અને
કહેવા લાગ્યો
કે મેં આ શું કરી નાખ્યું ?
મિત્રો
આ વાર્તા હું અહીં જ અટકાવીશ
આ
વાર્તામાં જે ચંદનનો બગીચો છે
તે આપણું શરીર છે
અને આપણો શ્વાસ આપણું જીવન આયુષ્ય
એ ચંદનના વૃક્ષ છે
જયારે થોડાક જ ચંદનના વૃક્ષો બચ્યા હોય ,
આપણું જીવન આયુષ્ય થોડુક રહ્યું હોય ત્યારે
આપણને
ભાન થાય છે કે હું
અત્યાર સુધી જીવનમાં શું કરી રહ્યો હતો
મોંઘાં મૂલના ચંદનના વૃક્ષમાંથી
કોલસા બનાવી રહ્યો હતો
આ જીવન
આયુષ્ય રૂપી ચંદનને
ઈર્ષા ,
લાલચ ,લોભ ,મોહ વાસના ક્રોધ રૂપી
અગ્નિ માં સળગાવી રહ્યા હતા .
કીમતી ચંદન ના વૃક્ષો .
જયારે
થોડા જ બાકી રહ્યા હોય ત્યારે
આપણને
ભાન થાય કે આં આપણે શું કરી નાખ્યું .
અને
ચંદનના વૃક્ષ માંથી
બીજા
ચંદનના વૃક્ષો પણ ઉગાડી શકાય હોત
પ્રેમ ,વિશ્વાસ , લાગણી , મદદના ભલાઈના
સારા
કામ કરીને ચંદનના કેટલાય વૃક્ષો વાવી શક્યા હોત
પણ
આપણે લોભ મોહ , અહમ, વાસના ,
અભિમાન
,ક્રોધના ચક્કરમાં
જે ચંદનના
વૃક્ષો હતા એના
પણ
કોલસા પાડીને જીવન ધૂળ ધાણી જેવું કરું નાંખ્યું છે
આ વાર્તા કહેવાનો મારો ઉદ્દેશ્ય એ છે કે
આપણા
વિચારો આપણી બુદ્ધિ ને હાથ નથી હોતા
પણ તે
ક્યારેક આપણા જીવન માં
એવો તમાચો મારે છે કે
જીવનભર
તે ભુલાવી ના શકીએ
અને એ જરુરી નથી કે જીવનઅંગેની
સાચી સમજ સમજ મેળવવા માટે
આપણે
આવો તમાચો ખાવો જ પડે.
ક્યારેક
તમાચો બીજાને પડે કે પડ્યો હોય
અને
આપણે સમજી જવું જોઈએ કે
મારે જીવન કેવું જીવવું છે કોલસા જેવું કે ચંદન
જેવું ???
મારી
વાર્તા તમને ગમી હોય તો
તમને
ગમતા હોય તેવા લોકોમાં
આ વાર્તાને શેર કરજો મિત્રો .
જય
મહાદેવ