જ્યારે કુદરત રૂઠે ત્યારે પણ હિંમત હારશો નહીં, તમારા નિર્ણયમાં અડગ રહો, ઘણી વખત આપણે એવી પરિસ્થિતિમાં ફસાઈ જઈએ છીએ કે આપણને શું કરવું તે સમજાતું નથી. દોસ્તો તે સમય મુશ્કેલીઓના ગાઢ ધુમ્મસ જેવો લાગે છે.
બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી, પરંતુ આપણે પ્રયત્ન કરવાં
પડશે, આપણે હિંમત રાખવી પડશે અને આપણી જાત પર વિશ્વાસ કરવો પડશે, કારણ કે જો આપણને આપણામાં વિશ્વાસ હશે, તો આપણે છીણી અને હથોડી, થી પર્વતો તોડી શકીએ છીએ. દશરથ માંઝીની જેમ જ.
આ એક જિંદગીથી હારી ચુકેલા યુવાન ની વાર્તા છે .એક દિવસ બગીચામાં આ યુવાન ઉદાસ અને નિરાશ થઈને બેઠેલો દેખાય છે
બહારથી શાંત પણ તેની અંદર એક વાવાઝોડું હતું, તેને એક પછી એક વિચારો આવતા હતા, હવે શું થશે? હું લોન કેવી રીતે ચૂકવીશ?, હવે મારા બાળકો, મારા ઘરનું શું થશે,?મારું શું થશે, હું નાદાર થઈ ગયો છું અંત દેખાઈ રહ્યો છે, હવે એક જ રસ્તો છે અને તે છે મૃત્યુ. તે યુવાન આત્મહત્યા કરવાનું વિચારે છે
આ એક વૃદ્ધનો હાથ હતો . તે યુવાન વૃદ્ધ તરફ જુએ છે. વૃદ્ધે તેને પૂછ્યું કે શું થયું, તું આટલી ચિંતા કેમ કરે છે? શું હું તને મદદ કરી શકું?, યુવાન કહે છે, ના મૃત્યુ સિવાય મને કોઈ મદદ કરી શકે તેમ નથી , પછી તે વૃદ્ધ માણ કહે, શું થયું, મને કહે , હું તને મદદ કરીશ,
હવે યુવાન થોડો ગુસ્સે થાય છે અને કહે છે, તમે શું કરશો? મને મદદ કરશો એમ ? મારે 25 લાખની જરૂર છે. શું તમે મને આપશો ?મેં તમને કહ્યું હતુંને કે મને કોઈ મદદ નહિ કરી શકે.આ સાંભળીને વૃદ્ધ માણસ જોરથી હસવા લાગ્યો અનેબોલ્યો, "બસ આટલી જ વાત છે અને તું મૃત્યુ સુધી વિચારવા લાગ્યો છે."આટલું કહીને વૃદ્ધ માણસે એક ચેકબુક કાઢી અને 25 લાખનો ચેક લખ્યા
પછી તેણે યુવાન ને આપ્યો. યુવાનને ચેક આપતી વખતે વૃદ્ધે કહ્યું, આ રાખ અને તારું દેવું ભરી દે અને બરાબર એક વર્ષ પછી મને મારા રુપિયા આ જ બગીચામાં આવીને ચૂકવી દેજે મારું નામ રતન તાતા છે . તે મારું નામ તો સાંભળ્યું જ હશે. યુવાન તો ચેક હાથમાં લઈને તેમના સામે આભારની લાગણીથી જોઈ રહ્યો હાલમાં, રતન તાતા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ પોતે સફળ ઉદ્યોગપતિ છે.. તેઓએ ચેક આપ્યો અને ત્યાંથી ચાલ્યાં ગયા અને આ માણસ એ વિચારીને આશ્ચર્યચકિત થઈ ગયો કે થોડા સમય પહેલા મારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ હતી, મેં મરવાનું પણ વિચાર્યું હતું અને એક જ ઝટકામાં મારી બધી સમસ્યાઓનો અંત આવી ગયો હતો, તે ત્યાં જ ઊભી હતો, તેના હાથમાં ચેક હતો. અચાનક તેના મનમાં એક વિચાર આવ્યો કે એક માણસ જે મને ઓળખતો પણ ન હતો તેણે મારા પર એટલો વિશ્વાસ કર્યો કે તે મારા હાથમાં 25 લાખનો ચેક પકડાવીને ચાલ્યો
ગયો.જો કોઈ અજાણ્યો માણસ તેના પર આટલો ભરોસો કરે તો? શું તેને પોતાનામાં થોડો વિશ્વાસ નથી? તે માણસ ઘરે જાય છે, ચેક રાખે છે અને પોતાને વચન આપે છે કે તે સખત મહેનત કરશે, તેના બધો સમય ધંધામાં આપશે અને દેવું
ચૂકવવાનો
પ્રયત્ન કરીશ અને જો તે પછી
પણ મને સફળતા નહી મળે તો હું
આ ચેકનો ઉપયોગ કરશે. પછી 9
મહિનાઓ ની અંદર, આ વ્યક્તિએ તમામ લોન ચૂકવી દીધી અને તેનો વ્યવસાય ફરીથી સ્થાપિત કર્યો.
હવે તે એ દિવસની રાહ જોઈ રહ્યો હતો જ્યારે રતન
તાતા એ તેને મળવાનું કહ્યું હતું
બરાબર 1 વર્ષ પછી તે ફરીથી એ બગીચામ જાય છે અને રતન તાતાની રાહ જુએ છે. તે સામેથી રતન તાતા ને આવતા જુએ છે, તે દોડે છે. તે અને કહે છે, તમને ખબર છે કે મારી સાથે શું થયું, મેં ખૂબ મહેનત કરી, બધી લોન ચૂકવી દીધી, મેં તમારો ચેક પણ નથી વટાવ્યો, તે યુવાન હજી
પોતાની
વાત પૂરી કરી રહ્યો હતો ત્યારે પાછળથી બે નર્સો આવી અને એ નર્સો વૃદ્ધ માણસને
પકડી પડે છે . તે યુવાન ગભરાઈ જાય છે અને કહે છે કે રતન
તાતાને શું થયું, તમે તેમને ક્યાં લઈ જાઓ છો? એક નર્સ આ જોઈને હસીને કહે છે, "શું તમને પણ આ માણસે ચેક આપ્યો. છે
યુવા અચરજ સાથે કહે છે હા પણ પણ તમે અત્યારે રતન તાતાને કયા લઇ જી રહ્યા છો તમે કેમ એમને આ રીતે પકડ્યા છે પેલી નર્સ બોલી
ત્યાં જુઓ તે દીવાલ તે પગલાખાના ની દીવાલ છે જેને કુદીને આ બગીચામાં આવી શકાય છે આ માણસ પાગલ છે, ગયા વર્ષે જ દાખલ થયો હતો, તેનો દેખાવ રતન
તાતા જેવો છે અને તે ઘણીવાર આ બગીચામાં
કુદીનેઆવે છે અને પોતાને રાતના
તાતા કહેતા ફરે છે.
આ સાંભળીને યુવાનના પગ તળે થી જમીન ખસી ગઈ હોય તેમ તે ત્યાજ જડની જેમ ઉભો રહે છે અને ચેક હાથમાં લીધા પછી તે વિચારે છે કે આ 25 લાખ ક્યારેય નહોતા, તો મારી પાસે શું હતું, મિત્રો, તમે સમજી જ ગયા હશો કે તેની પાસે શું હતું,
તે માની ગયો. પોતાની જાતમાં, તેને પોતાનામાં વિશ્વાસ હતો અને તે મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો હતો. હવે બધું સ્પષ્ટ સમજાઈ ગયું હતું છે
, યાદ રાખો, જો આપણને પોતાનામાં વિશ્વાસ હોય, તો આપણા બંને પગ કપાઈ જાય તો પણ આપણે અરુણીમાં સિન્હાની જેમ માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી શકીશું.
આંધળા અને બેહરા વ્યક્તિ હોવા છતાં, હેલનકેલરની જેમ વિશ્વ વિખ્યાત બની શકીએ
છીએ
જન્મ થી લકવાગ્રસ્ત હોવા છતાં, સ્ટીફેન
હોકિન્સ જેમ વિશ્વનો મહાન વૈજ્ઞાનિક બની શકીએ
છીએ
ફક્ત તમારામાં વિશ્વાસ રાખો. કોઈએ સાચું
જ કહ્યું છે
કદમ હોય જો અસ્થિર તો રસ્તો જડતો નથી
અડગ
મનના માણસને હિમાલય પણ નડતો નથી
તમારી નસોમાં વિશ્વાસ છે. તો આ આકાશ પણ ધરતી પર આવશે..મિત્રો, આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે.તમારા વિચારો કોમેન્ટ લખજો .આપણે ફરી મળીશું. આગળની વાર્તા સાથે. ત્યાં સુધી તમારી સંભાળ રાખો અને હસતા રહો. જય મહાદેવ
No comments:
Post a Comment