Friday, August 13, 2021

NEP 2020 ના 25 IMP પ્રશ્નો અને તેના જવાબ

 


 

NEP 2020  ના કેટલાક IMP પ્રશ્નો  અને તેના જવાબ

1.   કોનીઅધ્યક્ષાતામાંનવીશિક્ષણ નીતિનાવિકાસ માટેસમિતિએ પોતાનોઅહેવાલરજુકર્યો     /     1. કોની અધ્યક્ષતામાં 'નવી શિક્ષણ નીતિના વિકાસ માટે સમિતિ એ  મે 2016માં પોતાનો  અહેવાલ રજૂ કર્યો હતો ? *

          સ્વ. શ્રીટી. એસ.આર. સુબ્રમણ્યમ                                  

 2.  શિક્ષણ નીતીમાંકેટલાવર્ષામાંબદલાવ ?  

              ૩૪ વર્ષ

3.  વર્ષ૩ થી૮ વયજૂથ નેકેટલાભાગ માંવેચવામાંઆવ્યાછે?      

            2 વર્ષ

4.   શાળાશિક્ષણ નીતિનુંમાળખું    //   NEP 2020  મુજબ, વર્તમાન 10+2 શૈક્ષણિક મોડેલને નવી શૈક્ષણિક અભ્યાસક્રમપ્રણાલી ના આધારે વિભાજિત કરવામાં આવ્યું હોવા નું કહેવાય છે તે નવી શૈક્ષણિકઅભ્યાસક્રમ પ્રણાલી શું છે?

           ૫+૩+૩+૪

5.  ધોરણ ૧ નાંબાળકોમાટેકેટલામાસ સુધીશાળાતત્પરામોડ્યુલ તૈયાર કરવામાંઆવશે?

          ૩ માસ

6 .  શેમાંથીઉચ્ચકક્ષાનુંઅધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત થશે

          DIKSHA                                                                                               

 7.  વિદ્યાર્થીનીપ્રગતિજાણવામાટેકયુંસોફ્વેર મદદરૂપ બનશે?

                AL સોફ્વેર

8.  કોનાતરફ થીસ્કૂલ બોર્ડમાટેમાર્ગદર્શિકાતૈયાર કરવામાંઆવશે?

           PARAKH NATIONAL CENTER

9.ક્યાંધોરણમાંઅધ્યયન અધ્યાપન દરમિયાન ટેક્નોલોજીનોઉપયોગ કરવામાંઆવશે

        ધો રણ 6 થી 12

10.કયા ધોરણના વિદ્યાર્થીઓની સિદ્ધિનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવશે.?

       3,5,8

11.   રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં, શિક્ષકને કયા વર્ગ સુધી માતૃ ભાષા / સ્થાનિક અથવા પ્રાદેશિક ભાષામાં પાઠભણાવવા પર ભાર મૂકવા માં આવ્યો છે?

         ધોરણ  5

12 . કયા વર્ષ સુધી , શિક્ષણ મા ટે લઘુતમ ડિગ્રી લાયકાત 4-વર્ષિય એકીકૃત બી .એડ.ની ડિગ્રી હોવી ફરજિ યાત હશે?

         2030

5.જૂન 2017માં નવ રચિત NEP 2020 ના ચેરમેન કોણ હતા ?

        ડો . કે. કસ્તુરી રંગન

13 .રાષ્ટ્રીય શિક્ષ ણનીતિ 2020 મુજબ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં  'ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો - GER'  કેટલા ટકા વધારવા નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો  છે?

      50

14   NEP 2020 માં  MHRD ……… ની સ્થાપનાની માંગ કરી  છે.

            નેશનલ રિર્ચ ફાઉન્ડેશન

15  નવી શિ ક્ષણ નીતિ 2020 માં GDP 4.43% થી વધારીને શિક્ષણ પર કેટલો ખર્ચ થશે?

        6%

16 .કયા વર્ગમાંથી માત્ર વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે , જે થી રસધરાવનાર વિદ્યાર્થી ઇન્ટર્નશિપ કરી શકે ?

  ધોરણ 6

17  બધા વર્ગોના અભ્યાસક્રમમાં કયા વિષયનું મહત્વ વધારવા સમાવેશ કરવામાં  આવશે?

   સંગીત અને કળા

18  નવી શિક્ષણ નીતિ હેઠળ કયો કોર્સ નાબૂદ કરવામાં આવ્યો છે?

       M.Phil.

19  ભારતના ઇતિહાસમાં અત્યારસુધી કેટલી વખત શિક્ષણ નીતિ આવી છે?

      3 વખત

20  1986 માં લાગુ કરવામાં આવેલી શિક્ષણ નીતિ માં ક્યારે ફેરફાર થયો હતો ?

     1992 માં 

21  NEP 2020 મુજબ ABCનુંપૂર્ણ ર્સ્વરૂપ શું છે ?

        Academic Bank of Credit.

22 .NEP 2020 કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને બદલે છે ?

     રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986

 

 

23 NEP2020 અંતર્ગતકેટલાવર્ષનાં વય જૂથના બાળકોને RTE 2009માંસમાવેલ છે ?

  થી ૧૮ વર્ષ

24 .ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની જાહેરાત કયા વર્ષે થઇ હતી ?

      1968 માં

25 . માનવસંસાધન વિકાસ મંત્રાલયને શું નવું નામ આપવામાં આવ્યું છે?

      શિક્ષણ મંત્રાલય


 આ પશ્નોતરી ની pdf ફાઈલ  આપ  આ બ્લોગ મા આપેલ લીંક  પરથી ડાઉનલોડ કરી શક્શો  જો કોઈ મુશ્કેલી જણાય તો  કોમેન્ટ કરજો  અથવા તમારો વોટ્સેપ નંબર  નામ  લખજો  હું આપને  pdf  મોકલી આપીશ

             મિત્રો  ઉપરની પ્રશ્નોતરી  ની PDF ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લીંક ઓપેન કરો  અને સીધી ફાઈલ આપના મોબાઈલ મા કાયમ માટે સેવ રાખો  
     
     Download   PDF   
                 
      Thank you  Friend.













 

 

 

 

 

 

 

 

 

 

 

Saturday, August 22, 2020

ભારત ના અદ્વિત્ય ,અદભુત સ્થાપત્યો

 
































Tuesday, July 28, 2020

ગમ્મત સાથે જ્ઞાન ના જવાબ તથા નવા કોયડા

ગમ્મત સાથે જ્ઞાન રજા ની મજા

 તર્ક શક્તિ વિકસાવો  કોયડા ઉકેલો , બનો બુદ્ધિશાળી   
    
મિત્રો આજે  ગમ્મત સાથે જ્ઞાન -૧ ના જવાબ   આપ્યા છે  તેને તમારા જવાબ સાથે સરખાવો  અને બીજા નવા ૩ કોયડા રજુ કર્યા છે  જેને ઉકેલવાનો પ્રયાસ કરશો  હું ટૂંક સમય માં એના જવાબ પણ લખીને મુકીશ  તે માટે વાંચતા રહો  ગમ્મત સાથે જ્ઞાન  પોસ્ટ 

ગમ્મત સાથે જ્ઞાન   ના  જવાબ 
કોયડો (૧)  નો  જવાબ    
૯૯મા દિવસે બરણી અડધી ભરાય.
કોયડો (૨)  નો  જવાબ
દુકાનદારે રૂ. ૧૦૦ ની બે નોટ એટલે કે રૂ. ૨૦૦ લઈને રૂ. ૫૦ ની ત્રણ નોટ એટલે કે રૂ. ૧૫૦ પાછા આપ્યા, એટલે દુકાનદારને રૂ. ૫૦ જ મળ્યા. અર્થાત રૂ. ૭૦ ની વસ્તુ પર દુકાનદારને રૂ. ૨૦ ની ખોટ ગઈ.
કોયડો (3)  નો  જવાબ  
એક દિવસના ૧ ફૂટના હિસાબે દેડકો પાંચ દિવસમાં પાંચ ફૂટ ઉપર ચડશે. હવે છઠ્ઠા દિવસે પાંચ ફૂટ ચડતાં તે કુવાની બહાર આવી જશે. પછી રાત્રે પાછા નીચે ઉતારવાનો સવાલ નહિ રહે. આમ દેડકો છઠ્ઠા દિવસે બહાર આવશે.


હવે  આજના  નવા કોયડા  ઉકેલવાનો પ્રયાસ કરજો તમે જરૂર સફળ થશો
કોયડો (૧) 
છ બગલા  છ મીનીટમાં છ માછલી પકડે છે. તો ૬૦ મીનીટમાં ૬૦ માછલી પકડવા માટે કેટલાં બગલા ની જરૂર પડે?

 કોયડો (૨)
એકવાર બીરબલ દુશ્મન રાજાને હાથે પકડાઈ ગયો. બીરબલની હાજરજવાબી વિદ્વતા વિષે જાણતા તે રાજાએ કેદી બીરબલને સજાનો હુકમ સંભળાવ્યો: તું કોઈ પણ એક વાક્ય બોલ. જો તે સાચું હશે તો હું તને કુવામાં ડૂબાડીને મારી નાખીશ અને જો તે વાક્ય ખોટું હશે તો હું તને આગમાં બાળીને મારી નાખીશ.



આના જવાબમાં ચતુર બીરબલ એવું વાક્ય બોલ્યો કે રાજાએ બીરબલને સજા કર્યા વગર છોડી મૂકવો પડ્યો. તો હવે તમે કહો કે બીરબલ એવું તે શું બોલ્યો હશે?

  કોયડો (૩)
તમારી પાસે બે એકસરખી મીણબતીઓ છે, જે ૧ કલાક ચાલે છે. હવે આ મીણબતીઓની મદદથી ૪૫ મીનીટનો સમય કઈ રીતે માપી શકાય?

જવાબ જોવા માટે  વાંચતા રહો  ગમ્મત  સાથે જ્ઞાન  પોસ્ટ 


Thursday, July 23, 2020

રાવણ રચિત શિવ-તાંડવ-સ્તોત્ર ગુજરાતી અર્થ સાથે

રાવણ રચિત શિવ-તાંડવ-સ્તોત્ર ગુજરાતી અર્થ સાથે











શિવ તાંડવ સ્તોત્ર ગુજરાતી અર્થ સાથે

( મિત્રો એક નમ્ર વિનંતી કે કદાચ કોઈ જગ્યા એ typing મિસ્ટેક  હોય તો આપની સુજ બુજ થી વાંચશો)
કદાચ કોઈ ભૂલ ચૂક હોય તો ભગવાન શિવ અને આપ સુજ્ઞવાચકોની  ક્ષમા ચાહું છું
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે
ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ |
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
 ચકાર- ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ || 1 ||

 જે શિવની ઘટ્ટ ઝટા-રૂપ-વનથી પ્રવાહિત થઇ ગંગાની ધારા તેમના કંઠને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં મોટા અને લાંબા સર્પોની  માળાઓ લટકી રહી છે, તથા જે ડમડમ ડમરું વગાડીને પ્રચંડ તાંડવ કરે છે-તે શિવજી અમારું કલ્યાણ કરે.
જટા-કટા હસંભ્રમ ભ્રમન્નિ-લિમ્પ-નિર્ઝરી
-વિલોલવીચિવલ્લરી-વિરાજમાનમૂર્ધનિ |
 ધગદ્ધગદ્ધગ-જવલલ્લલાટપટ્ટપાવકે
કિશોરચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણ મમ || 2 ||
જે શિવની જટામાં અતિ વેગથી વિલાસ પૂર્વક ભ્રમણ કરતી રહેતી દેવી ગંગાની લહેરો તેમના માથા પર લહેરાઈ રહી છે, તેમ છતાં, તેમના લલાટ પર અગ્નિની પ્રચંડ જુવાળાઓ પણ ધક-ધધક થઈને પ્રજ્વલિત થઇ રહી છે, એવા બાલ-ચંદ્રમાં (બીજ ના ચંદ્રમા) થી વિભૂષિત શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે.


ધરાધરેંદ્ર-નંદિની વિલાસ-બંધુ-બંધુર
સ્ફુર-દિગંતત-સંતતિ પ્રમોદ-માન-માનસે |
કૃપા-કટાક્ષ ધોરણીનિરુદ્ધદુર્ધરાપદિ
 ક્વચિ-દિગ્મ્બરે મનો-વિનોદમેતુ વસ્તુનિ || 3 || જે પાર્વતી (પર્વત-સુવા)ના વિલાસમય,રમણીય કટાક્ષમાં પરમ આનંદિત રહે છે, જેમના મસ્તકમાં સંપૂર્ણ સૃષ્ટિ તથા સર્વ પ્રાણી ગણ વાસ કરે છે, તથા તેમની કૃપાદૃષ્ટિ માત્રથી સમસ્ત વિપત્તિઓ દુર થઇ જાય છે, આ (આકાશ-રૂપી વસ્ત્ર ધારણ કરનાર) દિગંબર શિવજીની આરાધના થી મારું ચિત્ત સર્વદા આનંદિત રહે.
જટા-ભુજંગ-પિગલ-ફુરણામણિપ્રભા
 કદંબ કુંકુમ દ્રવપ્રલિપ્તદિગ્વ ધૂમુખે |
મદાંધ સિંધુર સ્ફરત્ત્વ ગુત્તરી યમે દુરે
મનો વિનોદમદ્ભુતં બિભર્તુ ભૂતભર્તરિ || 4 ||
 હું તો શિવની ભક્તિમાં આનંદિત રહું, કે જે સર્વ પ્રાણીઓના આધાર અને રક્ષક છે. જેમની જટાઓમાં લપટાયેલા સર્પ ની ફેણ પર રહેલા મણિ નો પ્રકાશ કે જે પીળા રંગની પ્રભાના સમૂહ-રૂપ-કેસર જેવી કાંતિવાળો છે, (જે પ્રકાશ) દિશાઓ પ્રકાશિત કરે છે અને જે (જટા) ગજ-ચર્મથી વિભૂષિત છે.
સહસ્ર લોચનપ્રભૃત્યશેષલેખશેખર
પ્રસૂન-ધૂલિધોરણી-વિધૂસરાંધિ-પીઠભૂ
 ભુજંગરાજ-માલયા-નિબદ્ધજાટજૂટક
 શ્રિયે- ચિરાય જાતાં ચકોર-બંધુ શેખર || 5 ||
 જે શિવજીના ચરણ,ઇન્દ્ર-વિષ્ણુ આદિ દેવતાઓના મસ્તક પરના ફૂલોથી રંજીત છે (એટલે કે જેમને દેવતાગણ પોતાના મસ્તક પર ફૂલ અર્પણ કરે છે),જેમની જટાપર લાલ સર્પ વિરાજમાન છે, તે ચંદ્રશેખર અને ચિરકાળ સુધી સંપદા આપે
લલાટચત્વરજ્વલદ્ધનંજયસ્ફલીંગભા
 નિપીતપંચસાયકં નમન્નિ-લીપ-નાયકમ
સુધા-મયૂખલેખયા-વિરાજમાન-શેખર
મહાકપાલિસંપદેશિરોજટાલ-મસ્તુનઃ || 6 ||
 જે શિવ જીએ,ઇન્દ્ર-આદિ દેવતા ના ગર્વનું દહન કરનારા કામદેવને પોતાના વિશાળ મસ્તકની અગ્નિ જવાલા થી ભસ્મ કરી નાખ્યો હતો,અને જે સર્વ દેવો દ્વારા પૂજ્ય છે, તથા ચંદ્ર ગંગા દ્વારા સુશોભિત છે,તે (શિવજી) મને સિદ્ધિ પ્રદાન કરો.



કરાલ-ભાલ-પટ્ટિકાધગદ્ધગદ્ધગ-જજવલ
 દ્ધનંજયાહુતિકૃતપ્રચંડપંચસાયકે |
ધરાધરેંદ્રનંદિની-કયાગ્રચિત્ર-પત્રક
પ્રકલ્પનૈકશિલ્પિનિ ત્રિલોચને રતિર્મમ || 7||
 જેમના મસ્તક પર ની ધકધક કરતી જુવાળાએ કામદેવને ભસ્મ કરી નાખ્યો અને જે શિવજી,પાર્વતીના સ્તનના અગ્રભાગ પર ચિત્રકારી કરવામાં અતિ ચતુર છે, તે શિવજીમાં મારી પ્રીતિ અટલ રહે.(અહીં પાર્વતી પ્રકૃતિ છે અને ચિત્રકાર આ સૃષ્ટિનું સર્જન છે)
નવીનમેઘમંડલી નિદ્ધ-દુર્ધરસ્ફરત
કુહૂનિશીથિનીતમઃ પ્રબંધ-બદ્ધ-કંધરઃ |
નિલીંપનિર્ઝરી-ધરસ્તનોતુ કૃત્તિ-સિંધુરઃ
 કળા-નિધાનબંધુરઃ શ્રિયં જગદ્ધરંધરઃ || 8 ||
જેમનો કંઠ,નવીન મેઘાની ઘટાઓ થી પરિપૂર્ણ સમાન ને અમાવાસ્યાની રાત્રિ સમાન કાળો છે, જે ગજ-ચર્મ,ગંગા અને બાલ-ચંદ્ર દ્વારા શોભાયમાન છે તથા જે તે શિવાજી,અને સર્વ પ્રકારની સંપન્નતા પ્રદાન કરે.
પ્રફુલ્લ નીલ પંકજ-પ્રપંચ કાલિમપ્રભા
વિલંબિકંઠકંદલી-રુચિપ્રબદ્ધ-કંધરમ |
 સ્મરચ્છિદં પુરચ્છિદં ભવચ્છિદં મખચ્છિદં
 ગજચ્છિદાંધકચ્છિદં તમંતકચ્છિદં ભજે | 9 ||
જેમનો કંઠ અને ખભો,પૂર્ણ રીતે ખીલેલા નીલકમળ શ્યામ પ્રભાથી વિભૂષિત છે, જે કામદેવ અને ત્રિપુરાસુરના વિનાશક છે. સંસારના દુઃખોને કાપનાર છે, દક્ષયજ્ઞ વિનાશક છે, ગજાસુર અંધકાસુર સંહારક છે, તથા જે મૃત્યુ ને વશ કરવા વાળા છે-તે શિવજીને હું ભજું છું.

અગર્વ સર્વ મંગલા કળા-કદંબ મંજરી
રસ-પ્રવાહ-માધુરી વિભૂંભણામધુવ્રતમ
 સ્મરાંતકં પુરાંતકં ભવાંતકં મખાંતકં
 ગજાંતકાંધકાંતકં તમંતકાંતકં ભજે || 10 ||
 જે કલ્યાણમય,અવિનાશી,સર્વ કળાઓ રસ નો આસ્વાદ કરવાવાળા છે, જે કામદેવને ભસ્મ કરવાવાળા છે,જે ત્રિપુરાસુર,ગજાસુર,અંધકાસુરના સંહારક છે,દક્ષયજ્ઞવિન્ધવસંક તથા યમરાજના માટે પણ યમ-સ્વરૂપ છે, તેવા શિવજીને હું ભજું છું.
-જયત્વ-દભ-વિભૂમિ-ભ્રમભુજંગમશ્વસ
-દ્વિનિર્ગમત્ક્રમ-ફુરત્કરાલ-ભાલ-હવ્યવાટ|
મિદ્ધિમિદ્ધિમિધ્વનન્મગતુંગ-મંગલ
 ધ્વનિક્રમ પ્રવર્તિત પ્રચંડ તાંડવ શિવ || 11 ||
અત્યંત વેગથી ભ્રમણ કરી રહેલા સર્પો ફફ કારથી ક્રમશઃ લલાટ પર વધેલી પ્રચંડ અગ્નિના મધ્યમાં મૃદંગ ઉચ્ચ ધીમે-ધીમે ધ્વનિની સાથે તાંડવ નૃત્યમાં લીન શિવજી સર્વ પ્રકારે સુશોભિત થઇ રહ્યા છે.
દૂષ-દ્વિચિત્ર-તલ્પયોર્ભુજંગ-મૌક્તિકસ્રજોર
-ગરિષ્ઠરત્નલોષ્ઠયોઃ સુહૃદ્વિ-પક્ષપક્ષયોઃ ||
 તૃષ્ણારવિંદચક્ષુષોઃ પ્રજા-મહી-મહેંદ્રયોઃ
 સમ પ્રવૃતિક:-કદા સદાશિવં ભજે || 12 ||
કઠોર પથ્થર કા કોમળ શૈયા,સર્પની માળા કે મોતીની માળા,બહુમુલ્ય રત્ન કે કંકર,શત્રુ કે મિત્ર, રાજા કે પ્રજા,તણખલું ક કમળ-એ સર્વ પર (પ્રત્યે) સમાન દૃષ્ટિ રાખવાવાળા શિવજીને હું ભજું છું.


કદા-નિલિમ્પ-નિર્ઝરીનિકુંજકોટરે વસન
વિમુક્ત-દુર્મતિઃ સદા શિરઃસ્થમંજલિં વહન
 વિમુક્ત-લોલ-લોયનો લલાટ-ફાલલગ્નકઃ
 શિવેતિ મંત્ર-મુચ્ચરન સદા સુખી ભવામ્યહમ || 13 ||
હું કયોરે એ ગંગાને ધારણ કરનાર, નિષ્કપટ,માથા પર અર્ધચંદ્ર ધારણ કરનાર ચંચળ નેત્રો અને લલાટ વાળા શિવજી નો મંત્રોચ્ચાર કરતાં કરતાં અક્ષય સુખ પ્રાપ્ત થઈશ?

ઇમં હિ નિત્યમેવ-મુક્તમત્તમોત્તમં સ્તવ
 પઠસ્મર વ્રુવન્નરો વિશુદ્ધિમેતિસંતતમ |
 હરે ગુરુ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિ
વિમોહનં હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ || 14 ||
 આ ઉત્તમોત્તમ શિવ તાંડવ સ્તોત્ર નો નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી મનુષ્ય પવિત્ર થઈને શિવ માં સ્થાપિત થઇ જાય છે અને સર્વ પ્રકારના ભ્રમોથી મુક્ત થાય છે.

પૂજાવસાનસમયે દશવકત્રગીતં યઃ શંભુપૂજનપરં પઠતિ પ્રદોષે
તસ્ય સ્થિરાં રથગજેંદ્રતુરંગયુક્તાં લક્ષ્મી સદેવ સુમુખ પ્રદદાતિ શંભુઃ|15 || સવારે શિવ પૂજન કર્યા પછી અંતમાં આ રાવણ-કૃત શિવ-તાંડવ સ્તોત્રના ગાનથી લક્ષ્મી સ્થિર રહે છે અને ભક્ત,રથ,ઘોડા,હાથી-આદિ સંપદાથી સર્વદા યુક્ત રહે છે.

(રાવણ રચિત શિવ-તાંડવ-સ્તોત્ર સમાપ્ત)