Wednesday, May 13, 2020

મિત્રો આ રહ્યો પહેલા કોયડા નો જવાબ જે એક વખત તો અપણ ને વિચારતા કરી મૂકે છે
કોયડા (૧) નો જવાબ

આ કોયડો “સાયન્ટીફીક અમેરિકન”માં છપાયેલ છે અને તે ડીસરેશનાલીયા (dysrationalia) પર આધારિત છે. કોઈવાર બુદ્ધિશાળી વ્યક્તિ પણ ઠોઠ નિશાળિયાની જેમ વિચારવા માંડે છે, જેને ડીસરેશનાલીયા કહે છે.

કોયડાનો સાચો જવાબ પહેલો વિકલ્પ એટલે કે “હા” છે. પરંતુ ૮૦%થી પણ વધારે લોકો ત્રીજો વિકલ્પ પસંદ કરે છે. આ કોયડામાં ચંપા પરિણીત છે કે નહિ તે માહિતી આપેલી નથી. પણ જો તે પરિણીત હોય તો તે મગન તરફ જોઈ રહી છે, એટલે જવાબ “હા” છે. અને જો ચંપા અપરિણીત હોય તો છગન તેની તરફ જોઈ રહ્યો છે, એટલે પણ જવાબ “હા” છે. આમ કોઈ પણ  પરિસ્થિતિમાં જવાબ “હા” છે.

બુદ્ધિશાળી વ્યક્તિ પણ ખોટો વિકલ્પ પસંદ કરે છે, તેનું કારણ એ છે કે ઘણીવાર તેઓ બધી શક્યતાઓનો વિચાર કરતા નથી અને સૌથી સરળ અનુમાન કરી બેસે છે. બધી શક્યતાઓ ઉપર વિચાર કરવાની ધીરજ બધી બુદ્ધિશાળી વ્યક્તિઓમાં હોતી નથી.

 તમારો જવાબ શું હતો ?
કૉમેન્ટ આપશો

ચાલો હવે શરુ કરીશું મગજ કસવાનું કામ....?

 

કોયડો (૧) 

છગન ચંપા તરફ જોઈ રહ્યો છે, પરંતુ ચંપા મગન તરફ જોઈ રહી છે.

છગન પરિણીત છે, પરંતુ મગન પરિણીત નથી.

તમારે હવે કહેવાનું છે કે શું પરિણીત વ્યક્તિ અપરિણીત વ્યક્તિ તરફ જોઈ રહી છે ?

તમારો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

૧) હા

૨) ના

૩) નક્કી કહી શકાય નહિ