Thursday, August 19, 2021

દૈનિક આયોજન પોથી લખવા માટે ઉદાહરણ રૂપ

           


દૈનિક આયોજન પોથી લખવા માટે ઉદાહરણ રૂપ 

 મિત્રો આ ફાઈલ ડાઉનલોડ કરવા નીચે વાદળી કલર મા   ડાઉનલોડ PDF ક્લિક હિઅર લખ્યું છે તેના પર ક્લિક કરવાથી ફાઈલ  ડાઉનલોડ થશે 





ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ વિશે ટૂંકમાં પરિચય

 




ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ
                    


ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ વિશે  ટૂંકમાં પરિચય  ટૂંકમાં પરિચય .

૧)ગુ.રા.શા.પા.પુ.મંડળની સ્થાપના કયારે થઈ? /- ૨૧/૧૦/૧૯૬૯.

૨) ગુ.રા.શા.પા.પુ.મંડળ કયા એક્ટ હેઠળ સ્થાપવામાં આવ્યું છે?

સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ-૧૮૬૦.

૩)ગુ.રા.શા.પા.પુ.મંડળ કયા રજિસ્ટ્રેશન નંબરથી રજિસ્ટથયેલ છે?

- રજિસ્ટર નંબર– F - ૩૯૦.

૪)ધો. ૧ થી ૧૨ ના પાઠય પુસ્તકો બહાર પાડવાનું કામકોણ કરે છે?

- ગુ.રા.શા.પા.પુ.મંડળ.

૫) ગુ.રા.શા.પા.પુ.મંડળ.કેટલી ભાષામાં પાઠય પુસ્તક બહાર પાડે છે?

- ૮ (આઠ) ભાષામાં.

૬)ગુ.રા.શા.પા.પુ.મંડળ કઈ-કઈ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરે છે?

 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, ઉર્દુ,સિન્ધી, તમિલ

૭)ગુ.રા.શા.પા.પુ.મંડળના સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે?

૩૨ (બત્રીસ).

૮)ગુ.રા.શા.પા.પુ.મંડળના નિયામક સભાના સભ્યોની સંખ્યા કેટલી હોય છે?

- ૨૧ (એકવીસ).

૯)ગુ.રા.શા.પા.પુ.મંડળના કાર્યવાહક સમિતિના સભ્યોની  સંખ્યા કેટલી હોય છે?

- ૧૧ (અગિયાર).

૧૦)કાર્યવાહક સમિતિમાં કઈ-કઈ સમિતિઓ કામ કરે છે?

શૈક્ષણિક સમિતિ. ઉત્પાદન સમિતિ. , સંશોધન સમિતિ.,  સામાન્ય સભા.,નિયામક સભા. અને  કાર્યવાહક સમિતિ.

૧૧)સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે કોણ સ્થાન સંભાળે છે?

- માનનીય શિક્ષણમંત્રીશ્રી,

૧૨)ગુ.રા.શા.પા.પુ.મંડળના પ્રમુખ તરીકે કોણ સ્થાન શોભાવે છે?

- માનનીય શિક્ષણમંત્રીશ્રી.

 

૧૩)કાર્યવાહક સમિતિમાં કાર્યવાહક પ્રમુખશ્રી ઉપરાંત કેટલા સરકારી સભ્યો હોય છે?

- ૧૧ (અગિયાર) સભ્યો,

૧૪)કાર્યવાહક સમિતિમાં કાર્યવાહક પ્રમુખશ્રી ઉપરાંત કેટલા બિન સરકારી સભ્યો હોય છે?

 ૯ (નવ) સભ્યો.

૧૫)ગુ.રા.શા.પા.પુ.મંડળમાં શૈક્ષણિક સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે?

- ૧૩ (તેર) સભ્યો.

ગુ.રા.શા.પા.પુ.મંડળે બુનિયાદી વિષયોના (ધોરણ-૧૧અને ૧૨) ના પુસ્તકો કયારથી પ્રકાશિત કરવાની શરૂઆત કરી ?

- ઈ.સ. ૧૯૯૯ થી.

૧૭)ગુ.રા.શા.પા.પુ.મંડળ બુનિયાદી વિષયના કેટલા પાઠયપુસ્તકનું પ્રકાશન કરે છે?

- ૨૬ (છવ્વીસ).

૧૮)ગુ.રા.શા.પા.પુ.મંડળનું સામયિક કયું છે?

- બાલસૃષ્ટિ.

 

૧૯)'બાલસૃષ્ટિ' સામયિકનું વિદ્યાર્થીઓ માટે લવાજમ કેટલું છે?

૪૦ રૂપિયા. 

૨૦)બાલસૃષ્ટિ સામયિકનું સામાન્ય નાગરિક માટે લવાજમ કેટલું છે?

- ૮૦ રૂપિયા.

૨૧)નવા પાઠય પુસ્તકના છાપકામ બાદવાચનના ગુ.રા.શા.પા.પુ.મંડળ પાના દિઠ કેટલા રૂપિયા આપે છે?

- ૧૦ રૂપિયા. 

૨૨)ગુ.રા.શા.પા.પુ.મંડળ વિષય સલાહકારને કેટલું ઈનામ આપે છે?

- ૧૦૦૦૦ રૂપિયા,

23) ગુ.રા.શા.પા.પુ.મંડળનું મુખ્ય મથક કયા આવેલું છે?

સેક્ટર ૧૦/A, વિદ્યાયન, ગાંધીનગર.

24) ગુ.રા.શા.પા.પુ.મંડળનું આદર્શ વાકય કયું છે?

> तमसो मा ज्योतिर्गमय