Monday, October 30, 2023

ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધ વિશે દુઃખદ ઈતિહાસ

 

ગાઝા પટ્ટીમાં  ચાલી રહેલા યુદ્ધ વિશે  દુઃખદ ઈતિહાસ

 



 

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન  વચ્ચે  યુદ્ધ થાવનું કારણ   

 

હીટલરની  ક્રૂર કત્લેઆમ વચ્ચે ઈઝરાયલ દેશ નો જન્મ થયો હતો.

       

     અબ્રાહમ અને મોશે યહુદી ધર્મ નાં પયગંબર છે.... ઈશ્વર એક જ છે તેઓ અવતાર લેતા નથી અને તેનો કોઈ આકાર નથી આથી યહુદી ધર્મ નિરાકાર અને એકેશ્વર વાદ પર રચાયેલો છે. તેનું ધાર્મિક ચિન્હ હથેળીમાં દીવો છે.





સો વર્ષ પહેલાં યહુદી ધર્મ પાળતી પ્રજા નો કોઈ એક નિશ્ચિત દેશ ન હતો પણ તેઓ દુનિયાના વિવિધ દેશોમાં વેર વિખેર રીતે વસતાં હતાં પણ તેઓનું એ કહેવું હતું કે જેરૂસલેમ શહેર માંથી યહુદી ધર્મ ની શરૂઆત થઈ હતી. યહુદી ધર્મ... ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ કરતાં જુદો હતો.


    હીટલરનુ કહેવું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ માં યહુદીઓ જર્મનીની વિરુદ્ધ હતાં આથી જર્મની ની હાર થઈ હતી. બસ ત્યારથી હીટલર યહુદીઓને નફરત કરતો હતો હીટલર તો ત્યાં સુધી કહેતો કે આર્યો સિવાય દુનિયામાં કોઈને જીવવાનો અધિકાર નથી... તેનાં મતે યહુદીઓ અનાર્ય હતાં આથી તેણે યહુદીઓ પર અત્યાચાર કરી ૬૦ લાખ યહુદીઓ ની હત્યા કરાવી નાખી હતી. 





આથી યહુદીઓ દુનિયા નાં ખુણે ખુણેથી ભાગીને પેલેસ્ટાઈન વિસ્તારમાં પ્રવેશ્યા. ત્યારે તે પ્રાંત પર ઈંગ્લેન્ડ નું રાજ હતું. વિશ્વ યુદ્ધમાં ઈંગ્લેન્ડ અને જર્મની કટ્ટર દુશ્મન હતાં આથી ઈંગ્લેન્ડ જે પેલેસ્ટાઈન પ્રાંત પર રાજ કરતું હતું ત્યાં તેણે જર્મની થી બચાવવા યહુદીઓ ને શરણ આપી એક અલગ દેશ ઈઝરાયલ બનાવી આપ્યો. પેલેસ્ટાઈન પ્રાંત ત્યારે અંગ્રેજો નો ગુલામ હતો આથી અંગ્રેજો સામે કાંઈ કરી શકે તેમ ન હતો. હવે એક પ્રાંત માંથી બે અલગ દેશ બન્યા ઈસ્લામ ધર્મ પાળતો પેલેસ્ટાઈન અને યહુદી ધર્મ પાળતો ઈઝરાયલ .( ૧૯૪૮ માં દેશ તરીકે માન્યતા)

      હકીકતમાં ઈંગ્લેન્ડે એવું વિચાર્યું હતું કે ઈજીપ્ત પાસે આવેલી રાતા સમુદ્ર અને ભુમધ્ય સમુદ્ર ને જોડતી સુએઝની નહેર પર ઈઝરાયલ અંકુશ રાખશે કારણકે તે સુએઝ નહેર થકી જ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નું દરીયાઇ અંતર 9000 કિમી ઘટી ગયું હતું. આ ઉપરાંત આજુબાજુના તમામ ઈસ્લામિક દેશો પર ઈઝરાયલ દ્વારા નજર રાખી શકાશે. આથી યુનો માં વગ લગાડી ઈંગ્લેન્ડે ઈઝરાયલ ને 1948 માં માન્યતા અપાવી દીધી. 



ઈંગ્લેન્ડે બે દેશ એવી રીતે બનાવ્યાં કે ઈઝરાયલ ને દરિયા કાંઠો મળે અને પેલેસ્ટાઈન ને દરિયા થી દૂરનો ભાગ આપ્યો (યલો કલર - WEST BANK), પણ વધારે વિરોધ થતાં ઈંગ્લેન્ડે પેલેસ્ટાઈન ને થોડો દરિયો મળે તે માટે નાનકડી ગાઝા પટ્ટી (સ્ટ્રીપ) આપી તે આજે આતંકવાદી નો અડ્ડો છે. ત્યાંથી જ ઈઝરાયલ પર અનેક રોકેટો છોડવામાં આવ્યાં છે. (ગાઝા પટ્ટી નો ફોટો જોવો)

      ઈસ્લામિક દેશોને આજ વાંધો પડ્યો છે કે શરણાર્થી યહુદીઓ નો દેશ ઈઝરાયલ.....  અમારી વચ્ચે શું કામ બનાવ્યો ? રશિયા, કેનેડા, અમેરિકા, ચિન પાસે વિશાળ જગ્યા છે ત્યાં બનાવો... અરે યુરોપ ખંડમાં પણ શા માટે નહીં અને અમારા પર અલગ ધર્મ પાળતો નવો દેશ થોપી દેવામાં આવ્યો. બસ આ જ ઝઘડાનું મૂળ કારણ છે.

      તકલીફ એ છે કે ઈઝરાયલ ત્રણેય ધર્મ ના આસ્થાનું કેન્દ્ર છે. જેરુસલેમ શહેરમાં મક્કા અને મદીના જેવી જ ખ્યાતનામ મસ્જિદ છે. ખ્રિસ્તીઓ નું વિશાળ ચર્ચ અને યહુદીઓ નું પવિત્ર ધર્મસ્થાન પણ ત્યાં છે. આથી ત્રણેય ધર્મ પાળતી પ્રજા ત્યાં મુલાકાત લેતી રહે છે આથી ઝગડાઓ અને ધડાકાઓ થતાં રહે છે.

      બીજું કે... જેરુસલેમ શહેરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે એક ભાગ પર ઈઝરાયલ અને બીજા ભાગ પર પેલેસ્ટાઈન નો અધિકાર છે. આથી બધું ડખે ચડી ગયું છે. (ફોટાનો નક્શો જુઓ )

     ઈઝરાયલે વિજ્ઞાનને મહત્વ આપ્યું આથી એ દેશે ખેતીવાડી, ટેકનોલોજી, યુદ્ધના શસ્ત્રો માં ખુબ પ્રગતિ કરી જ્યારે પાડોશી દેશો પાછળ રહી ગયા આથી સાથે ઈર્ષ્યાવૃત્તિ એ પણ જન્મ લીધો. આમતો બન્ને ટચુકડા દેશો છે. પેલેસ્ટાઈન ની વસ્તી 80 લાખ અને ઈઝરાયલ ની 97 લાખ છે. પણ અસ્તિત્વ નો સવાલ છે.

    ઈઝરાયલ ... આજુબાજુના ઈસ્લામિક દેશો ને તો ગાંઠે તેમ નથી પણ જો ઈરાન યુદ્ધમાં કુદી પડે તો તેને થોડું વિચારવું પડે બાકી યુરોપ ખંડના દેશો અને અમેરિકા તો ઈઝરાયલ તરફી છે. 

આ હમાસ નો આતંકવાદી હુમલો હોવાથી ભારતે પણ ઈઝરાયલ ની ફેવરમાં પોતાના પ્રત્યાઘાતો આપ્યાં છે પણ એકમેક દેશના લશ્કરી હુમલા થાય તો કદાચ ભારત તટસ્થ રહે તેવી શક્યતા છે કારણકે ભારતને ખાડી દેશો સાથે પેટ્રોલિયમ સહિત અન્ય વેપારો ના કરારો છે અને ખાડી દેશોમાં અનેક ભારતીયો નોકરી , કામ ધંધે ગયા છે તેની સલામતી માટે પણ વિચારવું પડે. 


આંતરરાષ્ટ્રીય બાબતો સુલજાવવી માથાનો દુખાવો હોય છે... એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાટ સર્જાતો હોય છે. (પાડોશી દેશો અને ભૌગોલિક સ્થાન ની માહિતી માટે ફોટા ના નકશા જોવો)

 

દુનિયા માં યહુદીઓ એ ઘણાં અત્યાચારો સહન કર્યા છે. તેની વસ્તી ખુબ ઓછી છે પણ વિશ્વ ને તેણે  અઢળક વૈજ્ઞાનિકો આપ્યાં છે, આલ્બર્ટ આઈન્સ્ટાઈન તેમાંના એક છે.

Sunday, October 29, 2023

માણસ ચંદન માંથી કોલસા બનાવી રહ્યો છે !!


 


 નમસ્કાર મિત્રો  આજની  વાર્તામાં  આપણે એક સુંદર મજાની

  વાર્તાના માધ્યમથી આપણા જીવન અંગેનો ખ્યાલ મેળવવાના છીએ

આજની આ વાર્તા મને અને તમને વિચાર કરતા કરી દેશે કે

ક્યાંક હું તો ચંદન માંથી કોલસા ì પાડી રહ્યો ને ??

 





એક રાજા હતો  જે એક દિવસ જંગલમાં  ભૂલો પડી ગયો હોય છે .

રાજાને ખુબ તરસ લાગી  હોય છે 

ત્યાં એક કઠિયારો હતો 

તેણે રાજાને પાણી પીવરાવ્યું .

રાજાએ આભાર વ્યક્ત કરતા કહ્યું કે

ક્યારેક આવજે મારા  રાજદરબારમાં

 હું તને એક ઇનામ આપવા ઈચ્છું છું .

આ સાંભળીને કઠિયારો તો  ખુબ ખુશ  થયો .

કઠિયારો  તો એક દિવસ ચાલતા ચાલતા

 રાજાના દરબારમાં પહોચ્યો

તેણે રાજાને પ્રણામ કર્યા અને કહ્યું કે

 હું તે જ કઠિયારો છું જેણે તમને

 તે દિવસે જંગલમાં પાણી પીવરાવ્યું  હતું

રાજાને યાદ આવ્યું  તેઓ ખુબ ખુશ હતા

તેમણે વિચાર્યું કે

હું આ ગરીબ કઠિયારાને કેવી રીતે મદદરૂપ બની શકું

હું શું આપું કે જેથી  કઠિયારાને

 આજીવન ક્યાય  કમાવવા ના જવું પડે ,

રાજાને યાદ આવ્યું કે

 મારી એક બગીચો છે  

જેમાં ઘણા બધા ચંદનના વૃક્ષો છે તે જ આપી દઉં

રાજાએ  ચંદનનો બગીચો કઠિયારાના  નામે કરી દીધો .

કઠિયારો તો રાજી રાજી થઇ ગયો એતો વિચારવા લાગ્યો 

 આટલા બધા વૃક્ષો  ઊંચા ઊંચા અને કાંટા વિનાના

 આમાંથી તો હું કેટલા બધા કોલસા પાડી શકીશ અને

 મને કેટલા બધા રૂપિયા મળશે .

ધીરે ધીરે કઠિયારા એ વૃક્ષો કાપી કાપીને

 કોલસા બનવવાનું ચાલુ કરી દીધું .

 તેને લાગ્યું કે અહીં તો હું આખું જીવન

કોલસા પાડી ને  પેટીયું રળી શકીશ.

થોડા વર્ષો વીત્યા  

હવે તો કઠિયારા ના ચંદના વૃક્ષોના બગીચામાં

  થોડાક જ વૃક્ષો બચ્યા હતા .

કઠિયારો મનમાં ને મનમાં વિચારતો હતો કે

મારું શું થશે  કોને ખબર  આ વૃક્ષો હવે

 કેટલા દિવસ ચાલશે , એ કપાઈ જશે પછી

 હું મારું પેટ કેવી રીતે ભરીશ   ?

કઠિયારાને ચિંતા થવા લાગી  

હું શું કરીશ , ક્યાં જઈને  

મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ ?

આ બાજુ  રાજાને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે

 લાવ ને પેલા કઠીયારાની મુલાકાત કરી આવું

 તે શું કરે છે  ખબર અંતર પૂછતો આવું  

અને મારા ચંદનના વૃક્ષોનો બગીચો કેવો

 વિકાસ પામ્યો છે તે પણ જોતો આવું .

 રાજા તો  બગીચા બાજુ જવા લાગ્યા  

પણ દુર થી તેમણે આ શું જોયું

 રાજાએ જોયું કે  બગીચામાંથી તો

ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા  

નજીક આવ્યા તો રાજાએ  જોયું કે

 ચંદના વૃક્ષો સળગતા હતા



 હવે તે જગ્યા એક દમ ઉજ્જડ થઇ ગઈ હતી

  પડતર થઇ ગઈ હતી

 બહુ ઓછા ઝાડ બચ્યા હતા

રાજાએ કઠિયારને જોતાવેંત જ પૂછ્યું

 આ તું શું કરો છો ? 

કઠિયારાએ જેવા રાજાને જોયા

 કે તેમને પ્રણામ કર્યા.

રાજાએ ફરીથી પૂછ્યું

તે અહીં  આબધુ  શું કર્યું છે ?  

કઠિયારા એ રાજાનો ધન્યવાદ વ્યક્ત કરતા કહ્યું કે

 તમારા આ ઉપકારને લીધે જ

આજ દિન સુધી મારું  ગુજરાન ચાલ્યું છે  

 પણ હવે તો અહીં થોડાક ઝાડ બાકી રહ્યા છે

  કૃપા કરીને આવો બીજો કોઈ બગીચો હોય તો

 એ પણ મને   આપો

  જેથી મારું જીવન ગુજરાન ચાલે.

રાજા સમજી ગયો કે છેવટે આ મુર્ખ કઠિયારા

એ મારા મોઘા મોંઘાં ચંદના વૃક્ષોનું શું કર્યું છે .

રાજાએ  કઠિયારા ને કહ્યું કે તે જે

 આ કોલસા પાડ્યા છે તે અહિયાં જ ક્યાંક મૂકી દે

 અને એક  કામ કર આ જે બે મીટર લાકડું છે

 તે લઈને બજારમાં આવી જ્જે

 અને પછી મને કહેજે કે  બજારમાં  શું થયું

કઠિયારો વિચારવા  લાગ્યો કે

હું આટલી તન તોડ મહેનત કરીને

 કોલસા બનાવું છું તે કોલસા નહિ

 પણ  ફક્ત આ લાકડું લઈને  બજારમાં  આવજે .

પરંતુ  રાજાનોનો આદેશ છે તો માનવો તો પડશે જ

તે  બીજા જ દિવસે ફક્ત ચંદનના

 લાકડાનો ટુકડો લઈને બજારમાં ગયો

.જેવો  તે બજારમાં ગયો ને આ  શું થયું  

ઘણા બધા વેપારીઓ  સોદાગરો  કઠિયારા ના

 પેલા ચંદનના લાકડાના ટુકડાના

ઊંચા ભાવ બોલવા લાગ્યા

 કઠિયારા ને તે નાના એવડા  લાકડા ના

ટુકડાના  1000 રુપયા મળ્યા

એ જમાનામાં  1000 રુપયા એટલે

આજના લાખ રૂપિયા જેટલા લાગતાં.

 એને થયું કે આતો કોલસાથી

કેટલાય ઘણાય રૂપિયા મળ્યા છે  

અને તે પણ એક નાના એવા  ટુકડાના .

 તે  કઠિયારો પાછો આવ્યો તો

 તેની આંખો માં આંસુ હતા

 તે રાજા પાસે આવીને  રડવા લાગ્યો અને

 કહેવા  લાગ્યો કે મેં આ શું કરી નાખ્યું ? 

મિત્રો આ વાર્તા હું અહીં  જ અટકાવીશ  

આ વાર્તામાં જે ચંદનનો બગીચો છે

 તે   આપણું શરીર છે

 અને આપણો શ્વાસ આપણું  જીવન આયુષ્ય

   એ ચંદનના  વૃક્ષ છે  

 જયારે થોડાક જ  ચંદનના વૃક્ષો બચ્યા હોય  ,

આપણું  જીવન આયુષ્ય થોડુક  રહ્યું હોય ત્યારે

આપણને ભાન થાય છે કે હું

 અત્યાર સુધી જીવનમાં શું કરી રહ્યો હતો

 મોંઘાં મૂલના ચંદનના વૃક્ષમાંથી

 કોલસા બનાવી રહ્યો હતો

આ જીવન  આયુષ્ય રૂપી ચંદનને 

ઈર્ષા , લાલચ ,લોભ ,મોહ  વાસના  ક્રોધ રૂપી

 અગ્નિ માં સળગાવી રહ્યા હતા .

 કીમતી ચંદન ના વૃક્ષો .

જયારે થોડા જ  બાકી રહ્યા હોય  ત્યારે

આપણને ભાન થાય કે આં આપણે શું કરી નાખ્યું .

અને ચંદનના વૃક્ષ માંથી

બીજા ચંદનના વૃક્ષો પણ ઉગાડી શકાય હોત

 પ્રેમ ,વિશ્વાસ , લાગણી , મદદના  ભલાઈના

સારા કામ કરીને ચંદનના કેટલાય વૃક્ષો વાવી શક્યા હોત  

પણ આપણે   લોભ  મોહ , અહમ, વાસના  ,

અભિમાન  ,ક્રોધના  ચક્કરમાં

  જે ચંદનના વૃક્ષો હતા એના

પણ કોલસા પાડીને જીવન ધૂળ ધાણી જેવું કરું નાંખ્યું છે

 આ વાર્તા કહેવાનો મારો  ઉદ્દેશ્ય એ છે કે

  આપણા વિચારો આપણી બુદ્ધિ  ને હાથ નથી હોતા

પણ તે ક્યારેક આપણા જીવન માં

 એવો તમાચો મારે છે કે

જીવનભર તે ભુલાવી ના શકીએ  

અને એ  જરુરી   નથી કે જીવનઅંગેની

   સાચી સમજ સમજ મેળવવા માટે

આપણે આવો તમાચો ખાવો જ  પડે.

ક્યારેક તમાચો બીજાને પડે કે પડ્યો હોય

અને આપણે સમજી જવું જોઈએ કે

 મારે જીવન કેવું જીવવું છે કોલસા જેવું કે ચંદન જેવું ???

મારી વાર્તા તમને ગમી હોય તો

તમને ગમતા હોય તેવા લોકોમાં

 આ વાર્તાને શેર કરજો મિત્રો .


 

જય મહાદેવ