Tuesday, January 9, 2024

યક્ષ પ્રશ્ન






મહાભારતમાં પાંડવોને જુગાર રમવાને કારણે વનવાસ મળે છે તેઓ પોતાનું રાજ્ય હસ્તીનાપુર છોડી ને જંગલમાં જતા રહેછે. એક દિવસ  પાંડવો જંગલમાં શિકારની પાછળ પાછળ દુર સુધી જાય છે પરંતુ શિકાર હાથ લાગતો નથી હવે તેઓ થોડા થાકેલા હતા અને તેમને તરસ પણ લાગી હતી.


યુધિષ્ઠિર નકુલને પાણીની વ્યવસ્થા કરવાં કહે છે નકુલ એક ઝાડ પર ચઢીને પાણી કયાં  મળી શકે તે તળાવ કે સરોવરની શોધ કરે છે  અને તેને દક્ષિણ દિશામાં એક સરોવર દેખાય છે તે ઝાડ નીચે ઉતરીને યુધિષ્ઠિરને  કહે છે  ભાતા શ્રી અહીં થી થોડે દુર દક્ષિણ દિશામાં એક સરોવર છે હું ત્યાં જઈને આપણા બધા  માટે પાણી લઇ આવું છું  ત્યાં સુધી આપ વિશ્રામ કરો .

થોડી વારમાં નકુલ એક સરોવર પાસે આવી પહોંચે  છે. જેવો તે તેમાંથી પાણી પીવા જાય છે તેવો એક અવાજ આવે છે, “મારા સવાલના જવાબ આપતા પહેલા પાણી પીતો નહિ . નહીતર તારું મૃત્યુ  થશેનકુલ તેને અવગણીને પાણી પીએ છે અને મૃત્યુ પામે છે. નકુલ પાછો નહીં આવ્યો એટલે યુધિષ્ઠિર સહદેવને નકુલને શોધવા મોકલે છે. સહદેવ સરોવર પાસે આવે છે ત્યારે તેને પણ અવાજ સંભળાય છે, “થોભીજા! મારા સવાલોના જવાબ આપ્યા પહેલા એમાંથી પાણી 



પીતો નહિ ,નહીતર તારું મૃત્યુ થશે.સહદેવ કહે છે, “પહેલા મને મારી તરસ છીપાવી લેવા દો. પછી હું તમારા સવાલોના જવાબ આપીશ.તે પણ પાણી પીએ છે અને મૃત્યુ પામે છે.

હવે યુધિષ્ઠિરને ભણકારા વાગે છે કે બે ભાઈઓ કોઈ આપત્તિમાં છે. તેમને શોધવા તે ભીમ અને અર્જુનને મોકલે છે. તેઓ સરોવરની નજીક આવે છે. જેવા તેઓ પાણી પીવા જાય છે કે પેલો અવાજ તેમને રોકે છે, “થોભો! મારા સવાલના જવાબ આપ્યા વગર તેમાંથી પાણી પીતા નહિ કે પાણી ભરીને લઇ જતા નહિ  નહિ.નહીતર તમારું મૃત્યુ થશે અર્જુન કહે છે, “તમે કોણ છો? પોતાને પ્રગટ કરો.ભીમ કહે છે, “ અર્જુન પહેલા  આપણે પાણી પી લઈએ.જે હશે તેને પહોચી વળીશુંતે બન્ને પણ પાણી પી લે છે અને મૃત્યુ પામે છે .


જ્યારે ભીમ અને અર્જુન પણ પાછા ફર્યા ત્યારે યુધિષ્ઠિર પોતે તેમની શોધમાં નીકળે છે.


આખરે, તે પણ સરોવર પર પહોંચે છે, પોતાના ભાઈઓને ત્યાં મૃત પડેલા જુએ છે. તે સરોવરને પૂછે છે, “હે જળદેવતા શું માટે તમે દોષી છો? શું મારા ભાઈનું મૃત્યુ તમારે કારણે થયું છે? મારું જીવન પણ લઈ લો.



એક અવાજ કહે છે, “થોભો! મારા પ્રશ્નોનાં જવાબ આપતા પહેલા પાણી પીશો નહિ.યુધિષ્ઠિર કહે છે, “આપ કોણ છો? ક્યાં છો? સામે આવો.એક યક્ષ સામે આવે છે અને કહે છે, “ સરોવર મારું છે. તમારા ભાઈઓ મૃત્યુ પામ્યા છે કારણ કે, તેઓએ મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર તેમાંથી પાણી પીધું. શું તું પણ તેવું ભાગ્ય ઇચ્છે છે?” યુધિષ્ઠિરે કહ્યું, “જે મારું નથી તે લેવા હું ઇચ્છતો નથી. મને તમારા પ્રશ્નો પૂછો, હું મારાથી શક્ય બને તેટલો શ્રેષ્ઠ જવાબ આપીશ.

મિત્રો  યક્ષ  યુધિષ્ઠિરને જે પ્રશ્નો પૂછે છે તે પ્રશ્નો શાસ્વત છે અત્યારે પણ  પ્રશ્નો આપણી સામે અવારનવાર  ઉભા થાય   છે , એટલે તે પ્રશ્નો ખુબ શાંતિ થી સાંભળજો સાથે સાથે યુધિષ્ઠિર સદબુદ્ધિથી યક્ષના પ્રશ્નોના જે જવાબો આપે છે તે તો  જીવનમાં ખુબ ઉપયોગી છે જો જવાબ તમે જીવનમાં ઉતારી લીધા તો આપનું જીવન સફળ થશે સવાલ જવાબ વિડીયોબનાવવાનું હાર્દ ,સંદેશ  છે  માટે વિડીયોને સ્કીપ ના કરતા અને પુરા સવાલ જવાબ જોજો."



યક્ષપૂછે છે  : પૃથ્વી કરતાં પણ વધુ ભારે  શું છે?

યુધિષ્ઠિર: જન્મ આપનારી મા. જણેતા

યક્ષઆકાશ  કરતાં પણ વધુ ઊંચું કોણ    છે?

યુધિષ્ઠિરબાળકનું ઘડતર કરનાર પિતા

પ્રશ્ન: દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે?

યુધિષ્ઠિર: માણસનું મૃત્યુ નિશ્ચિત છે છતાં બધા અહીં એવી રીતે જીવે છે કે જાણે તેઓ અમર હોય, સૌથી મોટું આશ્ચર્ય છે.

યક્ષદુનિયામાં સૌથી ઝડપી શું છે?

યુધિષ્ઠિર: દુનિયામાં સૌથી ઝડપી માણસનું મન છે. 

યક્ષઆકાશમાં તારાઓકરતા પણ કોની સંખ્યા વધારે છે?

યુધિષ્ઠિર: માણસના મનના વિચારોની.

યક્ષ: સ્વર્ગથી મહાન શું છે?

યુધિષ્ઠિર: સત્ય 

યક્ષ: સહુથી મોટું ધન?

યુધિષ્ઠિર: સ્વાસ્થ્ય. 

યક્ષ: સૌથી મોટું સુખ?

યુધિષ્ઠિર: સંતોષ. 

યક્ષ: સૌથી ઊંચો ધર્મ?

યુધિષ્ઠિર: કોઈ જીવને હાનિ પહોંચાડવી. 

 યક્ષ: તપસ્વી કોણ છે?

યુધિષ્ઠિર: જે શ્રદ્ધાવાન રહે છે. 

યક્ષ: સાચું જ્ઞાન કયું છે?

યુધિષ્ઠિર: ઈશ્વરનું જ્ઞાન 

યક્ષ: શાંતિ શું છે?

યુધિષ્ઠિર: હૃદયની સ્થિરતા.  

યક્ષ: કયા શત્રુ પર વિજય મેળવી શકતો નથી ?

યુધિષ્ઠિર: ક્રોધ. 

યક્ષ: કયા રોગનો ઈલાજ નથી?

યુધિષ્ઠિર: લોભ. 

યક્ષ: અભિમાન કોને કહેવાય?

યુધિષ્ઠિર: જ્યારે માણસ એમ વિચારે કે જીવન તેની મરજીથી ચાલે છે.

યક્ષ: યુધિષ્ઠિર, તું પૃથ્વી પરનો સહુથી વિદ્વાન અને ન્યાયી પુરુષ છે.



હું તને વરદાન આપું છું. તારા કોઈ એક ભાઈને હું જીવનદાન આપુ છુ,

 તું કહે હું કોને પુનર્જીવિત કરું.

 યુધિષ્ઠિર (થોડું વિચાર્યા પછી): મને નકુલ આપો. 

યક્ષ: મને આશ્ચર્ય થાય છે. હું જાણું છું કે બધા ભાઈઓમાં તને

 ભીમ સૌથી પ્રિય છે. આવનારા યુદ્ધને જીતવા તું અર્જુન ઉપર નિર્ભર છે.

 તેમ છતાં તું તેમને છોડીને નકુલને પુંનર્જીવિત કરવા ઇચ્છે છે, શા માટે

યુધિષ્ઠિર: મારી બે માતા છે, કુંતી અને માદ્રી. કુંતીનો પુત્ર

હું જીવિત છું. તો ચોક્કસ , માંદ્રીનો એક પુત્ર જીવિત હોવો જોઈએ. 

યક્ષ: વાહ! તું સાચે એક મહાન આત્મા છે. યુધિષ્ઠિર!

મેં તારા જેવો કોઈ પુરુષ હજુ સુધી જોયો નથી.

 હું માત્ર નકુલને નહીં, તારા ચારેય ભાઈઓને પુનર્જીવિત કરું છું. 

યક્ષે ચારેય ભાઇઓને પુનર્જીવિત કર્યા.


 blog માં  મહાપુરુષોના જીવન ચરિત્રોના  post  મુક્વામાં આવે છે post  જોયા પછી  દર્શકોમાં આત્મવિશ્વાસ વધે સુટેવોનું ઘડતર થાય, સદગુણ કેળવાય,તમને પ્રેરણા મળે,તમે બીજાને પ્રેરણાદાયી વાત કરી શકો,અને આખા પરિવાર સાથે બિન્દાસ્ત જોઈ શકાય તેવા  સંસ્કારી વિડીયો મુકવામાં આવે છે સમાજમાં સારા વિચારો સદગુણની સુવાસ  ફેલાવવાના મારા પ્રયત્નમાં તમે પણ  સહભાગી બનજો તેવી અપેક્ષા રાખું છું મિત્રો તો પ્રકારના વિડીયો  જોવા આજે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.