Wednesday, August 18, 2021

 

R.T.E. – 2009 R.T.E. – 2009  મા સમાવિષ્ટ  ૭ પ્રકરણ અને   ૩૮   કલમો નો વિગતવાર અભ્યાસ કરવા માટે    ઉપયોગી ફક્ત એકજ વાર વાંચો અને યાદ રહી જાય તેવી સરળ રીતે રજુ કરેલ છે

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ૨૦૦૯ માં સમાવિષ્ટ પ્રકરણો અને તેની કલમોના શીર્ષક વિગતવાર 

 

 

પ્રકરણઃ૧-પ્રારંભિક (  સમાવિષ્ટ કલમોની પ્રકરણ  યાદી)

કલમ: ૧ ટૂકું શીર્ષક, વ્યાપઅને પ્રારંભ

કલમઃ ૨ વ્યાખ્યાઓ કલમ

પ્રકરણ ૨-મફત અને ફરજિયાત  શિક્ષણનો હક

 કલમ : ૩ મફત અને ફરજિયાત શિક્ષણ  અંગે બાળકનો હક

ક્લમ : ૪ પ્રવેશ ન અપાયેલ અથવા જેમણે - પ્રારંભિક શિક્ષણ પૂરું ન કર્યુ હોય તેવાં બાળકો માટે ખાસ જોગવાઈઓ.

કલમ : ૫ બીજી શાળામાં બદલી મેળવવાનો હક

 પ્રકરણ ૩ યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા-પિતાની ફરજો

કલમ ૬ - શાળા સ્થાપવા માટે યોગ્ય અને સ્થાનિક સત્તાતંત્રની ફરજો.

કલમઃ૭નાણાકીય જવાબદારીઓનું વિભાજનઅને બીજી જવાબદારીઓનું વિભાજન

કલમઃ ૮ યોગ્ય સરકારની ફરજો.

કલમઃ ૯ સ્થાનિક સત્તાતંત્રની ફરજો.

કલમ : ૧૦ માતા પિતા અને વાલીની  ફરજો.

કલમ  ૧૧યોગ્ય સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું.

પ્રકરણ : ૪ શાળા અને શિક્ષકોની જવાબદારીઓ

 

કલમ  ૧૨ મફત અને ફરજિયાત શિક્ષણ માટેશાળાની જવાબદારીનું પ્રમાણ.

 

કલમઃ ૧૩ પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ નહીં.

 

કલમઃ ૧૪ પ્રવેશ માટે ઉંમરની સાબિતી બાબત.

 

કલમઃ ૧૫ પ્રવેશની ના પાડવી નહીં.

 

કલમઃ ૧૬ રોકી રાખવા અને કાઢી મૂકવાની મનાઈ.

 

લમઃ ૧૭ બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ.

કલમઃ૧૮ - માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં.

 કલમ : ૧૯ શાળા માટેના ધોરણ અને માપ દંડ.

- કલમ ૨૦ અનસૂચિ સુધારવાની સત્તા.

કલમઃ ૨૧- શાળા વ્યવસ્થાપન સમિતિ.

કલમ : ૨૨ શાળા વિકાસ યોજના.

કલમ ૨૩ શિક્ષકોની નિમણૂંક માટેની લાયકાત અને નોકરીની શરતો.

કલમ : ૨૪ શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ.

કલમ  ૨૫  વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર.

કલમ ૨૬ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી

કલમઃ૨૭- શિક્ષકોને બિનશૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ.

કલમઃ૨૮ શિક્ષકોના ખાનગી ટયુશન ઉપર પ્રતિબંધ.

 

પ્રકરણ : ૫ અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું.

 

કલમ : ૨૯ અભયાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ.

કલમ ૩૦ પરીક્ષા અને પૂરું કર્યાનું પ્રમાણપત્ર.

 

    પ્રકરણ : ૬ બાળકોના હકનું રક્ષણ.

 

કલમઃ ૩૧ બાળકના શિક્ષણના હક પર દેખરેખ નિયંત્રણ.

કલમઃ ૩૨ ફરિયાદ નિવારણ

કલમ : ૩૩ રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના. ૪ કલમ ૩૪ રાજય સલાહકાર પરિષદની રચના.

   પ્રકરણ : ૭ પ્રકીર્ણ

કલમઃ ૩૫ માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા.

કલમઃ ૩૬ ફોજદારી કાર્યવાહી(Prosecution) માટે પૂર્વ

કલમઃ ૩૭ શુભ આશયથી લીધેલાં પગલાં અંગે રક્ષણ.

કલમઃ ૩૮ નિયમો બનાવવા માટે યોગ્ય સરકારની સત્તા..

No comments:

Post a Comment