કૈલાસ માનસરોવર નું સ્મરણ ચિંતન પવિત્ર શ્રાવણ મહિના મા આવો સાથે મળીને કરીએ
કૈલાસ
માનસરોવરનું નામ સાંભળતાં જ ભગવાન શંકર તથા પાર્વતીનું સ્મરણ થઈ ખાવે છે. યોગીઓના
યોગી, ત્યાગીશરોમણિ
ભગવાન શંકરને કૈલાસપતિ પણ કહેવામાં આવે છે.
કૈલાસ પહાડી પ્રદેશમાં સમર્થ યોગી વિના
બીજું કોણ રહી શકે ?
હિંદુ ધર્મ અને માનસરોવર
હિન્દુ
ધર્મ ના મુખ્ય તીર્થસ્થળોની વાત કરવામાં
આવે તો કૈલાસ માન સરોવર નું નામ એમાં પ્રથમ આવે છે એવું જણાવવામાં આવે છે કે
માનસરોવર ની પાસે આવેલા કૈલાશ પર્વત પર ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે.
પ્રભુ ભોળેનાથને અજરાઅમર
કહ્યા છે તેથી માનસરોવરમાં આજે પણ તે બરફના પહાડોની વચ્ચે ક્યાંક સમાધી ગાળીને
બેઠા હોવાનું મનાય છે. હિન્દુ ધર્મમાં
ચારધામની યાત્રાનું ખૂબ મહત્વ છે, એ જ રીતે કૈલાસ માનસરોવરની યાત્રાનું પણ અપાર મહત્વ છે.
હિન્દુઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછું એકવાર તો ચારધામની યાત્રા અને કૈલાસ
માનસરોવરની યાત્રા જરૂરથી કરે છે
કૈલાસ માન સરોવર ભગવાન શિવની નગરી સાથે
સાથે કુબેર દેવતા ની પણ નગરી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે ગંગા નદી ભગવાન
બ્રહ્માના કમળ માંથી નીકળી અને કૈલાશ પર્વતના શિખર ઉપર પડે છે એટલું જ નહીં એવું
પણ બતાવવામાં આવે છે કે જો વ્યક્તિ કૈલાસ ના દર્શન કરે તો તેને મોક્ષ મળે છે.
શાસ્ત્રોમાં
આલેખાયા પ્રમાણે જે કેલાસની યાત્રા કરે છે તે ખરેખર પ્રભુના ચરણોમાં જઇને આવે છે. કૈલાસ માનસરોવર એ એક મોટું તળાવ છે જે તિબેટમાં સ્થિત પર્વતમાળા છે. આ પર્વતની
પશ્ચિમ અને દક્ષિણમાં માનસરોવર અને રાક્ષસતાલ તળાવ આવેલા છે. અહીંથી ભારતમાં વહેતી
મહત્ત્વપૂર્ણ નદીઓ નીકળે છે. જેમ કે બ્રહ્મપુત્રા, સિન્ધુ અને સતલજ નામની ત્રણ નદીઓ નીકળે છે. કેલાશ કુલ ૬,૯૩૮ મીટરમાં ફેલાયેલી બર્ફઆચ્છાદીત પર્વતમાળા છે. આ
પર્વતમાળા કાશ્મીરથી લઇને ભૂટાન સુધી ફેલાયેલી છે.
શું કહ્યું છે પુરાણો મા માનસરોવર
વિશે
આ પાવન સ્થળ માનસરોવર એક મોટું તળાવ છે જે આશરે 320 કિલોમીટરમાં ફેલાયેલું છે. માનસરોવર એ મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે મનનું સરોવર કહેવાય છે કે આ એ જ સરોવર છે
જ્યાં માતા પાર્વતી રોજ સ્નાન કરવા આવતાં હતાં. અને આજે પણ અહીં દેવી પાર્વતી
સ્નાન કરવા આવતાં હોવાની માન્યતાઓ છે. આ તળાવની ઉત્પત્તિ ભગીરથી તપસ્યાથી પ્રસન્ન
થઇને ભગવાન શિવે કરી હતી એવું પુરાણોમાં આલેખાયેલું છે. આ પાવન સ્થળને ભારતીય
દર્શનના હૃદયની ઉપમા આપવામાં આવી છે. જેમાં ભારતીય સભ્યતાની ઝલક જોવા મળે છે જે શ્રદ્ધાળુ કૈલાસ માનસરોવરમાં દર્શન માટે આવે છે
તેમને “ઓમ” એવો અવાજ સાંભળવા મળે છે
એક માન્યતા અનુસાર કૈલાસ માનસરોવર ની વચ્ચે એક
ચમત્કારિક કલ્પવૃક્ષ છે એના વિશે એવું કહેવાય છે કે તેના ફળ બધા પ્રકારની શારીરિક
અને માનસિક બીમારીઓ નો ઇલાજ કરે છે.માનસરોવરનો આકાર સૂર્ય જેવો છે. અને આ સરોવર દુનિયાના
સ્વચ્છ પાણીમાંનું એક સરોવર છે. એક માન્યતા એવી પણ છે જે જે સ્ત્રીને બાળક ન થતુ
હોય તે સ્ત્રી જો આ માનસરોવરનું પાણી પીવે તો તરત તેની કૂખે બાળક રહે છે. અને
તેનું વાંઝીયા મેણું ટળી જાય છે. કહેવાય છે કે માનસરોવરની પાસે તમે જો ખૂબ જ
શાંતિથી બેસો તો તમને તેમાંથી ડમરું અને ઓમનો નાદ સભાળાય છે.
માનસરોવર જવું કઇ રીતે ?
કૈલાસ માનસરોવરના એ અલૌકિક મહિમાવાળા
પવિત્ર પ્રદેશનો પુણ્યપ્રવાસ કરવાની ઈચ્છા પ્રત્યેક માણસના મનમાં પેદા થાય એ
સ્વાભાવિક છે. પરંતુ એ હકીકત લક્ષમાં લેવા જેવી છે કે, એ પ્રવાસ ધામ માનીએ એટલો સહેલો નથી. હિમાલયના પર્વતીય
પ્રદેશની યાત્રાઓમાં એ યાત્રા સૌથી કપરી ને લાંબી છે એમ કહીએ તો ચાલે તેને માટે
તૈયારી પણ સારી એવી કરવી પડે છે
કૈલાસ માનસરોવર ખૂબ જ ઊંચાઇ ઉપર આવેલો
હોવાથી અહીં ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી થઇ જાય છે. તેથી અહીં યાત્રા કરવા આવતો
યાત્રાળુએ ખૂબ જ સાવધાન રહેવું પડે છે. કૈલાસ
માનસરોવર જવાના ઘણા માર્ગો છે. એમાં કાશ્મીરમાં લડાખ થઈને જતો માર્ગ નેપાલમાં
મુક્તિનાથ થઈને જતો માર્ગ, તા ગંગોત્રીમાંથી જતા માર્ગની ગણતરી પણ કરી શકાય છે. છેલ્લે
ગણાવેલો માર્ગ ભારે વિકટ છે, નિજન છે, ને બરફથી ખાદિત ભીષણ પર્વતોના ચઢાણવાળો છે. કોઈ સ્મિતવાળા
સાધુસંતો કે એ બાજુના નિવાસીઓ એ માર્ગનો આધાર લઈને જાય એ જુદી વાત છે. બાકી
સામાન્ય યાત્રીઓ માટે તો ઉત્તર ભારતના ત્રણ માર્ગો જ શેષ રહે છે, અને એ ત્રણ માર્ગોમાંથી કોઈ એક માર્ગે આગળ વધી શકાય છે.
સૌથી પહેલો માર્ગ, કાઠગોદામથી મોટર દ્વારા અલ્મોડા જઈને ત્યાંથી આગળનો માર્ગ
પકડવાનો છે. બીજો માર્ગ, કનકપુર સ્ટેશનથી મોટર દ્વારા પિથૌરાગઢ જઈને પગપાળા આગળ
જવાનો માર્ગ છે. ત્રીજો માર્ગ બદરીનાથ તરફથી નીતીઘાટમાંથી પસાર થઈને આગળ જતો માર્ગ
છે. એ ત્રણે માર્ગોમાંથી મોટા ભાગના યાત્રીબી અલ્મોડા થઈને જવાનું વધારે પસંદ કરે
છે
આ યાત્રા ઉત્તરાખંડ, હિમાચલ સિક્કીમ કાઠમંડુ કે નેપાળથી શરૂ થાય છે. આમાં
સિક્કીમથી જવું સૌથી વધારે સુરક્ષિત ગણવામાં આવે છે. જો તમે કૈલાસ જવા માંગતા હોય
તો જતા પહેલાં જ માનસિક રીતે વધારે ચાલવાની તૈયારી રાખવી પડશે. કેમ કે આવારે 75 કિલોમીટરની પગપાળા યાત્રા અને પર્વતારોહણ કરવું પડે છે . શારીરિક અને માનસિક રીતે મજબુત લોકો એ જ આ
યાત્રા કરવી વળી આ યાત્રા મા આશરે બે
મહિના જેટલો જ સમય લાગે છે
કૈલાસ માનસરોવર જવા કેવી
તૈયારી કરવી પડે ?
એક વખત એવો પણ હતો કે જ્યારે કૈલાસ
માનસરોવરની વાત લગભગ અશકય જેવી મનાતી, અને કોઈ વિરક્તકે સાધુપુરુષો જ એનો લાભ લેતા. તિબેટમાં લૂટાવાનો
અને જાન ખોવાનો એમ બંને જાતનો ભય રહેતો વાહનવ્યવહારના બીજા સાધનોની પણ સર્વથા અભાવ
હતો. પરંતુ વખતના વીતવાની સાથે પરિસ્થિતિ પલટાતી ગઈ, ને પછી તો એ ચાત્રા પ્રમાણમાં સહેલી થઈ
મનોબળને મજબૂત કરીને ઉત્સાહ, કિંમત ધીરજ ને સહનશક્તિ તો વધારવા જ પડે છે, પરંતુ બીજી કેટલીક સામગ્રી પણ તૈયાર કરવી પડે છે. પર્વતીય
પ્રદેશના પ્રવાસના લેશ પણ અનુભવ વિના સૌથી પહેલા સીધા કૈલાસ માનસરોવરની યાત્રાએ નીકળી
પડવું તેના કરતાં પહેલાં બદરી કેદારની યાત્રાનો અને ગંગાત્રી જમનોત્રી તથા અમરનાથની
યાત્રાનો અનુભવ લેવો આવશ્યક છે. કેમ કે, તેથી પર્વતીય મુશ્કેલીઓનો ખ્યાલ પાવે છે, એથી ટેવાતા આવડે છે કે પરિણામે તે પછીની બીજ કઠિન યાત્રા સહેલી
બને છે.
કૈલાસ માનસરોવર યાત્રા કરતી વખતે ધ્યાનમાં
રાખવાની બાબતો
એક વાત ખાસ ધ્યાનમાં રાખવી પડે છે. એ માર્ગે જતા ભારતની હદમાં જે છેલ્લું
સ્થળ આવે છે ત્યાં સુધી તો ધર્મસાળા, ભોજનની સામગ્રી, વાસણ જેવી ઉપયોગી વસ્તુઓ સહેલાઈથી મળી રહે છે, પરંતુ ત્યાંથી આગળ વધ્યા પછી તિબેટમાં એમનું કશું જ નથી.
મળતું એટલા માટે ભારતીય હદના એ અંતિમ સ્થાનથી રસ્તા માટે તબુ રસોઈ બનાવવાનાં વારાણ
પાછા આવતા સુધીનું સીધુ, ખાંડ, ચા, દૂધના તૈયાર કબા ગાસતલ મસાલા, ફાનસ મીણબત્તી, બટાટા એવી બધી જરૂરી સામગ્રી સાથે લઈ લેવી પડે છે.રસ્તામાં સરળતા
ખાતર તિબ્બતી ભાષા જાણનાર પહાડ નો રહેવાસી ભોમિયો પણ ત્યાંથી જ સાથે લેવો
પડે છે વળી યત્ર સવારના પહોરમાં જ કરવી
પડે છે બપોરના તાપ મા બરફ પીગળવાની શક્યતા નકારી શકાય નહિ .
અંતે એટલું જ્ કહી શકાય કે જે સ્ત્રી પુરુષના
મન ભગવાન શિવ પ્રત્યે અડગ શ્રધા છે ભગવાન શિવની જેના પર સર્વ પ્રકારે કૃપા થઇ છે
તે પુણ્ય શાળી માણસો દર વર્ષે મોટી
સંખ્યામાં આ યાત્રા કરે જ
છે . મારી અને તમારી પર પણ ભગવાન
શિવ આવી કૃપા જલ્દી કરે તેવી ભગવાન શિવ ને પ્રાથર્ના .
જય મહાદેવ હર હર મહાદેવ
No comments:
Post a Comment