Monday, August 23, 2021

કૈલાસ માનસરોવર નું સ્મરણ ચિંતન પવિત્ર શ્રાવણ મહિના મા આવો સાથે મળીને કરીએ

 









કૈલાસ માનસરોવર  નું સ્મરણ ચિંતન  પવિત્ર શ્રાવણ મહિના મા આવો સાથે  મળીને  કરીએ 



                 કૈલાસ માનસરોવરનું નામ સાંભળતાં જ ભગવાન શંકર તથા પાર્વતીનું સ્મરણ થઈ ખાવે છે. યોગીઓના યોગી, ત્યાગીશરોમણિ ભગવાન શંકરને કૈલાસપતિ પણ કહેવામાં આવે છે. કૈલાસ પહાડી પ્રદેશમાં સમર્થ યોગી વિના બીજું કોણ રહી શકે ?

         હિંદુ ધર્મ અને માનસરોવર

હિન્દુ ધર્મ ના મુખ્ય  તીર્થસ્થળોની વાત કરવામાં આવે તો કૈલાસ માન સરોવર નું નામ એમાં પ્રથમ આવે છે એવું જણાવવામાં આવે છે કે માનસરોવર ની પાસે આવેલા કૈલાશ પર્વત પર ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે.

પ્રભુ ભોળેનાથને અજરાઅમર કહ્યા છે તેથી માનસરોવરમાં આજે પણ તે બરફના પહાડોની વચ્ચે ક્યાંક સમાધી ગાળીને બેઠા હોવાનું મનાય છે.  હિન્દુ ધર્મમાં ચારધામની યાત્રાનું ખૂબ મહત્વ છે, એ જ રીતે કૈલાસ માનસરોવરની યાત્રાનું પણ અપાર મહત્વ છે. હિન્દુઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછું એકવાર તો ચારધામની યાત્રા અને કૈલાસ માનસરોવરની યાત્રા જરૂરથી કરે છે

         કૈલાસ માન સરોવર ભગવાન શિવની નગરી સાથે સાથે કુબેર દેવતા ની પણ નગરી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે ગંગા નદી ભગવાન બ્રહ્માના કમળ માંથી નીકળી અને કૈલાશ પર્વતના શિખર ઉપર પડે છે એટલું જ નહીં એવું પણ બતાવવામાં આવે છે કે જો વ્યક્તિ કૈલાસ ના દર્શન કરે તો તેને મોક્ષ મળે છે.

                   શાસ્ત્રોમાં આલેખાયા પ્રમાણે જે કેલાસની યાત્રા કરે છે તે ખરેખર પ્રભુના ચરણોમાં જઇને આવે છે. કૈલાસ માનસરોવર એ એક મોટું તળાવ છે  જે તિબેટમાં સ્થિત પર્વતમાળા છે. આ પર્વતની પશ્ચિમ અને દક્ષિણમાં માનસરોવર અને રાક્ષસતાલ તળાવ આવેલા છે. અહીંથી ભારતમાં વહેતી મહત્ત્વપૂર્ણ નદીઓ નીકળે છે. જેમ કે બ્રહ્મપુત્રા, સિન્ધુ અને સતલજ નામની ત્રણ નદીઓ નીકળે છે. કેલાશ કુલ ૬,૯૩૮ મીટરમાં ફેલાયેલી બર્ફઆચ્છાદીત પર્વતમાળા છે. આ પર્વતમાળા કાશ્મીરથી લઇને ભૂટાન સુધી ફેલાયેલી છે.

 

 શું કહ્યું છે  પુરાણો મા માનસરોવર  વિશે


  


 

 આ પાવન સ્થળ માનસરોવર એક મોટું તળાવ છે જે આશરે 320 કિલોમીટરમાં ફેલાયેલું છે. માનસરોવર એ મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે મનનું સરોવર કહેવાય છે કે આ એ જ સરોવર છે જ્યાં માતા પાર્વતી રોજ સ્નાન કરવા આવતાં હતાં. અને આજે પણ અહીં દેવી પાર્વતી સ્નાન કરવા આવતાં હોવાની માન્યતાઓ છે. આ તળાવની ઉત્પત્તિ ભગીરથી તપસ્યાથી પ્રસન્ન થઇને ભગવાન શિવે કરી હતી એવું પુરાણોમાં આલેખાયેલું છે. આ પાવન સ્થળને ભારતીય દર્શનના હૃદયની ઉપમા આપવામાં આવી છે. જેમાં ભારતીય સભ્યતાની ઝલક જોવા મળે છે જે શ્રદ્ધાળુ કૈલાસ માનસરોવરમાં દર્શન માટે આવે છે તેમને “ઓમ” એવો અવાજ સાંભળવા મળે છે

              એક માન્યતા અનુસાર કૈલાસ માનસરોવર ની વચ્ચે એક ચમત્કારિક કલ્પવૃક્ષ છે એના વિશે એવું કહેવાય છે કે તેના ફળ બધા પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓ નો ઇલાજ કરે છે.માનસરોવરનો આકાર સૂર્ય જેવો છે. અને આ સરોવર દુનિયાના સ્વચ્છ પાણીમાંનું એક સરોવર છે. એક માન્યતા એવી પણ છે જે જે સ્ત્રીને બાળક ન થતુ હોય તે સ્ત્રી જો આ માનસરોવરનું પાણી પીવે તો તરત તેની કૂખે બાળક રહે છે. અને તેનું વાંઝીયા મેણું ટળી જાય છે. કહેવાય છે કે માનસરોવરની પાસે તમે જો ખૂબ જ શાંતિથી બેસો તો તમને તેમાંથી ડમરું અને ઓમનો નાદ સભાળાય છે.

માનસરોવર જવું કઇ રીતે ?

         કૈલાસ માનસરોવરના એ અલૌકિક મહિમાવાળા પવિત્ર પ્રદેશનો પુણ્યપ્રવાસ કરવાની ઈચ્છા પ્રત્યેક માણસના મનમાં પેદા થાય એ સ્વાભાવિક છે. પરંતુ એ હકીકત લક્ષમાં લેવા જેવી છે કે, એ પ્રવાસ ધામ માનીએ એટલો સહેલો નથી. હિમાલયના પર્વતીય પ્રદેશની યાત્રાઓમાં એ યાત્રા સૌથી કપરી ને લાંબી છે એમ કહીએ તો ચાલે તેને માટે તૈયારી પણ સારી એવી કરવી પડે છે   

          કૈલાસ માનસરોવર ખૂબ જ ઊંચાઇ ઉપર આવેલો હોવાથી અહીં ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી થઇ જાય છે. તેથી અહીં યાત્રા કરવા આવતો યાત્રાળુએ ખૂબ જ સાવધાન રહેવું પડે છે.  કૈલાસ માનસરોવર જવાના ઘણા માર્ગો છે. એમાં કાશ્મીરમાં લડાખ થઈને જતો માર્ગ નેપાલમાં મુક્તિનાથ થઈને જતો માર્ગ, તા ગંગોત્રીમાંથી જતા માર્ગની ગણતરી પણ કરી શકાય છે. છેલ્લે ગણાવેલો માર્ગ ભારે વિકટ છે, નિજન છે, ને બરફથી ખાદિત ભીષણ પર્વતોના ચઢાણવાળો છે. કોઈ સ્મિતવાળા સાધુસંતો કે એ બાજુના નિવાસીઓ એ માર્ગનો આધાર લઈને જાય એ જુદી વાત છે. બાકી સામાન્ય યાત્રીઓ માટે તો ઉત્તર ભારતના ત્રણ માર્ગો જ શેષ રહે છે, અને એ ત્રણ માર્ગોમાંથી કોઈ એક માર્ગે આગળ વધી શકાય છે. સૌથી પહેલો માર્ગ, કાઠગોદામથી મોટર દ્વારા અલ્મોડા જઈને ત્યાંથી આગળનો માર્ગ પકડવાનો છે. બીજો માર્ગ, કનકપુર સ્ટેશનથી મોટર દ્વારા પિથૌરાગઢ જઈને પગપાળા આગળ જવાનો માર્ગ છે. ત્રીજો માર્ગ બદરીનાથ તરફથી નીતીઘાટમાંથી પસાર થઈને આગળ જતો માર્ગ છે. એ ત્રણે માર્ગોમાંથી મોટા ભાગના યાત્રીબી અલ્મોડા થઈને જવાનું વધારે પસંદ કરે છે

                   આ યાત્રા ઉત્તરાખંડ, હિમાચલ સિક્કીમ કાઠમંડુ કે નેપાળથી શરૂ થાય છે. આમાં સિક્કીમથી જવું સૌથી વધારે સુરક્ષિત ગણવામાં આવે છે. જો તમે કૈલાસ જવા માંગતા હોય તો જતા પહેલાં જ માનસિક રીતે વધારે ચાલવાની તૈયારી રાખવી પડશે. કેમ કે આવારે 75 કિલોમીટરની પગપાળા યાત્રા અને પર્વતારોહણ  કરવું પડે છે . શારીરિક અને માનસિક રીતે મજબુત લોકો એ જ આ યાત્રા કરવી  વળી આ યાત્રા મા આશરે બે મહિના જેટલો જ  સમય લાગે છે

    કૈલાસ માનસરોવર જવા  કેવી તૈયારી  કરવી પડે ? 




          એક વખત એવો પણ હતો કે જ્યારે કૈલાસ માનસરોવરની વાત લગભગ અશકય જેવી મનાતી, અને કોઈ વિરક્તકે  સાધુપુરુષો જ એનો લાભ લેતા. તિબેટમાં લૂટાવાનો અને જાન ખોવાનો એમ બંને જાતનો ભય રહેતો વાહનવ્યવહારના બીજા સાધનોની પણ સર્વથા અભાવ હતો. પરંતુ વખતના વીતવાની સાથે પરિસ્થિતિ પલટાતી ગઈ, ને પછી તો એ ચાત્રા પ્રમાણમાં સહેલી થઈ

 મનોબળને મજબૂત કરીને ઉત્સાહ, કિંમત ધીરજ ને સહનશક્તિ તો વધારવા જ પડે છે, પરંતુ બીજી કેટલીક સામગ્રી પણ તૈયાર કરવી પડે છે. પર્વતીય પ્રદેશના પ્રવાસના લેશ પણ અનુભવ વિના સૌથી પહેલા સીધા કૈલાસ માનસરોવરની યાત્રાએ નીકળી પડવું તેના કરતાં પહેલાં બદરી કેદારની યાત્રાનો અને ગંગાત્રી જમનોત્રી તથા અમરનાથની યાત્રાનો અનુભવ લેવો આવશ્યક છે. કેમ કે, તેથી પર્વતીય મુશ્કેલીઓનો ખ્યાલ પાવે છે, એથી ટેવાતા આવડે છે કે પરિણામે તે પછીની બીજ કઠિન યાત્રા સહેલી બને છે.

 

    કૈલાસ માનસરોવર  યાત્રા કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

            એક વાત ખાસ ધ્યાનમાં રાખવી પડે છે. એ માર્ગે જતા ભારતની હદમાં જે છેલ્લું સ્થળ આવે છે ત્યાં સુધી તો ધર્મસાળા, ભોજનની સામગ્રી, વાસણ જેવી ઉપયોગી વસ્તુઓ સહેલાઈથી મળી રહે છે, પરંતુ ત્યાંથી આગળ વધ્યા પછી તિબેટમાં એમનું કશું જ નથી. મળતું એટલા માટે ભારતીય હદના એ અંતિમ સ્થાનથી રસ્તા માટે તબુ રસોઈ બનાવવાનાં વારાણ પાછા આવતા સુધીનું સીધુ, ખાંડ, ચા, દૂધના તૈયાર કબા ગાસતલ મસાલા, ફાનસ મીણબત્તી, બટાટા એવી બધી જરૂરી સામગ્રી સાથે લઈ લેવી પડે છે.રસ્તામાં સરળતા ખાતર તિબ્બતી  ભાષા જાણનાર  પહાડ નો રહેવાસી ભોમિયો પણ ત્યાંથી જ સાથે લેવો પડે છે   વળી યત્ર સવારના પહોરમાં જ કરવી પડે છે બપોરના તાપ મા બરફ પીગળવાની શક્યતા નકારી શકાય નહિ .

   અંતે એટલું જ્ કહી શકાય કે જે સ્ત્રી પુરુષના મન ભગવાન શિવ પ્રત્યે અડગ શ્રધા છે ભગવાન શિવની જેના પર સર્વ પ્રકારે કૃપા થઇ છે તે પુણ્ય શાળી માણસો  દર વર્ષે મોટી સંખ્યામાં    આ યાત્રા કરે જ  છે . મારી અને  તમારી પર પણ ભગવાન શિવ આવી કૃપા જલ્દી કરે તેવી ભગવાન શિવ ને પ્રાથર્ના .

 

 

               જય મહાદેવ   હર હર મહાદેવ 

Sunday, August 22, 2021

Gujarat Current knowledge









ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ (1 ઓગસ્ટ ૨૦૨૧ ની સ્થિતિએ)


હોદ્દો

નામ

રાજ્યપાલ -

શ્રી આચાર્યદેવવ્રત (20માં રાજ્યપાલ)

મુખ્યમંત્રી

શ્રી વિજયભાઈ રૂપાણી

નાયબ મુખ્યમંત્રી

શ્રી નીતિનભાઈ પટેલ

મુખ્ય સચિવ

શ્રી અનિલ મુકીમ

મુખ્ય માહિતી કમિશનર

શ્રી દિલીપ પી. ઠાકર

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

શ્રી વિકમ નાથ (25માં ચીફ જસ્ટિસ)

ગુજરાત રાજ્યના લોકાયુકત ગુ

શ્રી રાજેશ એચ. શુકલા

જરાતના એડવોકેટ જનરલ

શ્રી કમલ ત્રિવેદી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર)

શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા

શ્રી પરેશ ધાનાણી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ

શ્રી સી. આર.પાટીલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ

શ્રી અમિત ચાવડા

ડિરેકટર જનરલ ઓફ પોલીસ (DGP)

શ્રી આશિષ ભાટિયા

GPSCના અધ્યક્ષ

શ્રી દિનેશ દાસા

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ

શ્રીમતી ઈલાબેન ભટ્ટ

ગુજરાત વિદ્યાપીઠના ઉપ કુલપતિ

શ્રી રાજેન્દ્ર ખીમાણી

ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર

પ્રો. હિમાંશુ પંડયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર

ડો. નીતિન પેથાણી

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના વાઈસ ચાન્સલેર

શ્રી નવીન શેઠ

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી

ડો. એસ. મુરલીકિષ્ના

ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર

શ્રી અનુપમ આનંદ

ગુજરાતના ગૃહ સચિવ

શ્રી પંકજ કુમાર

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ

શ્રી વિષ્ણુ પંડયા

ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ

શ્રી પ્રકાશ એન. શાહ

ગુજરાત ત્રીજા નાણાના અધ્યક્ષ

શ્રી ભરત ગરીવાલા

  

રક્ષાબંધન સ્પેશિયલ Raksha Bandhan

 









રક્ષાબંધન પર પૌરાણિક યુગના 10 ભાઈઓની પ્રખ્યાત બહેનોને જાણો ..
 શું આપ ભગવાન  શિવ ની બહેન  નું નામ જાણો છો ?   શું આપ ભગવાન  રામ  ની બહેન  નું નામ જાણો છો ?  શું આપ ભગવાન  શ્રીકૃષ્ણ  ની બહેન  નું નામ જાણો છો ? શું આપ ભગવાન  સૂર્યનારારય્ન સુરજદાદા  ની બહેન  નું નામ જાણો છો?  બાલી  ની બહેન , દુર્યોધન ની બહેન ,રાવણ ની બહેન ,કંસ ની બહેન વિશે જાણો.




    ભાઈઓ અને બહેનો વચ્ચેના પવિત્ર અને પ્રેમભર્યા સંબંધોના તહેવાર રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈને રાખડી બાંધે છે. ઈતિહાસમાં ભાઈ -બહેનોની ઘણી વાર્તાઓ છે. આવો જાણીએ ઇતિહાસની 10 પ્રખ્યાત બહેનોના નામ

1.       ભગવાન શિવની બહેન: કહેવાય છે કે ભગવાન શિવની બહેન અસવરી દેવી હતી. એવું કહેવાય છે કે પાર્વતી એકલી રહેતી હતી, તેથી તેણે એક વખત શિવને કહ્યું કે કાશ મારી બહેનપણી હોત તો સારું થાત. પછી શિવે તેની માયામાંથી તેની એક બહેન બનાવી અને પાર્વતી દેવીને કહ્યું, અહીં તારી ભાભી છે.આ પછી, પુરાણોમાં વાર્તાઓ વાંચો. ઉલ્લેખનીય છે કે પાર્વતીની સાવકી બહેન દેવી લક્ષ્મી હતી જેમણે શ્રી હરિ વિષ્ણુ સાથે લગ્ન કર્યા હતા. તેવી જ રીતે, ભગવાન શિવની પુત્રી એટલે કે કાર્તિકેય અને ગણેશની બહેન જ્યોતિ, અશોક સુંદરી અને મનસા દેવી પ્રખ્યાત છે.

2. બાલીની બહેન: જ્યારે ભગવાન વામનએ મહારાજ બાલી પાસે ત્રણ પગથિયા જમીનની માંગણી કરી અને તેને પાતાળનો રાજા બનાવ્યો, ત્યારે રાજા બાલીએ પણ વરદાનના રૂપમાં રાત -દિવસ તમે ભગવાન મારી આંખો સામે જ રહો અને હું તમારા નિત્ય દર્શન કાર્ય કરું એવું  ભગવાન પાસેથી વચન લીધું.વામનાવતાર પછી ભગવાનને ફરી લક્ષ્મી પાસે જવું હતું, પરંતુ ભગવાન આ વચન આપીને ફસાઈ ગયા અને તેમણે ત્યાં બાલીના પાતાળમાં રહેવાનું શરૂ કર્યું. બીજી બાજુ,આવી સ્થિતિમાં નારદજીએ લક્ષ્મીજીને ઉપાય જણાવ્યો. પછી લક્ષ્મીજીએ રાજા બાલીને રાખડી બાંધીને તેનો ભાઈ બનાવ્યો અને પતિને પોતાની સાથે લાવ્યા. તે દિવસે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ હતી. ત્યારથી આ રક્ષાબંધન તહેવાર પ્રચલિત છે.માતા લક્ષ્મી આનાથી ચિંતિત થઈ ગઈ.
૩. યમરાજની બહેન: ભાઈ દૂજને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે યમુનાએ તેના ભાઈ ભગવાન યમરાજને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું અને તિલક લગાવીને તેને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું. જેના કારણે યમરાજ બહુ પ્રસન્ન થયા અને તેમણે યમુનાને મૃત્યુના ભયથી મુક્ત રહીને અખંડ સૌભાગ્યવતી રહેવાનું વરદાન આપ્યું. કહેવાય છે કે આ દિવસે જે ભાઈઓ અને બહેનો આ વિધિ કર્યા પછી યમુનાજીમાં સ્નાન કરે છે, યમરાજજી તેમને યમલોક પર ત્રાસ આપતા નથી. મૃત્યુના દેવતા યમરાજ અને તેમની બહેન યમુનાની આ દિવસે પૂજા કરવામાં આવે છે.
4. ભગવાન રામની બહેન: શ્રી રામને બે બહેનો પણ હતી, એક શાંતા અને બીજી કુકબી. અહીં અમે તમને શાંતા વિશે જણાવીશું. દક્ષિણ ભારતની રામાયણ મુજબ રામની બહેનનું નામ શાંતા હતું, જે ચાર ભાઈઓમાં સૌથી મોટી હતી. શાંતા રાજા દશરથ અને કૌશલ્યાની પુત્રી હતી, પરંતુ કેટલાક કારણોસર, તેના જન્મ પછીના કેટલાક વર્ષો બાદ, રાજા દશરથે અંગદેશના રાજા રોમપદને શાંતા આપી ભગવાન રામની મોટી બહેનનો ઉછેર રાજા રોમપદ અને તેમની પત્ની વર્ષિનીએ કર્યો હતો, જે રાણી કૌશલ્યાની બહેન હતી, એટલે કે રામની માસી શાંતાના પતિ એક મહાન ઋગ ઋષિ હતા. રાજા દશરથ અને તેની ત્રણ રાણીઓને ચિંતા હતી કે જો તેમને પુત્ર ન હોય તો અનુગામી કોણ બનશે. તેમની ચિંતાઓ દૂર કરવા માટે ઋષિ વશિષ્ઠ સલાહ આપે છે કે તમારે તમારા જમાઈ ઋગઋષિ પાસે પુત્રેષ્ઠી યજ્ઞ કરાવવો જોઈએ. આનાથી પુત્રને જન્મ મળશે. ઋગ ઋષિ પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો.
5. ભગવાન શ્રી કૃષ્ણની બહેન: એવું કહેવામાં આવે છે કે નરકાસુરનો વધ કર્યા પછી, ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ દૂજના દિવસે તેમની બહેન સુભદ્રાને તેમના ઘરે મળ્યા હતા. સુભદ્રાએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને પોતાના હાથે ખવડાવ્યા બાદ તિલક લગાવ્યું હતું. સુભદ્રા સિવાય શ્રી કૃષ્ણની અન્ય બહેનો હતી. પ્રથમ એકનંગા (યશોદાની પુત્રી) હતી, બીજી યોગમાયા (દેવકીના ગર્ભમાંથી, સતીનો જન્મ તેના ઘરમાં મહામાયા તરીકે થયો હતો જે કંસને ફેંકવામાં આવ્યો ત્યારે તેના હાથમાંથી છૂટી ગયો હતો.કહેવાય છે કે આ દેવી વિંધ્યાચલમાં રહે છે. કહેવાય છે કે યોગમાયાએ દરેક પગલા પર શ્રી કૃષ્ણને ટેકો આપ્યો હતો. આ સિવાય શ્રી કૃષ્ણ દ્રૌપદીને પોતાની બહેન માનતા હતા.
6. સૂર્યદેવની બહેન: ભગવાન સૂર્યદેવની બહેન અને બ્રહ્માની પુત્રી માનસ છઠ મૈયા તરીકે પ્રખ્યાત છે. મા છઠ્ઠીને કાત્યાયની તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.
7. રાવણની બહેન: રાવણને બે બહેનો હતી, એકનું નામ હતું સુર્પણખા અને બીજી હતી કુંભિની, જે રાક્ષસ મધુ, મથુરાના રાજાની પત્ની અને રાક્ષસ લવનાસુરની માતા હતી.
8. કંસની બહેન: તમામ ખરાબ ગુણો હોવા છતાં, કંસને તેની નાની બહેન દેવકી માટે ખૂબ જ સ્નેહ હતો અને તે તેને સૌથી વધુ પ્રેમ કરતો હતો. જો દેવકીના લગ્ન સમયે આકાશવાણી ન હોત તો તે ક્યારેય તેની બહેન પર અત્યાચાર કરી શક્યો ન હોત. દેવકી રાજા ઉગ્રસેન અને રાણી પદ્માવતીની પુત્રી હતી.
9. દુર્યોધનની બહેન: કૌરવો એટલે દુર્યોધન અને તેના 100 ભાઈઓ, પણ કૌરવોને 1 બહેન પણ હતી, તેનું નામ દુશાલા હતું. દુશાલાના લગ્ન સિંધના રાજા જયદ્રથ સાથે થયા હતા. જયદ્રથના પિતા વૃદ્ધક્ષત્ર હતા. જયદ્રથે દ્રૌપદીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે દ્રૌપદીએ તેનું માથું મુંડન કરીને તેનું અપમાન કર્યું હતું. આ જયદ્રથને કારણે પાંડવો અભિમન્યુને ચક્રવ્યુહથી બચાવી શક્યા નથી. તેવી જ રીતે, મહાભારતમાં શકુની બહેન ગાંધારી અને ધૃષ્ટદુમ્નની બહેન દ્રૌપદીની પણ ખ્યાતિ છે.
10. ભગવાન વિષ્ણુની બહેન: શક્તિ પરંપરામાં ત્રણ રહસ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે - પ્રધાન, વૈકૃતિક અને મુક્તિ. આ પ્રશ્નનું વર્ણન, આ રહસ્ય પ્રાથમિક રહસ્યમાં છે આ રહસ્ય મુજબ, વિષ્ણુ અને સરસ્વતીનો જન્મ મહાલક્ષ્મીથી થયો હતો એટલે કે વિષ્ણુ અને સરસ્વતી બહેન અને ભાઈ છે. ઉલ્લેખ છે કે સરસ્વતીના લગ્ન બ્રહ્મા સાથે થયા હતા અને બ્રહ્માની બીજી સરસ્વતીના લગ્ન વિષ્ણુ સાથે થયા હતા.આ સિવાય દક્ષિણ ભારતની પ્રચલિત માન્યતા અનુસાર, મીનાક્ષી દેવી નામની દેવી ભગવાન શિવની પત્ની અને ભગવાન વિષ્ણુની બહેન પાર્વતીનો અવતાર હતો. મીનાક્ષી દેવીનું મીનાક્ષી અમ્માન મંદિર દક્ષિણ ભારતમાં છે

Saturday, August 21, 2021

વોરન બફેટની કીમતી સલાહ વોરન બફેટ વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિ

 


 






વોરન બફેટની કીમતી સલાહ

વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિ વોરન  બફેટની કીમતી સલાહ" 

અચૂક વાંચવા જેવું અને શીખવા જેવું   વિશ્વની બીજા નંબરની શ્રીમંત વ્યક્તિના જીવનની આ વાત છે.

"હું ત્રણ બેડરૂમના ઘરમાં રહું છું. હું મોબાઇલ ફોન વાપરતો નથી.

હું બ્રાન્ડેડ વસ્ત્રો ખરીદતો નથી.

હું ડાઇવર રાખતો નથી

વોરન એડવર્ડ બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના એક સ્ટોકબ્રોકર કમ કોંગ્રેસમેન (સેનેટર) ના ઘરે થયો હતો. વોરન બફેટે નાની વયમાં જ પૈસા અને બિઝનેસ પ્રત્યે દાખવેલી અભિરુચિ અસાધારણ હતી. તેમણે છ વર્ષની વયે જ તેમના દાદાના ગ્રોસરી સ્ટોર્સમાંથી કોકાકોલાના છ નંગનું પેક ૨૫ સેન્ટમાં ખરીદ્યું હતું અને પ્રત્યેક બોટલ ફરી પાછી વેચી પ્રતિબોટલ પાંચ સેન્ટનો પ્રોફિટ કર્યો હતો. આ ઉંમરમાં બીજા બાળકો રમવા સિવાય બીજું કાંઈ કરતાં નહોતાં. ૧૧ વર્ષની વયે ૩૮ ડોલરના ભાવે તેમણે ત્રણ શેર ખરીદ્યા હતા, પરંતુ તેનો ભાવ ગગડીને ૨૭ ડોલર થઇ ગયો હતો. શરૂઆતમાં ગભરાઈ ગયેલા વોરને શેરનો ભાવ ૪૦ ડોલર થયો ત્યાં સુધી ધીરજ રાખી હતી. એ પછી બફેટે તે શેર તરત જ વેચી દીધા હતા. એ શેરનો ભાવ ૨૦૦ ડોલર સુધી પહોંચી ગયો એ ભૂલમાંથી તેમણે એક પદાર્થપાઠ શીખ્યો કે મૂડીરોકાણમાં ધીરજ એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં અખબારોનું વિતરણ કરી તેમણે પાંચ હજાર ડોલર (૨૦૦૦ની સાલના ભાવ પ્રમાણે 42  હજાર ડોલર) કમાઇ લીધા હતા પિતાએ પુત્રને પરાણે યુનિર્વિસટી ઓફ પેન્સિલવેનિયાની બિઝનેસ સ્કૂલમાં મોકલ્યા ત્યારે વોરને  ફરિયાદ કરી કે હું મારા પ્રોફેસરો કરતાં વધુ જાણું છું. તેઓ ફરી પાછા તેમના વતન ઓમાહા આવ્યા અને યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં ભણવા ગયા અને ત્રણ જ વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ ગયા. આગળ ભણવા માટે તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટે ફોર્મ ભર્યુ પણ વિદ્યાર્થીની વય ઓછી છે તેમ કહી તેમને પ્રવેશ ન આપ્યો. તે પછી તેઓ કોલંબિયામાં પ્રવેશ મેળવી ભણવા ગયા અને બેન ગ્રેહામ પાસેથી મૂડીરોકાણનું શિક્ષણ લીધું.

 

આજે વોરન  બફેટ વિશ્વની બીજા નંબરની ટોચની ધનવાન વ્યક્તિ ગણાય છે. ઇન્વેસ્ટર્સ તેમને ઇન્વેસ્ટર્સ આઇકોન માને છે. તેઓ અનેક કંપનીઓના માલિક છે અને જેમાં કોકા કોલાથી માંડીને વર્કશાયર જેવી અનેક કંપનીઓમાં તેમનું જંગી મૂડીરોકાણ છે.

 

વોરન બફેટે ૩૧ બિલિયન  ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલોક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારો બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું, તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી. પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલો કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(3) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહે છે. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલા મિટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.

4) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. વર્ષમાં મારા લક્ષ્યાંકો  આપવા હું નિયમિત મિટિંગો બોલાવતો નથી.  એક જ મિટિંગ બોલાવી તેમને માટે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું.  બાકી તે લક્ષ્યાંક હાંસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

5) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે રાઇટ પિપલ ને રાઇટ કામ આપું છું.

6) હું  મારા  સીઇઓને  બે  નિયમો આપું છું રૂલ નંબર એક શેર હોલ્ડરના નાણા ડૂબા જોઈએ નહી રૂલ નંબર બે  પહેલા નંબરના રૂલનો કદી ભંગ થવો જોઈએ નહીં.

 

૭)  હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

8) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.