Tuesday, June 23, 2020

ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો





ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે કેટલીકજાણવા જેવી રસપ્રદ વાતો 


જગન્નાથનો અર્થ છે જગતના સ્વામી તેમની નગરી જ જગન્નાથપુરી કહેવાય છે. આ મંદિર હિન્દુઓના ચાર ધામો પૈકી એક છે. જગન્નાથ મંદિરની વાર્ષિક રથયાત્રા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેમાં મંદિરના ત્રણેય મુખ્ય દેવતા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા.

ત્રણેય રથો ના નામ

જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે.  
ભાઈ બળભદ્રના  રથનુ નામ તાલ ધ્વજ છે
સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે



કેટલા દિવસ ચાલે છે રથયાત્રા


રથયાત્રા અષાઢ સુધ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.

કોમી એકતા

અમદાવાદમાં રથયાત્રા કોમી એકતાનુ પ્રતિક પણ છે. રથયાત્રા શરૂ થતા પહેલા મુસ્લીમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે

અનોખી વિધિ


રથયાત્રાની એક અનોખી વિધિ એ છે પહિદ વિધિ જેમ પ્રજાપતિ રાજા વિધિ અનુસાર એક શણગારેલી ડોલીમાં આવે છે અને સોનાની સાવરણથી રથયાત્રાના રસ્તાને થોડા અંતર સુધી સાફ કરે છે. રાજા પોતાને સેવક સમજીને આ કામ કરેછે.

જગન્નાથપુરી મંદિર ની વિશેષતાઓ

1)  સામાન્ય રીતે દરિયા કિનારે દિવસે પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ પુરીમાં આનું વિપરિત થાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.

2)   સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ મંદિરના ગુંબજની આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં


3)   શ્રી જગન્નાથ મંદિરની ધજા  હંમેશા હવાની વિરુદ્ધ દિશામાં લહેરાય છે આનું કારણ હમણા સુધી શોધી નથી શકાયું. આ ધજા ને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઉંધો થઈને ઉપર ચઢે છે.

4)  ધજા  ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે.


મારી આ પોસ્ટ ગમી હોય તો ફોલો કરશો અને મિત્રોને શેર કરશો