Tuesday, June 23, 2020

ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે કેટલીક જાણવા જેવી રસપ્રદ વાતો





ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે કેટલીકજાણવા જેવી રસપ્રદ વાતો 


જગન્નાથનો અર્થ છે જગતના સ્વામી તેમની નગરી જ જગન્નાથપુરી કહેવાય છે. આ મંદિર હિન્દુઓના ચાર ધામો પૈકી એક છે. જગન્નાથ મંદિરની વાર્ષિક રથયાત્રા તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે જેમાં મંદિરના ત્રણેય મુખ્ય દેવતા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા.

ત્રણેય રથો ના નામ

જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે.  
ભાઈ બળભદ્રના  રથનુ નામ તાલ ધ્વજ છે
સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
ત્રણેય રથ દર વર્ષે પૂરા નવેસરથી તૈયાર કરવામાં આવે



કેટલા દિવસ ચાલે છે રથયાત્રા


રથયાત્રા અષાઢ સુધ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુડિયા મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.

કોમી એકતા

અમદાવાદમાં રથયાત્રા કોમી એકતાનુ પ્રતિક પણ છે. રથયાત્રા શરૂ થતા પહેલા મુસ્લીમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે

અનોખી વિધિ


રથયાત્રાની એક અનોખી વિધિ એ છે પહિદ વિધિ જેમ પ્રજાપતિ રાજા વિધિ અનુસાર એક શણગારેલી ડોલીમાં આવે છે અને સોનાની સાવરણથી રથયાત્રાના રસ્તાને થોડા અંતર સુધી સાફ કરે છે. રાજા પોતાને સેવક સમજીને આ કામ કરેછે.

જગન્નાથપુરી મંદિર ની વિશેષતાઓ

1)  સામાન્ય રીતે દરિયા કિનારે દિવસે પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ પુરીમાં આનું વિપરિત થાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.

2)   સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ મંદિરના ગુંબજની આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં


3)   શ્રી જગન્નાથ મંદિરની ધજા  હંમેશા હવાની વિરુદ્ધ દિશામાં લહેરાય છે આનું કારણ હમણા સુધી શોધી નથી શકાયું. આ ધજા ને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઉંધો થઈને ઉપર ચઢે છે.

4)  ધજા  ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે.


મારી આ પોસ્ટ ગમી હોય તો ફોલો કરશો અને મિત્રોને શેર કરશો


Monday, June 22, 2020

શીખવા જેવું સ્વીકારવા જેવું ,અને અમલ કરવા જેવુંLike learning, accepting And implementing

            

                                                    સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય  મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કેવી રીતે ટકી રહેવું ? Like learning, like accepting, like implementing  .


                           મિત્રો આજે મારે વાત કરવી છે એક એવા વ્યક્તિત્વની કે જે તમને તમારા જીવનમાં ૧૦૦ ટકા સફળતા મેળવવા માટે પ્રેરણા આપશે જ મારે તમને એક એવા વ્યક્તિ ની વાત કરવી છે કે દુર્ઘટનામાં પોતાનો પગ ગુમાવી બેસે છે છતાં પણ હિંમત હારતા નથી અને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો નિર્ણય કરે છે અને એ નિર્ણય સાચો ફેરવે છે અને દુનિયાના બીજા ઊંચા શિખરો પણ સર કરે છે  . અને આપણા મનને પણ સર કરે છે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું   એ કોઈ સહેલી વાત નથી એવા ઘણા લોકો છે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો નિર્ણય કર્યો સફર શરૂ કરી પણ સફરને અધવચ્ચે છોડી દેવી પડી તમારા અને મારા જેવા તંદુરસ્ત લોકો પણ માઉન્ટ એવરેસ્ટ સર કરી શકતા નથી ત્યારે અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ અરુણિમા નામનાં યુવતી એવરેસ્ટ ચડવાનું લક્ષ્ય બનાવે છે. જેને એ માત્ર બે વર્ષમાં પુરું કરે છે. એટલું જ નહીં, તે દુનિયાના સાત સૌથી ઊંચા પર્વત પણ સર કરે છે  આપણને પણ વિકટ પરિસ્થિતિમાંથી હિંમત હાર્યા વગર કેવી રીતે સફળતા મેળવી એની પ્રેરણા આપે છે  સફળતા મેળવવા માટે પ્રેરણા આપતી એક  આદર્શ વ્યક્તિ ના જીવનના  આ પ્રસંગો વાંચીને તમે તમારી નિરાશા ખંખેરીને ફરીથી ઊભા થશો એવી મને ખાતરી છે.
એ વ્યક્તિ છે અરુણિમા સિંહા
          

        પરિચય

અરુણિમા સિન્હાનો જન્મ 1988માં ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં થયો હતો અરુણિમા સિંહા નાનપણથી જ ઈચ્છા શક્તિ ધરાવતા હતા તેઓ રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ અને વોલીબોલ ના ખેલાડી રહી ચૂક્યા છે

શરીરને અને મનને હચમચાવી નાખતો અકસ્માત

                     11 એપ્રિલ, 2011ના રોજ તેઓ સીઆઈએસએફની પરીક્ષા આપવા માટે લખનૌથી દિલ્હી જઈ રહ્યાં હતાં.
ત્યારે ટ્રેનમાં લૂંટારુઓએ તેમનો સામાન અને ગળામાં રહેલી એક સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યા હતો.
તેમનો સામનો કરતાં અને બાથ ભીડતાં લૂંટારુઓએ તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધાં હતાં. તેઓ પાટા પર પડ્યાં અને સામેથી આવતી ટ્રેનમાં તેમનો પગ આવી જતાં તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.

                                          હકારાત્મક વિચારસરણી

 આ ઘટના અંગે તેઓ પોતાની વૅબસાઈટ પર લખે છે, "એ રાત્રે હું બે પાટા વચ્ચે પડેલી અને મારી બાજુમાંથી લગભગ આઠ ટ્રેન નીકળી." "હું મારી જગ્યા પરથી ખસી પણ શકતી નહોતી ત્યારે મને થયું કે જો આ સ્થિતીમાં હું જીવી ગઈ તો મને હવે કંઈ જ નહીં થાય." તેઓ આગળ કહે છે કે તેમની સારવાર દરમિયાન પોલીસ તપાસમાં તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા કે તેમણે આત્મહત્યા કરવાની કોશિશ કરી અથવા તેઓ પડી ગયાં. સ્થાનિક હૉસ્પિટલમાં ઇલાજ બાદ તેમના પગના ઑપરેશન માટે તેમને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ ખાતે ખસેડવામાં આવ્યા હતાં..

                            દ્રઢ મનોબળ

                                         
 અરુણિમા કહે છે, "તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો નિર્ણય અહીં જ લીધો હતો." જેને લોકોએ મૂર્ખતા ગણાવેલી. એક પગ જ નથી રહ્યો એ વળી એવરેસ્ટ કેવી રીતે ચડે." પરંતુ અરુણિમા સિંહા જેનું નામ તેઓ મજબૂત મનોબળ ધરાવતા હતા ત્યારે લોકોની ટીકા સામે ન જોયું અને પોતાના દ્રઢ નિશ્ચય ને વળગી રહ્યા અને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું નક્કી કર્યું એટલે કર્યું જ

                                                         સખત પરિશ્રમ માં અરુણિમા સિંહા ને પરસેવો અને લોહી પડે છે

   "2011માં પોતાના ભાઈના સહકારથી તેમણે એક દિવસ બચેન્દ્રી પાલ સાથે ફોન પર વાત કરી. તેમને તાલીમ આપવા માટે સહમત કર્યાં."2012માં તેમણે ઉત્તરકાશીમાં ટાટા સ્ટીલ ઍડવેન્ચર ફાઉન્ડેશનમાં પોતાની તાલીમ શરૂ કરી. પ્રાથમિક તૈયારીના ભાગરૂપે તેણે 2012માં આઇલૅન્ડ પીક સર કર્યું હતું.તેઓ કહે છે, "આ તાલીમ દરમિયાન અનેક વખત એવું બન્યું કે ચઢાણ દરમિયાન મારા કૃત્રિમ પગના બાઉલમાં લોહી ભરાઈ જતું.""મને લોકો આગળ ચડવાની ના પાડતાં પણ મારે હાર નહોતી માનવી."

                      સપનું સાકાર કર્યું

અરુણિમા સિંહાની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર બચેન્દ્રી પાલ પાસે બે વર્ષ સુધી તાલીમ લીધા બાદ તેમણે 52 દિવસમાં એવરેસ્ટનું શિખર સર કર્યું હતું.તેમણે 21મે, 2013ના રોજ સતત 17 કલાકના કપરા ચઢાણ બાદ કુલ 8,848 મીટર ઊંચો એવરેસ્ટ સર કરેલો.અહીંથી ન અટકીને તેમણે દુનિયાનાં અન્ય સૌથી ઊંચાં સાત શિખરો સર કરવાનો નિર્ણય કર્યો.ત્યાર બાદ 1 મે, 2014 થી 11 મે, 2014 દરમિયાન દસ દિવસમાં તાન્ઝાનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલિમંજારો સર કર્યું.જુલાઈ 15, 2014 થી 25 જુલાઈ સુધીમાં તેણે રશિયાનું માઉન્ટ એલ્બ્રસ સર કર્યું, જે 5,642 મીટર ઊંચું શિખર છે.ત્યાર બાદ 12 એપ્રિલ, 2015 થી 20 એપ્રિલ, 2015ના આઠ દિવસમાં તેણે ઑસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કોઝિયુઝ્કો સર કર્યુ હતું.12 થી 25 ડિસેમ્બર, 2015ના દરમિયાન તેમણે આર્જેન્ટિનાનું માઉન્ટ એન્કોકાગ્વા સર કર્યું હતું.
તેમના આ શિખર સર કર્યા બાદ વડા પ્રધાને ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પણ પાઠવી હતી

   'ચંદ્રશેખર આઝાદ વિકલાંગ ખેલ એકૅડૅમી'      મહાન વ્યક્તિઓના મહાન કાર્યો

અરુણિમા પોતાનાં લક્ષ્યો પ્રાપ્ત કરતી રહી છે, તેની સાથે તેનું એક સ્પોર્ટ્સ એકૅડૅમી શરૂ કરવાનું સપનું છે.પોતાની વેબસાઈટમાં પોતાના મિશન અંગે અરુણિમા લખે છે કે દિવ્યાંગ લોકો સ્વાવલંબી બની શકે અને ખેલકૂદમાં આગળ વધી શકે તે માટે સ્પોર્ટ્સ એકૅડૅમી શરૂ કરવી છે. જેનું નામ 'ચંદ્રશેખર આઝાદ વિકલાંગ ખેલ એકૅડૅમી' હશે. પોતાને મળતી બધી જ મદદ અને પુરસ્કાર અરુણિમા પોતાના ફાઉન્ડેશનના નામે કરે છે. જેનો આ એકૅડૅમી માટે ઉપયોગ કરી શકશે.

અરુણિમા સિંહાના પ્રેરણાસ્ત્રોત

                 એક મુલાકાતમાં પત્રકાર તેમને પૂછે છે કે તમારી પ્રેરણા કોણ  છે ? તમે આટલી બધી પ્રેરણા ક્યાંથી મેળવો છો ?     અરુણિમા સિંહા જણાવે છે કે મારા આદર્શ વ્યક્તિએ મને પ્રેરણા આપનાર વ્યક્તિ ક્રિકેટર યુવરાજ છે કે જેઓ કેન્સર સામે લડ્યા અને જીત મેળવી છે.
 

                                             

શીખવા જેવું સ્વીકારવા જેવું અમલ કરવા જેવું

શું આપણા જીવનમાં અરુણિમા સિંહા જેટલી દુઃખદ પીડાદાયક પરિસ્થિતિ આવી છે વિકટ પરિસ્થિતિનો આપણે સામનો કેવી રીતે કર્યો શું આપણે અરુણિમા સિંહા જેટલા દુઃખો વેઠ્યા છે તેમના જેટલા પ્રયાસો કર્યા છે જો તમારો જવાબ ના હોય તો તમે તમારી નિરાશા ખંખેરીને આજે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયાસો ચાલુ કરી દો તમને સફળતા મળશે જ
      આવી દુઃખદ પરિસ્થિતિમાં હું શું કરી શકું કઈ રીતે આગળ વધી શકો આવી નિરાશાઓ તમારી અંદર ઘર કરી જાય ત્યારે ત્યારે આ વાર્તા અચૂક વાંચજો
        
મિત્રો  આજે બસ આટલું જ આવી જ બીજી કોઇ પ્રેરણાદાયક વાર્તા સાથે ફરીથી મળી



મારી આ પોસ્ટ ગમી હોય તો ફોલો કરશો અને મિત્રોને શેર કરશો





                               સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય  મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કેવી રીતે ટકી રહેવું ? Like learning, like accepting, like implementing  


        Friends, Today I want to talk about a person who will inspire you to achieve 100% success in your life. I want to tell you about a person who loses his leg in an accident but does not lose courage and decides to climb Mount Everest and he makes the decision to climb the world's highest peaks. And it is not easy to climb Mount Everest, but there are many who decided to climb Mount Everest but have to leave the journey midway through. Arunima, who is a young woman, aims to climb Everest after losing one leg in an accident. Which he completes in just two years. Not only that, it also climbs the seven highest mountains in the world, and inspires us to succeed without losing courage from difficult situations. I am sure you will rise again by reading these events in the life of an ideal person who inspires you to succeed..
That person is Arunima Sinha
          
        Introduction
Arunima Sinha born in Ambedkar Nagar, Uttar Pradesh in 1988, was awill-powered youth who has been a national level football and volleyball player.

Accident that shook the body and mind
On April11, 2011,she was going from Lucknow to Delhi to appear for the CISF exam.
The robbers had tried to pull off their luggage and a gold chain around their necks.
They were thrown out of the train by the robbers who confronted them and were mobbed by the robbers. She fell on the tracks and lost her leg when she got into the train coming from the front.
                                          Positive Thinking
 He writes on his website:"That night I was between two tracks and about eight trains left me." "I couldn't move from my place, so I thought I wouldn't be able to do anything if I survived this situation." He continues that during his treatment, he was accused of attempting suicide or falling. After treatment at a local hospital, he was shifted to the All India Institute of Medical Sciences for surgery on his leg.


                            Strong morale


   Arunima says,"He decided to climb Mount Everest." What people called stupidity. How can Everest climb? But Arunima Sinha, whose name was strong morale, did not look at the criticism of the people and stuck to her determination and decided to climb Mount Everest.
                                                         Arunima Sinha sweats and bleeds in hard work

"In 2011,with the support of his brother, he spoke to Bachendrai Pal on the phone. Agreed to train them.' He started his training at theTata Steel Adventure Foundation in Uttarkashi in 2012, and as part of his initial preparation, he did the Island Peak in 2012. Hesays,"During this training, ithappened several times that during the climb, my artificial leg bowl was filled with blood." I was not defeated by people refusing to go ahead.'
                      Dream fulfilled

According to Arunima Sinha's website, after two years of training with Bachendrai Pal, he climbed Everest in 52 days. He climbed 8,848 metres high after a 17-hour steep climb onMay21, 2013.After that, the highest peak in Tanzania in ten days was Mount Kilimanjaro, july 15, 2014. From 2014 to July 25, it climbed Mount Elbrus, a peak of 5,642 metres, followed by The HighestPeak in Australia, Mount Kozhikode, in eight days from April12, 2015 to April20, 2015. He travelled toMount Ancogua, Argentina, between 12 and 25 December2015.
After his summit, the Prime Minister tweeted his greetings
.
   'Chandrasekhar Azad Disabled Sports Educational AchievementsGreat Works of Great People

Arunima has been achieving her goalsand has a dream of starting a sports academy with her. On her website, Arunima writes about her mission that divyangs want tobecome self reliant and move forward in sports.
Arunima Sinha's inspiration

                 In an interview, the journalist asks him, "Who is your inspiration?" Where do you get so much inspiration? Arunima Sinha says that the man who inspired me is cricketer Yuvraj who fought and won cancer..
 

                                      





        As to how to learn
Have we faced the most painful situation in our lives as arunima sinha has suffered? If you do not answer, you will be disappointed and start trying to achieve your goal today.
      Read this story when the disappointments that have made you home.   
If you like this post, follow me and share it with your friends
             

Sunday, June 21, 2020

વ્યસન છોડો, જાતને અને પરિવારને બચાવો ,Quit Addiction,Tobacco Pan Masala Gutkha Alcohol Cigarettes are related to cancer

વ્યસની માણસ એના વ્યસન ને પ્રેમ કરે છે એ પરિવારને પ્રેમ નથી કરતો જો પરિવારને પ્રેમ કરતો હોય તો વ્યસન છોડી ન દે ???...

An addicted man who loves his addiction does not love his family. If he loves his family, why he will not give up his addiction. why ????                                           

         દોસ્તો મારે આજે તમને વાત કરવી છે તમાકુના વ્યસનના  નુકશાની ની. મિત્રો આજે આપણે વ્યસનમુક્તિ વિશે વાત કરીશું .





વ્યસન કરનારાઓ માટે જાણવા જેવા તમાકુ ના ફાયદા  !!!!!!!

1)તમાકુ ખાનારને કુતરા કરડતા નથી કારણ કે તમાકુ ખાનારો અશક્ત થઈ ગયો હોય છે લાકડીના ટેકે ચાલે છે એટલે કુતરા  છેટા રહે છે પછી કુતરા ક્યાંથી કરડે???

2) તમાકુ ખાય છે તેના ઘરે ચોર આવતા નથી કારણ કે તમાકુ ખાય છે તને ટી.બી થાય છે આખી રાત ઉધરસ થાય છે પછી ચોર ક્યાંથી આવે ??
3)   તમાકુ ખાનાર ના ઘરે દીકરી નથી આવતી કારણ કે તમાકુ ખાવાથી પોતે શારીરિક રીતે  એટલો નબળો પડી જાય છે કે એના ઘરે દીકરો કે દીકરી આવતી નથી એ નપુશક થઈ જાય છે.
4) તમાકુ ખાવા નો સૌથી મોટો ફાયદો તમાકુ ખાનારા કદી ઘરડા થતાં નથી કારણ કે તેઓ જવાનીમાં જ મરી જાય છે. 


WHO નું સર્વે

                                                 
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસ ને "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના દ્વારા ૧૯૮૭થી આ દિવસ મનાવાય છે, કેટલાક ઉજવવામાં આવે છે એમ પણ કહે છે પરંતુ ઉજવણી તો સુખદ પ્રસંગે હોય, દુઃખના કે માતમનાં પ્રસંગને તો શોક્ગ્રસ્ત થઈને મનાવવો જોઈએ. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પર થતી હાનીકારક અસરોની જાણકારી આપવામાં આવે છે, લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.






                                                           વિશ્વમાં તમાકુના બંધાણીઓની સંખ્યા કાંઈ એક બે કરોડ નથી, આ સંખ્યા એક સો (૧૦૦) કરોડને પાર કરે છે. તમાકુના કારણે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. અરે આ વ્યસનીઓ તો મૃત્યુ પામે જ છે, સાથે સાથે વર્ષે દહાડે છ-સાત લાખ જેટલા એવા નિર્દોષોને પણ મૃત્યુને ઘાટ પહોંચાડે છે જેઓ પોતે તમાકુના વ્યસની નથી હોતા પરંતુ તમાકુનો ઉપયોગ કરતા લોકોના સંપર્કમાં રહે છે. 

                                     વિશ્વમાં દર છ સેકન્ડે એક વ્યક્તિનું તમાકુને કારણે મૃત્યુ થાય છે. ભારતમાં જ દર વર્ષે દસ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે, ફેફસાના કેન્સરના દસ કેસોમાંથી નવ કેસોનું કારણ તમાકુ જ હોય છે.


વ્યસન કોણ કરે છે??

                                                    સમગ્ર જીવ શ્રુષ્ટિમાં એકમાત્ર માનવ જાત જ એવી અળવીતરી છે કે તેને થતા શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક નુકસાન માટે વારંવાર યાદ અપાવવું પડે છે. માનવીને વિનંતી કરવી પડે છે, પ્રેરણા આપવી પડે છે, પ્રોત્સાહન આપવું પડે છે, હાથ જોડવા પડે છે કે ભાઈ 'તારી આ કુટેવ તારા શરીર માટે, તારા પરિવાર માટે નુકસાન કારક છે માટે તું એનો ત્યાગ કર'. કડવું છે પણ વાંચવું, સાંભળવું પડે એમ છે, કોઈ પશુ ને તમે સિગારેટના કે બીડીના ઠૂંઠા ચાવતા જોયા છે? કોઈ ગાય, ભેંસ કે બકરીને માવો ચાવતા જોયા છે? વાંદરો કે ગધેડો સુધ્ધાં હાનિકારક પદાર્થો તમે સોનાની થાળીમાં આપો તો પણ નહિ ખાય પણ માણસ તમાકુવાળો માવો મસળી મસળીને મોઢામાં ઠૂંસે છે.

                                             
મોટેભાગે દેખાદેખી કે ક્ષણિક મોજ-મજા માટે શરુ થયેલો કે શરુ કરાવવામાં આવેલો તમાકુનો ઉપયોગ બહુ ઝડપથી વ્યસનમાં પલટાઈ જાય છે. પાન, ગુટકા, બીડી કે સિગારેટ કોઈપણ રીતે લેવામાં આવતો તમાકુ પહેલા તો વ્યક્તિની માનસિક સ્થિતિ જ નબળી પાડે છે. તમાકુ નહિ મળતા અનુભવાતી બેચેની, અકળામણ, તણાવ, સુસ્તી વ્યસનીને ફરી ફરી તેનું સેવન કરવા મજબુર કરે રાખે છે. 

                                                         
                                                       
 તમાકુની આડ અસરો જેવી કે, સ્ટ્રોક. ફેફસા, મોં, જીભ કે સ્વરપેટીનુ કેન્સર, હૃદયરોગ, ગર્ભાશય, પાચનતંત્ર તથા આંતરડાનુ કેન્સર, નપુંસકતા તો વ્યક્તિગત છે પરંતુ તેને કારણે ઘર-પરિવારની આર્થિક સ્થિતિ બદ થી બદતર બની જાય છે. 

                                                                             સમગ્ર વિશ્વમાં કેન્‍સર ભારતમાં વધુ જોવા મળે છે, તમાકુંનું સેવન, ઝેરના સેવન જેટલું જ જોખમી છે, ઝેર તાત્કાલિક મારે છે જયારે તમાકુ રોજ મૃત્યુ તરફ લઇ જાય છે. છાશવારે તમાકુ ચાવતા લોકો મૃત્‍યુ તરફ ધકેલાઇ રહ્યા છે અને તેમને આ વાતનો અણસાર પણ હોય જ છે. એક સિગારેટ માણસનું આયુષ્‍ય ૧૦ મિનિટ ઘટાડી નાખે છે. સિગારેટના બંને છેડે ચિતા જ હોય છે. આવું જ કઇક એક પડીકી અને માવામાં પણ બની શકે છે. 'તમાકુના સેવનથી કેન્સર થાય છે એવી ચેતવણી છાપો કે સડી, બળી ગયેલા ફેફસાનો ફોટો છાપો' બારદાનો પૈસા ખર્ચીને પોતાના જ મોતનો સામાન ખરીદે છે.
       
                                     





વ્યસન દૂર કરવા માટે સરકારના પ્રયાસ

       
 આપણા દેશમાં સરકારો કરોડો રૂપિયા ખર્ચે છે, એ સમજાવવા કે આ તમાકુ તમને મારી નાખશે. વ્યસનમુક્તિ અભિયાન ચાલે છે, થિયેટરમાં, ટીવી પર તમાકુથી થતી આડઅસર દેખાડવામાં આવે જ છે. બહુ દુઃખદ અને વિચિત્ર બાબત તો એ છે કે વ્યસની મિત્ર જ બીજા મિત્રને મોતનો સામાન વહેંચતો રહે છે, તમાકુનું સેવન કરનારની સંખ્યા ન ઘટવા પાછળનું આ પ્રમુખ કારણ છે. 

                                                 લગ્ન પહેલા 'છોકરો દારૂ તો નથી પીતો ને?'; એ તપાસ થાય છે પરંતુ છોકરો 'તમાકુના રવાડે નથી ચઢ્યો ને?' એ તપાસ કોઈ નથી કરતુ કેમ કે સસરા પણ રવાડે ચઢેલા હોય છે. તમાકુને લીધે પોતાની દીકરી દુઃખી થશે, વિધવા થશે એવું જાણતા હોવા છતાં વ્યસની જમાઈનો સ્વીકાર થાય છે, કારણ દરેક વ્યસની એવા જ ભ્રમમાં રહેવા માંગે છે કે આ વ્યસનથી મને કોઈ ખતરો નથી.


વ્યસનની પરિવાર પર આડઅસર

                                        દુનિયામાં વ્યસની વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકતો નથી  અને  સફળતાના શિખરે પહોંચી લી કોઈ વ્યક્તિમાં વ્યસન હોય એવું મારી જાણમાં નથી આપની જાણ હોય તો આપનું વ્યસન ચાલુ રાખજો વ્યસનીઓને તો વ્યસન ન છોડવા ના બહાના જોતા જ હોય છે ને!
                      તમાકુ ખાવી ,પાન મસાલા ખાવા ,સિગારેટ કે  દારૂ પીવે એ શારીરિક દુઃખ ના હોય તો શારીરિક દુઃખો લાવવાની ટૂંકામાં ટૂંકી પદ્ધતિ છે.  વ્યસની માણસ પોતે તો દુઃખી થાય છે, પણ એના પરિવારને પણ દુઃખી કરે છે અને પરિવારને પણ દુઃખ આપતો રહે છે.


વ્યસન છોડવા નો ઉપાય

વ્યસન છોડવું સાવ સહેલું છે વ્યસન છોડવા માટે દ્રઢ મનોબળ હોવું જરૂરી છે. વ્યસન છોડવા માટે કોઇ પૈસા ભરવા નથી પડતા.

તો વ્હાલા વાચક મિત્રો આજે જ તમે તમારું વ્યસન છોડો પરિવારને પ્રેમ કરો અને જીવનમાં ખૂબ જ સફળ થાઓ એવી શુભેચ્છા સાથે બીજી પોસ્ટમાં મળીશું.







व्यसन करने वाला अपने व्यसन से प्यार करता हैअपने परिवार से नहीं यदि परिवार को चाहता तो वह व्यसन छोड़ ना देता!!!
      दोस्तों, आज मैं आपसे तम्बाकू की व्यसन  के नुकसान के बारे में बात करना चाहता हूँ। दोस्तों आज हम व्यसन मुक्ति के बारे में बात करेंगे |








नशा करने वालों के लिए तंबाकू के फायदे!!!!


1) कुत्ते धूम्रपान करने वाले को नहीं काटते क्योंकि धूम्रपान करने वाला विकलांग होजाता है, वह छड़ी पर चलता है, इसलिए वह कुत्ते से दूर रहता है, फिर कुत्ता कहाँ काटता है ???

2) चोर उसके घर नहीं आते क्योंकि वह तम्बाकू खाता है क्योंकि वह तम्बाकू खाता है, आपको टीबी हो जाती है, आपको पूरी रात खांसी होती है, फिर चोर कहाँ से आता है ??
3) बेटी धूम्रपान करने वाले के घर नहीं आती क्योंकि धूम्रपान उसे शारीरिक रूप से इतना कमजोर बना देता है कि बेटा या बेटी उसके घर नहीं आते।
4) तम्बाकू धूम्रपान करने वाले कभी बूढ़े नहीं होते क्योंकि वे चलते-चलते मर जाते हैं

                                                 

WHO का सर्वे




                                            विश्व स्वास्थ्य संगठन (WHO) द्वारा हर साल 31 मई को "विश्व तंबाकू निषेध दिवस" ​​के रूप में मनाया जाता है। इस दिन को विश्व स्वास्थ्य संगठन द्वारा 18 वें दिन से मनाया जाता है, कुछ का कहना है कि यह मनाया जाता है लेकिन अगर यह जश्न खुशी के मौके पर हो, तो दुःख या शोक का अवसर दुःख के साथ मनाया जाना चाहिए। इस दिन विभिन्न कार्यक्रमों के माध्यम से लोगों को शरीर पर तंबाकू के हानिकारक प्रभावों के बारे में जागरूक किया जाता है, लोगों को धूम्रपान छोड़ने के लिए प्रेरित किया जाता है।



दुनिया में तंबाकू की लत लगाने वालों की संख्या एक या दो करोड़ नहीं है, यह संख्या एक सौ (100) करोड़ को पार करती है। तंबाकू हर साल दुनिया भर में 3 मिलियन लोगों को मारता है। न केवल ये नशेड़ी मर जाते हैं, बल्कि वे एक वर्ष में छह से सात मिलियन निर्दोष लोगों को भी मारते हैं, जो खुद तंबाकू के आदी नहीं हैं, लेकिन उन लोगों के संपर्क में हैं जो तंबाकू का उपयोग करते हैं।


                                 दुनिया में हर छह सेकंड में एक व्यक्ति की मौत तंबाकू से होती है। अकेले भारत में, तम्बाकू के कारण होने वाले फेफड़ों के कैंसर के दस में से नौ मामलों में, तंबाकू हर साल दस लाख लोगों को मारता है।


पृथ्वी पर व्यसन कौन करता है??

संपूर्ण ब्रह्मांड में एकमात्र मानव इतना अलग-थलग है कि उसे बार-बार शारीरिक, मानसिक, सामाजिक और आर्थिक क्षति के कारणों को याद दिलाना पड़ता है। मनुष्यों को भीख माँगना, प्रेरित करना, प्रोत्साहित करना, हाथ मिलाना, भाई, छोड़ना है क्योंकि आपका व्यवहार आपके शरीर के लिए, आपके परिवार के लिए हानिकारक है। यह कड़वा है लेकिन आपको पढ़ना और सुनना है, क्या आपने कभी किसी जानवर को सिगरेट चूतड़ चबाते देखा है? क्या आपने कभी गाय, भैंस या बकरी को चबाते देखा है? यहां तक ​​कि एक बंदर या गधा भी हानिकारक पदार्थों को नहीं खाएगा, भले ही आप उन्हें सोने की प्लेट में डालते हों, लेकिन एक आदमी अपने मुंह में तंबाकू डालता है और उसे अपने मुंह में डालता है।

                                                        यह अक्सर देखा जाता है कि तंबाकू का उपयोग, जो एक क्षणिक खुशी के लिए शुरू किया गया है, जल्दी से एक लत में बदल जाता है। तंबाकू, गुटखा, बीड़ी या सिगरेट, किसी भी मामले में, एक व्यक्ति की मानसिक स्थिति को कमजोर करता है। तम्बाकू न मिलने से बेचैनी, शर्मिंदगी, तनाव, सुस्ती महसूस होती है और बार-बार इसका सेवन करने से व्यसन दूर रहता है।

                          


तंबाकू के दुष्प्रभाव जैसे स्ट्रोक। फेफड़े, मुंह, जीभ या स्वरयंत्र, हृदय रोग, गर्भाशय, पाचन और आंतों के कैंसर, नपुंसकता व्यक्तिगत है, लेकिन यह घर की आर्थिक स्थिति को भी बदतर बना देता है


पूरे विश्व में भारत में कैंसर अधिक प्रचलित है, तम्बाकू का सेवन जहर के सेवन जितना ही खतरनाक है, जहर तुरंत ही मर जाता है, जबकि तंबाकू दैनिक आधार पर मौत का कारण बनता है। बुधवार को तंबाकू चबाने वाले लोगों को मौत के कगार पर धकेला जा रहा है और उन्हें इसके बारे में पता होना चाहिए। एक सिगरेट 10 मिनट तक एक व्यक्ति के जीवन को छोटा करती है। सिगरेट के दोनों तरफ चीते हैं। कुछ ऐसा ही धान और मावा में भी हो सकता है। 'एक चेतावनी छापें कि तंबाकू का उपयोग कैंसर का कारण बनता है या एक सड़े हुए, जले हुए फेफड़े की तस्वीर छापता है' बाड़ा अपनी मौत का सामान खरीदने के लिए पैसे खर्च करता है।                                                           


नशे को मिटाने के लिए सरकार के प्रयास

    हमारे देश में सरकारें यह समझाने के लिए करोड़ों रुपये खर्च करती हैं कि यह तंबाकू आपको मार डालेगी। नशामुक्ति अभियान चल रहा है, सिनेमाघरों में, तंबाकू के दुष्प्रभावों को टीवी पर दिखाया जा रहा है। सबसे दुखद और अजीब बात यह है कि आदी दोस्त दूसरे दोस्त को मौत का सामान बांटता रहता है, धूम्रपान करने वालों की संख्या में कमी के पीछे यह मुख्य कारण है।


व्यसन के दुष्प्रभाव अपने परिवार पर

'                                 शादी से पहले लड़का शराब नहीं पीता?' इसकी जांच की जाती है, लेकिन लड़का पूछता है, 'क्या आप तंबाकू के जाल पर नहीं चढ़े?' कोई जांच नहीं करता क्योंकि ससुर भी फरार है। व्यसनी के दामाद को स्वीकार किया जाता है, भले ही वह जानता हो कि उसकी बेटी तंबाकू के कारण दुखी और विधवा हो जाएगी, क्योंकि हर व्यसनी इस भ्रम में जीना चाहता है कि इस लत से मुझे कोई खतरा नहीं है।
एक व्यसनी व्यक्ति कभी भी दुनिया में सफल नहीं हो सकता है और मुझे नहीं पता कि किसी ऐसे व्यक्ति में लत है जो सफलता के चरम पर पहुंच गया है। यदि आप जानते हैं, तो   व्यसन  जारी रखें।
                                       शारीरिक दर्द न होने पर तम्बाकू खाना, मसाले खाना, सिगरेट पीना, शराब पीना, अगर शारीरिक दर्द न हो तो सबसे कम उपाय है। तो प्रिय पाठक दोस्तों, अब  हम एक और पोस्ट में इस इच्छा के साथ मिलेंगे कि आप अपनी लत को छोड़ दें, अपने परिवार से प्यार करें और जीवन में बहुत सफल हों।

व्यसन से मुक्त रहने का उपाय

नशे को छोड़ना बहुत आसान है। नशे को छोड़ने के लिए मजबूत इच्छाशक्ति चाहिए। व्यसन छोड़ने के लिए भुगतान करने की आवश्यकता नहीं है

प्रिय पाठक दोस्तों, अब  हम एक और पोस्ट में इस इच्छा के साथ मिलेंगे कि आप अपनी लत को छोड़ दें, अपने परिवार से प्यार करें और जीवन में बहुत सफल हों।

                                                  प्रिय पाठक दोस्तों, अब  हम एक और पोस्ट में इस इच्छा के साथ मिलेंगे कि आप अपनी लत को छोड़ दें, अपने परिवार से प्यार करें और जीवन में बहुत सफल हों।