Tuesday, July 28, 2020

ગમ્મત સાથે જ્ઞાન ના જવાબ તથા નવા કોયડા

ગમ્મત સાથે જ્ઞાન રજા ની મજા

 તર્ક શક્તિ વિકસાવો  કોયડા ઉકેલો , બનો બુદ્ધિશાળી   
    
મિત્રો આજે  ગમ્મત સાથે જ્ઞાન -૧ ના જવાબ   આપ્યા છે  તેને તમારા જવાબ સાથે સરખાવો  અને બીજા નવા ૩ કોયડા રજુ કર્યા છે  જેને ઉકેલવાનો પ્રયાસ કરશો  હું ટૂંક સમય માં એના જવાબ પણ લખીને મુકીશ  તે માટે વાંચતા રહો  ગમ્મત સાથે જ્ઞાન  પોસ્ટ 

ગમ્મત સાથે જ્ઞાન   ના  જવાબ 
કોયડો (૧)  નો  જવાબ    
૯૯મા દિવસે બરણી અડધી ભરાય.
કોયડો (૨)  નો  જવાબ
દુકાનદારે રૂ. ૧૦૦ ની બે નોટ એટલે કે રૂ. ૨૦૦ લઈને રૂ. ૫૦ ની ત્રણ નોટ એટલે કે રૂ. ૧૫૦ પાછા આપ્યા, એટલે દુકાનદારને રૂ. ૫૦ જ મળ્યા. અર્થાત રૂ. ૭૦ ની વસ્તુ પર દુકાનદારને રૂ. ૨૦ ની ખોટ ગઈ.
કોયડો (3)  નો  જવાબ  
એક દિવસના ૧ ફૂટના હિસાબે દેડકો પાંચ દિવસમાં પાંચ ફૂટ ઉપર ચડશે. હવે છઠ્ઠા દિવસે પાંચ ફૂટ ચડતાં તે કુવાની બહાર આવી જશે. પછી રાત્રે પાછા નીચે ઉતારવાનો સવાલ નહિ રહે. આમ દેડકો છઠ્ઠા દિવસે બહાર આવશે.


હવે  આજના  નવા કોયડા  ઉકેલવાનો પ્રયાસ કરજો તમે જરૂર સફળ થશો
કોયડો (૧) 
છ બગલા  છ મીનીટમાં છ માછલી પકડે છે. તો ૬૦ મીનીટમાં ૬૦ માછલી પકડવા માટે કેટલાં બગલા ની જરૂર પડે?

 કોયડો (૨)
એકવાર બીરબલ દુશ્મન રાજાને હાથે પકડાઈ ગયો. બીરબલની હાજરજવાબી વિદ્વતા વિષે જાણતા તે રાજાએ કેદી બીરબલને સજાનો હુકમ સંભળાવ્યો: તું કોઈ પણ એક વાક્ય બોલ. જો તે સાચું હશે તો હું તને કુવામાં ડૂબાડીને મારી નાખીશ અને જો તે વાક્ય ખોટું હશે તો હું તને આગમાં બાળીને મારી નાખીશ.



આના જવાબમાં ચતુર બીરબલ એવું વાક્ય બોલ્યો કે રાજાએ બીરબલને સજા કર્યા વગર છોડી મૂકવો પડ્યો. તો હવે તમે કહો કે બીરબલ એવું તે શું બોલ્યો હશે?

  કોયડો (૩)
તમારી પાસે બે એકસરખી મીણબતીઓ છે, જે ૧ કલાક ચાલે છે. હવે આ મીણબતીઓની મદદથી ૪૫ મીનીટનો સમય કઈ રીતે માપી શકાય?

જવાબ જોવા માટે  વાંચતા રહો  ગમ્મત  સાથે જ્ઞાન  પોસ્ટ