એક માણસને કેટલી જમીન જોઈંએ ?
આજે આપણે પ્રખ્યાત રશિયન લેખક ટોલ્સટોયની
એક વાર્તા જોવાના છીએ આ વાર્તાનો
ઉલ્લેખ
ગાંધીજી પણ આશ્રમવાસીઓ આગળ અવારનવાર
કરતાં હતાં
એક જમીનદાર હતો.જમીનદારના જીવનનું એકમાત્ર લક્ષ્ય કહો કે
તેની
મહત્વકાંક્ષા કહો તે હતી જમીનો ખરીદવી.
દુનિયામાં
સૌથી મોટો જમીનદાર બનવું.
જ્યાં પણ એને સમાચાર મળે કે અહીંયા કોઈ જમીન વેચે છે
તો તે ત્યાં પહોંચી જતો અને યુક્તિ પ્રયુક્તિ કે દબાણથી
એ જમીન ખરીદવાનો પ્રયત્ન કરતો કોઈપણ રીતે આ જમીન તેને જ મળે
એવા એ પ્રયત્નો કરતો રહેતો એમ કરી કરીને એને ખૂબ બધી જમીન મેળવી હતી
વાડી ખેતર બગીચા પ્લોટ એમ કરી કરીને એણે ઘણો બધો પોતાની જમીનનો વિસ્તાર કર્યો હતો
તેની પાસે પુષ્કળ જમીન હતી છતાં આ જમીનદાર ક્યાંય જપ વાળીને બેસતો નહીં
આ જોઈને તેનો નોકર ખૂબ અકળા હતો
અને કહેતો પણ ખરો માલિક હવે આપણી પાસે ઘણી બધી જમીન છે
તમે નિરાંતે બેઠા બેઠા આખો જન્મારો ખાશો તો પણ નહિ ખૂટે
અરે તમારી સાત પેઢી ખાશે તો પણ કઈ
ખૂટે તેમ નથી
તો હવે તમે નાહક ની જમીનો ખરીદો છો હવે આરામ કરો
આવું સાંભળીને પેલો જમીનદાર નોકર ઉપર ગુસ્સે થતો
અને કહેતો તને શું ખબર પડે? તું તો નોકર છો અને હું માલિક છું !!
હજુ તો મારે ઘણી બધી જમીનો જાગીરો વસાવવાની છે
હજુ તો મારે બીજા રાજ્યની જમીનો પણ ખરીદવી છે
ક્યાંયથી જમીન મળે એવા સમાચાર હોય તો તારે મને જણાવવાના
એક દિવસ આ જમીનદારને એવા સમાચાર મળે છે
કે તેના રાજ્યથી થોડે દૂર એક બીજા રાજ્યમાં મફતના ભાવે જમીન મળે છે
કે જાણે મફતમાં જ મળે છે !!
આ સમાચાર ઉપર પહેલા તો જમીનદારને વિશ્વાસ નથી આવતો કે
કોઈ મફતમાં જમીન આપે ખરા ?
એટલે આ જમીનદારે તો આ બાબતની તપાસ કરાવી
કે ત્યાં ખરેખર મફતના ભાવે જમીન મળે છે ખરી?
અને તેને જાણવા મળ્યું કે હા આ વાત સાચી છે!
આ જમીનદાર તો જમીનનો બહુ લાલચું હોય છે
તેને તો જમીન વસાવવી હોય છે દુનિયાનો સૌથી મોટો જમીનદાર ધનવાન વ્યક્તિ બનવું હોય છે
તે ત્યાં જમીન ખરીદવા માટે જવાની તૈયારી કરવાનું નોકરને કહે છે કે
આપણે કાલે સવારે એ રાજ્યમાં જઈશું જ્યાં જમીન મળે છે
બીજા જ દિવસે આ જમીનદાર અને નોકર તે રાજ્યમાં પહોંચી જાય છે
અને ત્યાંના રાજાની બધી જમીનનો વહીવટ સંભાળતા એક મહાત્માને મળે છે
અને કહે છે કે મહાત્મા મેં એક વાત સાંભળી છે
કે આ રાજ્યમાં તમે જમીન મફતની જેમ આપો છો
મહાત્મા કહે હા આ વાત સાચી છે માત્ર એક નાનકડી શરત છે!!
જમીનદાર કહે કઈ શરત છે??
એટલે મહાત્મા બોલ્યા કે સવારે સૂર્યોદય થાય સૂર્યનું પહેલું કિરણ જમીન પર પડે ત્યારથી તમારે એક જગ્યાએથી ચાલવાનું કે દોડવાનું શરૂ કરવાનું અને સૂર્યાસ્ત થાય એ પહેલા તમે જ્યાંથી ચાલવાનું શરૂ કર્યું હોય તે જ સ્થળ
પર આવી પહોંચવાનું આ સમય દરમિયાન તમે જેટલી પણ જમીન આંતરી શકો એ જમીન તમારી!! .
જમીનદાર કહે ખરેખર મહાત્મા બોલ્યા હા અમે તરત જ તમે જેટલી જમીન રોકી શકો એટલા નું લખાણ કરી આપીએ છીએ તમે જરીએ ચિંતા કરશો નહીં
જમીનદારને તો આ બધું માન્યમાં ના આવ્યું છતાં રાજ્યના સૌથી મોટા મહાત્મા એ કહ્યું હતું એટલે એ આ વાત ઉપર વિચાર કરતો બેઠો અને વિચારમાં અને વિચારમાં રાત ક્યારે પડી ગઈ તે ખબર જ ના રહી જમીનદાર નોકરને કહે તું સુઈ જા મને તો આજે આ આનંદના સમાચાર સાંભળીને ઊંઘ જ નહીં આવે અને હા કાલે સવારે વહેલો જાગી જજે આપણે સૂર્યોદય થતા પહેલા જ મહાત્મા પાસે પહોંચી જઈશું અને સૂર્યનું પહેલું કિરણ પડે ત્યારથી જ હું દોડવાનું શરૂ કરી દઈશ અને કાલે જોજે હું આપણા રાજ્યમાં અને આ રાજ્યનો સૌથી મોટો જમીનદાર બની જઈશ
આવો મોકો ફરીથી નહીં મળે
બીજા દિવસે સવારે હજુ તો અંધારું હતું અને જમીનદાર તોતેના નીક્રને સાથે લઈને મહાત્મા એ કહ્યું તે સ્થળે પહોંચી ગયો તેનામાં થનગનાટ હતો કે આજે હું કેટલી બધી જમીન રોકી લઈશ થોડો સમય રાહ જોયા પછી મહાત્મા ગામના બે ત્રણ સાક્ષીઓને લઈને ત્યાં આવ્યાં પેલો જમીનદાર તો સૂર્યોદયની આતુરતાથી રાહ જોવા લાગ્યો. મહાત્મા એ કહ્યું કે તમે અહીંથી ચાલવાનું શરૂ કરજો અને સુર્યાસ્ત થાય એ પહેલા અહીંયા જ આવી જજો જેથી કરીને તમે જેટલી જમીન આંતરી હશે એટલાનું અમે અહીંયા લખાણ કરી આપીશું અને આ સાક્ષીઓ પણ એમાં સહી કરી આપશે તમે જરાય ચિંતા કરતા નહીં પરંતુ શરતનું ઉલ્લંઘન ન થવું જોઈએ તમારે સુર્યાસ્ત પહેલા આ જગ્યાએ જ પાછો આવવાનું રહેશે
જમીનદાર આ સાંભળીને તો રાજી રાજી થઈ ગયો અને જેવું સૂર્યનું પહેલું કિરણ ધરતી પર
પડ્યું કે તેણે ચાલવાનું શરૂ કર્યું પરંતુ તે દસ-બાર પગલા ચાલ્યો પછી તો તેણે લગભગ દોડવાનું જ શરૂ કરી દીધું તેના મનમાં તો આજે વધારે ને વધારે જમીન લઈ લેવાનો વિચાર હતો એટલે ચાલવાનું તેને પોસાય તેમ ન હતું
એકાદ બે કલાક દોડીયા પછી તેને તરસ લાગી તેની સાથે પાણી તો હતું જ પણ તેને એમ કે હજુ તો વાર છે હમણાં પાણી પી અને થોડીવાર આરામ કરીશ એક દિવસ પાણી નહીં પીએ તો એમાં શું છે જો હું પાણી પીવા ઉભો રહીશ આરામ કરીશ તો એટલી જમીન મને ઓછી મળશે એમ વિચારીને તો દોડતો જ રહ્યો ધીરે ધીરે સૂર્ય માથા પર આવ્યો મધ્યાનનો સમય થયો તડકો ખૂબ થયો હતો
તેને ભૂખ લાગી હતી પોતાનું શરીર પરસેવે રેભ જેભ થયું હતું તેને રસ્તામાં ઝાડનો સરસ મજાનો છાયો દેખાયોઆરામ કરવાનો વિચાર આવ્યો પરંતુ તેને થયું કે આજે આરામ નહીં કરું આજે ખાઈશ નહીં તો કંઈ થવાનું નથી જો હું ખાવા રોકાઈશ આરામ કરવા રોકાઈશ તો એટલી જમીન ઓછી મળશે એટલે એને તો ચાલવાનું દોડવાનું શરૂ જ રાખ્યું જમીનદાર તો ખૂબ જ આગળ નીકળી ગયો તેણે ખૂબ લાંબુ અંતર કાપી લીધું હતું. હવે તે તેના રાજ્યના હદની જમીન સુધી આવી ગયો હતો એટલે એને એમ થયું કે બસ હવે અહીંથી પાછો વળી ગયો વળી જવું એટલે આ બધી જમીન મારી અને આ બધી જમીન મને સાંજે જ મળી જશે એ આનંદમાં હતો એને મનમાં તો વિચાર હતો જ કે આ જમીન ખરેખર મારી થઈ જશે જમીનદાર તો રાજી રાજી હતો પરંતુ હવે તેનું શરીર સવારનું દોડી દોડીને થાકી ગયું હતું તેને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી હવે તેને પાણી વિના ચાલે એમ ન હતું પણ છતાંય જમીનદાર મનમાં વિચારતો કે બસ હવે તો એકાદ કલાકમાં જ હું મારા મૂળ સ્થાન ઉપર પહોંચી જઈશ અને ત્યાં જઈને આ જમીન મારા નામે કરાવી લઈશ અને નિરાતે પાણી પીઈશ જમીને આરામ કરીશ એટલે તેણે તો દોડવાનું માંડ માંડ ચાલુ રાખ્યું પરંતુ હવે એનાથી દોડાતું તો નહોતું માંડ માંડ ચલાતું હતું અને સૂર્યની ગતિ આથમવા તરફ હતી કે સૂર્ય તરફ જોતો અને દોડવા પ્રયત્ન કરતો તને ખૂબ પરસેવો થયો હતો. પરસેવે રેભ જેભ થયો હતો તેને ખુબ તરસ પણ લાગી હતી તેની અકળામણ વધવા લાગી હતી. એક બાજુ સૂર્ય આથમવાની ગતિ ઉપર હતો અને આને હવે શરીર ખૂબ જ થાકી ગયું હતું. પરંતુ તેણે આ ગણકાર્યું નહિ તે પાણી પીવા પણ ઉભો રહ્યો નહીં હવે તો તેને સામે એના નોકર મહાત્મા અને ગામના માણસો દેખાતા હતા એટલે થોડો વિશ્વાસ આવ્યો કે બસ હવે તો હું પહોંચી જવાનો છું એકાદ કિલોમીટર રહ્યું છે તો લાવ ને ત્યાં જતો રહું પછી પાણી પીઇશ તે દોડતો દોડતો માંડ માંડ પ્રયત્ન કરતો કરતો તે સ્થળે પહોંચવાનો પ્રયત્ન કરે છે તેને મનમાં થાય છે કે હવે આ જમીન મારી થઈ જશે હવે તો તેનાથી બિલકુલ ચલાતું નથી તેથી તેનો નોકર અને ગામના લોકો તેને બૂમો મારે છે જલ્દી આવો જલ્દી આવો સૂર્ય આથમી રહ્યો છે જલ્દી આવો તે ચાલીને ત્યાં પહોંચે છે પરંતુ એકાદ ફલાંગ દૂર રહે છે અને તેનું શરીર ઢગલો થઈને ત્યાને ત્યાં જ ઢાળી પડે છે જેવો તે નીચે પડે છે અને તેનું પ્રાણ પંખેરુ ઉડી જાય છે
જમીનદારનો નોકર અને મહાત્મા ત્યાં દોડી આવે છે નોકર તો ધૃષ્કે ધ્રુસકે રડી પડે છે પરંતુ હવે શું તે જમીનદારનો નોકર જમીનદારને ત્યાં જ કબર ખોદીને દફનાવે છે મહાત્મા બોલે છે એક માણસને આખી જિંદગી કેટલી જમીન જોઈએ કદાચ આ જમીનદારે અત્યારે રોકી છે એટલી જ
માણસ નાહકનું આખી જિંદગી દોડ દોડ કરે છે અને પોતાની જિંદગી નો અંત લાવે છે એમ કહીને મહાત્મા કબર ઉપર ફૂલો મુકીને ત્યાંથી ચાલતા થયા
મિત્રો આજનો પ્રસંગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આવા બીજા પ્રેરક પ્રસંગો જાણવા હોય તો મારી youtube ચેનલ GRK Class ને સબસ્ક્રાઇબ કરી લેજો મેં આવા ઘણા બધા પ્રસંગોના વિડીયો મુક્યા છે જેને તમે પ્રાર્થનાસભામાં વર્ગમાં વિદ્યાર્થીઓને કે તમારા શ્રોતાઓને કહી શકો છો અને પોતાના જીવનમાં પ્રેરણા મેળવી શકો છો
મળીએ નેક્સ્ટ Post ma ત્યાં સુધી જય મહાદેવ
x