તર્ક શક્તિ વિકસાવો કોયડા ઉકેલો , બનો બુદ્ધિશાળી
કોયડો (૧)
એક સાધુ એ એક
ગરીબ માણસને એક જાદુઈ સોના નો સિક્કો આપ્યો અને કહ્યું કે બીજા દિવસે આ
સિક્કા બમણાં થઇ જાય છે. હવે તે માણસે બરણીમાં આવા એક આ સિક્કા ને
મુક્યો અને ૧૦૦મા દિવસે આ બરણી સિક્કાઓ થી પૂરી ભરાઈ ગઈ.
તો હવે તમે બતાવો કે કયા દિવસે આ બરણી અડધી ભરાઈ હશે?
કોયડો (2)
એક ગ્રાહક કરિયાણાની દુકાનમાં ગયો અને રૂ. ૭૦ ની
વસ્તુ ખરીદી. હવે તેના પાકીટમાં ફક્ત ૫૦
અને ૧૦૦ રૂપિયાની નોટો જ હતી. પરંતુ ગ્રાહકે રૂ. ૫૦ ની બે નોટ આપવાને બદલે ભૂલથી
રૂ. ૧૦૦ ની બે નોટ આપી. સામે દુકાનદાર પણ એવો જ ધૂની હતો. તેણે રૂ. ૧૦ ની ત્રણ નોટ
પાછી આપવાને બદલે ભૂલથી રૂ. ૫૦ ની ત્રણ નોટ આપી. તો આ વ્યવહારમાં કોણ અને કેટલી
ખોટમાં ગયું?
કોયડો (3)
૧૦ ફૂટ ઊંડા કુવામાં એક દેડકો છે. તે બહાર
આવવાના પ્રયત્નમાં દિવસે ૫ ફૂટ ઉંચે ચડે છે,
પરંતુ રાત્રે ૪ ફૂટ નીચે ઉતરી જાય છે. તો
આ દેડકો કેટલામે દિવસે કુવામાંથી બહાર આવશે ?
મિત્રો આ કોયડા ના
જવાબ આવતા રવિવારે બીજી અન્ય પોસ્ટ માં
આપવામાં આવશે ત્યાં સુધી જો આપને જવાબ
આવડતા હોય તો કોમેન્ટ કરો