એક ગામમાં એક લુહાર રહેતો હતો. તે ખુબ મહેનતુ હતો પરંતુ તે ગમે તે ધંધો કરે તો તેને તે ધંધામાં નુકસાન જ પડતું.
લુહાર જે ધંધો કરે તેમાં તેને ખોટ જતી. હવે તે પણ કંટાળ્યો હતો લોકો તેને બદનસીબ જ સમજતા. હવે તો તેને પણ લાગવા ડ્યું કે મારા નસીબમાં સુખ લખ્યું જ નથી . કોઈ મિત્ર એ લુહારને વાત કરી કે ભગવાન બુદ્ધ પાસે બધા સવાલોના જવાબ છે ભગવાન બુદ્ધ તેમની શરણે આવનાર દરેક વ્યક્તિના દુઃખ દુર કરે છે . આ જાણી ને લુહારને થયું કે તો લાવ ને હું પણ મારી કિસ્મત વિશે પૂછી આવું પરંતુ ભગવાન બુદ્ધ નો આશ્રમ તો બહુ દુર બીજા રાજ્યમાં આવેલો હતો છતાં લુહાર તો ભગવાન બુદ્ધને મળીને પોતાની કિસ્મત ક્યારે બદલાશે તે જાણવા આતુર હોય છે લુહાર તો એક દિવસ ભગવાન બુદ્ધ ને મળવા માટે ચાલીને નીકળી પડે છે
ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં રાત પડે ત્યાં લુહાર રોકાઈ જય છે ને બીજા દિવસે ફરી પાછો બુદ્ધના આશ્રમ તરફ ચાલી નીકળે છે લુહાર એક રાત્રી એક બ્રાહ્મણને ઘરે રોકાઈ જાય છે બ્રાહ્મણ લુહારને જમાડે છે અને બંને રાત્રે સુખ દુખની વાતો કરે છે
બ્રાહ્મણ પૂછે છે કે ભાઈ તું ક્યાં જાય છે તો પેલો લુહાર કહે છે કે હું તો મારી કિસ્મત વિશે પૂછવા બુદ્ધને મળવા જઈ રહ્યો છું તો પેલો બ્રાહ્મણ કહે છે કે ભાઈ તું જુએ છે ને મારે રહેવા કે ખાવાપીવાની કોઈ તકલીફ નથી પરંતુ મારે સંતાનમાં એક છોકરી જ છે પણ તે જન્મથી જ મૂંગી છે તે બોલી શકતી નથી મારી દીકરીની આ તકલીફ થી અમે ખુબ દુઃખી છીએ ભગવાન બુદ્ધને તું મારો એક પ્રશ્ન પૂછતો આવજે ને કે મારી આ છોકરી ક્યારે બોલશે? ને વળતા મને મારા દુઃખનું નિવારણ જણાવતો જજે બીજે દિવસે લુહાર ત્યાંથી આગળ જાય છે અને તેને રસ્તામાં એક જાદુગર મળે છે
લુહાર જાદુગરને ત્યાં આરામ કરવાં રોકાય છે જાદુગર એ પૂછ્યું કે ભાઈ તું ક્યાં જાય છે તો પેલો લુહાર કહે છે કે હું તો ભગવાન બુદ્ધ પાસે જાઉં છું મારા નસીબ વિશે પૂછવા તો પેલો જાદુગર બોલ્યો કે મેં ઘણા બધા લોકોની મદદ કરી છે. હું મારી આ જાદુઈ છડી થીજે ઇચ્છુ તે મેળવી શકું છું પરંતુ મારી પણ એક તકલીફ છે તું મારો એક સવાલ પૂછતો આવજે કે મને સ્વર્ગ ક્યારે મળશે? ને વળતા મને જવાબ જણાવતો જજે. પેલા લુહારે કહ્યું સારું હવે લુહાર આગળ જાય છે તેને રસ્તામાં એક કાચબો મળે છે
જે ખૂબ દુઃખી હોય છે અને કહે છે કે તું ક્યાં જાય છે ભાઈ લુહાર જવાબ આપે છે કે હુંભગવાન બુદ્ધને મળવા જાઉં છું તો કાચબો કહે છે કે હું વર્ષોથી અહીં તપશ્ચર્યા કરું છું ભક્તિ કરું છું મારાથી ત્યાં આવી શકાય એમ નથી પણ મારો એક પ્રશ્ન પૂછતો આવજે કે મને મોક્ષ કયારે મળશે? લુહાર ત્યાંથી ચાલતા ચાલતા આગળ જાય છે હવે લુહાર બુદ્ધના આશ્રમે પહોંચી જાય છે એક દિવસ બુદ્ધ લુહારને મળે છે પરંતુ બુદ્ધ તેને કહે છે કે તું ફક્ત ત્રણ જ પ્રશ્ન પૂછી શકે છે તારે જે પૂછવું હોય એ પૂછી લે હવે પેલો લુહાર વિચાર કરે છે કે જો હું મારો પ્રશ્ન પૂછીશ તો બ્રાહ્મણ , જાદુગર કે કાચબા નો એક નો સવાલ પૂછી શકાશે નહિ અને મારા કરતાં એમની તકલીફો વધારે છે તો તે લુહારે વારાફરતી પેલા બ્રાહ્મણ , જાદુગર અને કાચબાના ત્રણેયના ત્રણજ પૂછી લીધા તો
ભગવાન બુદ્ધે જવાબ આપ્યો કે કાચબો ત્યારે જ
મોક્ષ પામી શકશે જ્યારે તે તેના કવચનો ત્યાગ કરશે જાદુગર ને ત્યારે સ્વર્ગ મળશે જ્યારે તે પોતાની જાદુઈ છડીનો ત્યાગ કરશે અને પેલી છોકરી ત્યારે બોલવાનું શરૂ કરશે જ્યારે તેને તેનો જીવન સાથી મળી જશે ત્રણેયની તકલીફોનું નિવારણ બ્રાહ્મણને જાણવા મળી ગયું પરંતુ પોતાની કિસ્મત વિશે, પોતાની તકલીફ વિશે તે ભગવાન બુદ્ધને કશું જણાવી શક્યો નહિ તેને મનમાં વસોવસો રહી ગયો છતાં પણ બીજાના દુઃખ દુર કરવામાં પોતે મદદ રૂપ થશે તેનો લુહારને આનદ હતો પાછા ફરતી વખતે પેલા લુહારે કાચબાને કહ્યું કે તું તારું કવચ છોડી દે તું તરત જ મોક્ષ પામીશ કાચબા એ તરત જ એનું કવચ છોડ્યું કાચબાને મોક્ષ મળ્યો અને કવચમાંથી બહુ જ બધા મોતી મળ્યા જે લુહારને મળી ગયા. આગળ જતા લુહાર જાદુગરને મળ્યો અને જાદુગર ને કહ્યું કે તમે આ છડી મૂકી દો એટલે તરત જ તમે સ્વર્ગમાં જતા રહેશો જાદુગરે તરત જ જાદુઈ છડીનો ત્યાગ કરી દીધો જાદુગરને સ્વર્ગમળ્યું અને આ જાદુઈ છડી લુહારને મળી ગઈ અને તે ત્યાંથી ચાલતો થયો અને રસ્તમાં પેલા બ્રાહ્મણનું ઘર આવ્યું કે જેની છોકરી મુંગી હતી એ છોકરી તરત જ પેલા લુહારને જોઈને બોલી કે તમે એ જ છો ને જે પહેલા આવ્યા હતા અને ભગવાન બુદ્ધને મળવા જવાના હતા પોતાની દીકરીને બોલતા સાંભળીને બ્રાહ્મણને પણ નવાઈ લાગી કે મારી છોકરી બોલતી થઈ ગઈ જે માણસને જોઈને મારી છોકરી બોલતી થઈ છે એ જ એનો જીવનસાથી બનવાને લાયક છે . બ્રાહ્મણે દીકરીના લગ્ન લુહાર સાથે કરી દીધા આ રીતે લુહારે રસ્તામાં જે કોઈ તેનાથી વધારે દુઃખી લાગ્યું તે બધાની તકલીફો દુર કરવાં પોતાનાથી થતા પ્રયત્ન કર્યા એક એક કરીને બધાના સવાલના જવાબ આપી દીધા અને બધાને કંઈક ને કંઈક પ્રાપ્ત થયું પણ સૌથી વધારે લુહારને સુખ પ્રાપ્ત થયું જેણે પોતાના માટે કંઈ જ ન પૂછ્યું અને બીજાની તકલીફ દુર કરવાં માટે બીજાના દુઃખ ના ઉપાય પૂછ્યા તો ભગવાને તેની એક નહિ પરંતુ ઘણી બધી તકલીફો દુર કરી આપી મિત્રો આપણે પણ આપણીઆસપાસ રહેતા આપણા
કરતા વધારે જરૂરિયાતમંદ લોકો ને
આપણી યથા શક્તિ મદદ કરીશું તો નિશ્ચિત
ભગવાન આપણને પણ મદદ કરશે આપણને સુખ સમૃદ્ધિ આપશે જ.
મિત્રો વિડીયો ગમ્યો હોય
તો મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો
મળીએ બીજા આવા વિડીયો માં હસતા
રહો પોતાનો ખયાલ રાખતા રહો જય મહાદેવ .
x